કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨. પ્રથમ શિશુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨. પ્રથમ શિશુ|ઉશનસ્} <poem> પ્રથમ શિશુના જન્મે ગેહે અનંત કુતૂહ...")
(No difference)

Revision as of 12:39, 13 July 2021

{{Heading|૨. પ્રથમ શિશુ|ઉશનસ્}

પ્રથમ શિશુના જન્મે ગેહે અનંત કુતૂહલઃ
સકલ ઘરના જેવું મારે ઘરે પણ પારણું!

અવર સઘળાં ડિમ્ભોશું આ શિશુય અણુઅણુ!
પગ ટચૂકડા, નાના નાના કરો પર અંગુલ!

ઝણકત છડા શેરીવાટે, કલધ્વનિ ઉદ્ભવે,
સ્વર નીકળતો તા...તા, તેનો વધુ રસ વેદથી!

અરવ અવકાશે આ જાણે ઊઠી પ્રથમશ્રુતિ!
વળગણી ઝૂલે વાઘા નાના ધજા સમ ઉત્સવે!

પ્રથમ શિશુના જન્મે જાણે નવેસર જીવન,
પ્રથમ સ્થિતિ ને આ બે વચ્ચે ન સામ્ય દીસે જરી,

ફળ ફૂલ પછી બીજી સ્થિતિ, નવાઈ છતાં નરીઃ
પરિણયવટે આવી ટેટી ફૂટે ભરચેતન!

પ્રથમ શિશુ સૌ ક્હાનો, માતા બધી જ યશોમતી
મૃદમલિન મોંમાં બ્રહ્માંડો અનંત વિલોકતી!

૨૪-૨-૫૪

(સમસ્ત કવિતા, પૃ. ૪)