અરૂપસાગરે રૂપરતન/પાનખર પર્ણમંદિર અને ચન્દ્રકવિ: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
ઉપર ઝળુંબેલા વાદળમાં ક્યાંક છીંડું પડ્યું છે. દૂર ડુંગર પર તેજના એ ટુકડામાં વનનો એ ભાગ જાણે કૅમેરાના ફિલ્ડમાં ફોકસ કર્યો હોય અથવા તો રંગમંચ પર કોઈ વિસ્તારમાં પ્રકાશ વર્તુળથી ફોકસ કર્યું હોય તેવું લાગે છે. આ ફિલ્ડના વૃક્ષોની રેખાએ રેખાએ સ્પષ્ટ કળાય છે. આજુબાજુ વાદળ છાયો ભાગ હજી ધૂંધળો જ છે. હવામાં સુક્કા પાંદડાંની અને ઘાસની એક Organic ગંધ છે. અચાનક વાદળો થોડા વિખેરાયા અને નરમ સુવર્ણ તડકામાં સાગના સાદડના ઝાંખર સોટા ચળકી ઊઠ્યા. થડનો કરકરો સુભગ સ્પર્શ પ્રત્યક્ષ થયો. અત્યાર સુધી ધુમ્મસે આ ટેક્સચર સપાટીને એકરૂપ કરી નાખી હતી તે બધું સ્પષ્ટ થયું. | ઉપર ઝળુંબેલા વાદળમાં ક્યાંક છીંડું પડ્યું છે. દૂર ડુંગર પર તેજના એ ટુકડામાં વનનો એ ભાગ જાણે કૅમેરાના ફિલ્ડમાં ફોકસ કર્યો હોય અથવા તો રંગમંચ પર કોઈ વિસ્તારમાં પ્રકાશ વર્તુળથી ફોકસ કર્યું હોય તેવું લાગે છે. આ ફિલ્ડના વૃક્ષોની રેખાએ રેખાએ સ્પષ્ટ કળાય છે. આજુબાજુ વાદળ છાયો ભાગ હજી ધૂંધળો જ છે. હવામાં સુક્કા પાંદડાંની અને ઘાસની એક Organic ગંધ છે. અચાનક વાદળો થોડા વિખેરાયા અને નરમ સુવર્ણ તડકામાં સાગના સાદડના ઝાંખર સોટા ચળકી ઊઠ્યા. થડનો કરકરો સુભગ સ્પર્શ પ્રત્યક્ષ થયો. અત્યાર સુધી ધુમ્મસે આ ટેક્સચર સપાટીને એકરૂપ કરી નાખી હતી તે બધું સ્પષ્ટ થયું. | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>“પ્રવેશ્યો નહીં | {{Block center|'''<poem>“પ્રવેશ્યો નહીં | ||
પણ આદરમાં ઊભો રહ્યો બહાર | પણ આદરમાં ઊભો રહ્યો બહાર | ||
પાનખર પર્ણમંદિર.”</poem>'''}} | પાનખર પર્ણમંદિર.”</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
સામાન્ય રીતે ભક્તિ, આદરથી આપણે મંદિરમાં પ્રવેશ કરીએ પણ આ પાનખરનું જંગલ. ખરેલાં પાંદડાઓનું પર્ણમંદિર અંદર જાવ તો શાંતિ અળપાઈ જાય. માટે જ તો કવિ આદરમાં બહાર જ ઊભા રહ્યા. | સામાન્ય રીતે ભક્તિ, આદરથી આપણે મંદિરમાં પ્રવેશ કરીએ પણ આ પાનખરનું જંગલ. ખરેલાં પાંદડાઓનું પર્ણમંદિર અંદર જાવ તો શાંતિ અળપાઈ જાય. માટે જ તો કવિ આદરમાં બહાર જ ઊભા રહ્યા. | ||
| Line 23: | Line 24: | ||
ગઈ કાલે જ વઘઈથી આહવાના રસ્તે રાત્રે આવ્યો હતો ત્યારે ચાંદનીમાં રસાયેલું વન જોયું હતું. ચન્દ્રને મેં પહાડે પહાડે, વને વને, વૃક્ષે વૃક્ષે, ડાળિયે ડાળિયે, વાંસના ઝુંડે ઝુંડે ટાંગ્યો હતો. તેને સાગના થડની પાછળ, પર્વતની ધાર પર, વાંસના ઝુંડ પાછળ, નદીના સ્થિર જળમાં ઝિલાયેલો જોયો હતો. ક્ષીણ જળરેખા ચાંદનીના પ્રકાશમાં દોડતા ચન્દ્રને જોઉં છું. કદાચ આ ક્ષણે આ પૃથ્વી પર એક હું જ તેને જોઈ રહ્યો હોઉં તેવું બને. ડૉ. ઝિવાગો ફિલ્મમાં યુદ્ધ કેદીઓને હિચકતી ટ્રેઈનમાં ખસેડતા હોય છે. શ્વાસ લેવાનીય જગ્યા નહીં. બધે થપ્પીની જેમ ખડકેલા કેદીઓ. સાઈબિરીયાના બરફ છવાયેલા જંગલો મેદાનોમાંથી ટ્રેઈન પસાર થાય છે. ટ્રેઈનની અંદર છે દોજખ, બહાર છે બરફ પર રસળતી ચાંદની. આવી સ્થિતમાંય ડૉ.યુરી ઝિવાગોએ ટ્રેઈનની એક નાનકડી બારીમાંથી ચન્દ્ર સાથે ગોઠડી માંડી છે. નરી શુદ્ધ કવિતાની કોટિનું એ દ્રશ્ય યાદ આવી ગયું અને યાદ આવ્યા જાપાની હાયકુ – | ગઈ કાલે જ વઘઈથી આહવાના રસ્તે રાત્રે આવ્યો હતો ત્યારે ચાંદનીમાં રસાયેલું વન જોયું હતું. ચન્દ્રને મેં પહાડે પહાડે, વને વને, વૃક્ષે વૃક્ષે, ડાળિયે ડાળિયે, વાંસના ઝુંડે ઝુંડે ટાંગ્યો હતો. તેને સાગના થડની પાછળ, પર્વતની ધાર પર, વાંસના ઝુંડ પાછળ, નદીના સ્થિર જળમાં ઝિલાયેલો જોયો હતો. ક્ષીણ જળરેખા ચાંદનીના પ્રકાશમાં દોડતા ચન્દ્રને જોઉં છું. કદાચ આ ક્ષણે આ પૃથ્વી પર એક હું જ તેને જોઈ રહ્યો હોઉં તેવું બને. ડૉ. ઝિવાગો ફિલ્મમાં યુદ્ધ કેદીઓને હિચકતી ટ્રેઈનમાં ખસેડતા હોય છે. શ્વાસ લેવાનીય જગ્યા નહીં. બધે થપ્પીની જેમ ખડકેલા કેદીઓ. સાઈબિરીયાના બરફ છવાયેલા જંગલો મેદાનોમાંથી ટ્રેઈન પસાર થાય છે. ટ્રેઈનની અંદર છે દોજખ, બહાર છે બરફ પર રસળતી ચાંદની. આવી સ્થિતમાંય ડૉ.યુરી ઝિવાગોએ ટ્રેઈનની એક નાનકડી બારીમાંથી ચન્દ્ર સાથે ગોઠડી માંડી છે. નરી શુદ્ધ કવિતાની કોટિનું એ દ્રશ્ય યાદ આવી ગયું અને યાદ આવ્યા જાપાની હાયકુ – | ||
{{Poem2Close}} | |||
{{center|'''<poem>ચન્દ્રકવિ | {{center|'''<poem>ચન્દ્રકવિ | ||
| Line 38: | Line 39: | ||
થાક હરવા.” | થાક હરવા.” | ||
{{right|''-બાશો''}}</poem>'''}} | {{right|''-બાશો''}}</poem>'''}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Revision as of 01:16, 10 June 2025
આહવામાં પહાડી પર ગેસ્ટ હાઉસની અગાશી પર સૂર્યનું અભિવાદન કરવા, તેનું અભિવાદન ઝીલવા આવ્યો છું, સાગ, સાદડમાં વૃક્ષો પર પાન નથી. શુષ્ક શાખા પ્રશાખા. મંજરીની ડૂંખો અને શુષ્ક ફલ મૌન ઊભાં છે. એક પાછળ એક સ્થિર થઈ ગયેલા ઊંચા તરંગ જેવા નીલા લીલા પર્વતો વાદળોની ઘૂસરતમાં ખોવાયા છે. વૃક્ષોમાં પાન નથી. તેથી તે ઊભાં છે શાંત સ્તબ્ધ. પાંદડાઓની એ નાચતી રેખાઓ, ફરફરતી ધ્વજરેખાઓની ખોટ વૃક્ષોએ અનેક બંકિમ અંગભંગીમાં મચતા થડ, ડાળ – ટગડાળ શાખા – પ્રશાખાથી પૂરી પાડી છે. દરેક વૃક્ષોના વાંક વળાંકો લય કે રેખાઓ અલગ. મને ય ઉમાશંકરની જેમ થાય છે કે ‘ચિત્રકાર ન હોવાનો આટલો અફસોસ ક્યારેય ન હતો.’ જમીનમાંથી જ એક નર્તન ન ફૂટી નીકળ્યું હોય !
વચ્ચે ખીણમાં કૂકડિયા કુંભારનો ખીણની ગુહાને ગજવતો ગંભીર અવાજ સંભળાયો. ત્યાં તો વળી ચૂપ થઈ ગયેલો બપૈયો ફરી બોલ્યો. પિવ પી…. પિવ પી… પિવ પી….. અકથ્ય વેદનાના ઉપાડથી ઊંચે સ્વરે શરૂ કરેલું તેનું વિરહગાન પિ… પિયુ… પિ… પિયુ… પર ઠરી ફરી જંગલમાં શમી ગયું. બપૈયાના આ અવાજને સાહિત્ય લોકસાહિત્યમાં વિરહભાવ સાથે કેમ જોડ્યો હશે તે સમજાય છે. એ અવાજમાં એક કરૂણતા વિહવળતા અને આર્જવતા છે. નાચતી ફૂત્કી અને બુલબુલના આનંદ ટહૂકા ચાલું જ છે. કાળા કાગડાઓનો અવાજ પણ સવારનો મલાજો પાળવા નરમ બન્યો છે, આ સવારના નરમ વન તડકામાં તેના કા… કા… અવાજમાં લગરીકે ય કર્કશતા નથી. નાનકડી કાબરોનો ઉત્સાહ માતો નથી. તે જાત જાતના અવાજો કાઢી એનામાં ઘુમરાતા અવ્યક્ત વ્યક્ત કરે છે, જે મારા માટે તો પાછું અવ્યક્ત જ રહે છે. આ પક્ષીઓની બોલી જાણી શક્યા હોત તો આપણે અત્યારે એક-બે ભાવોનું જ આરોપણ કરીએ છે તેને બદલે પંખીઓનો આખો ભાવલોક ખુલ્યો હોત. અહીં સવારમાં જાણે પંખસ્વરનું મખમલી વસ્ત્ર વણાઈ રહ્યું છે. કાબર કાગડા સ્વરના તાણાવાણામાં બપૈયા બુલબુલ ફુત્કીના સ્વર બુટ્ટાઓ, સૂરવેલિઓ ભરાયા કરે છે.
રેસ્ટ હાઉસની પાછળ પગીની ઓરડીના આંગણામાં પાંજરામાં પોપટ એક જ સ્વરે પઢ્યા કરે છે. ‘પોપટ પઢો’ બહારના વન પંખી બોલે છે ટહૂકે છે ચહેકે છે અને આ પોપટ બોલતો નથી પઢે છે. ગોળ લાલ આંખો મીંચતો તે જોઈ રહે છે સામે વન તરફ. એક વન તેની સામે છે એક વન તેની અંદર.
ઉપર ઝળુંબેલા વાદળમાં ક્યાંક છીંડું પડ્યું છે. દૂર ડુંગર પર તેજના એ ટુકડામાં વનનો એ ભાગ જાણે કૅમેરાના ફિલ્ડમાં ફોકસ કર્યો હોય અથવા તો રંગમંચ પર કોઈ વિસ્તારમાં પ્રકાશ વર્તુળથી ફોકસ કર્યું હોય તેવું લાગે છે. આ ફિલ્ડના વૃક્ષોની રેખાએ રેખાએ સ્પષ્ટ કળાય છે. આજુબાજુ વાદળ છાયો ભાગ હજી ધૂંધળો જ છે. હવામાં સુક્કા પાંદડાંની અને ઘાસની એક Organic ગંધ છે. અચાનક વાદળો થોડા વિખેરાયા અને નરમ સુવર્ણ તડકામાં સાગના સાદડના ઝાંખર સોટા ચળકી ઊઠ્યા. થડનો કરકરો સુભગ સ્પર્શ પ્રત્યક્ષ થયો. અત્યાર સુધી ધુમ્મસે આ ટેક્સચર સપાટીને એકરૂપ કરી નાખી હતી તે બધું સ્પષ્ટ થયું.
“પ્રવેશ્યો નહીં
પણ આદરમાં ઊભો રહ્યો બહાર
પાનખર પર્ણમંદિર.”
સામાન્ય રીતે ભક્તિ, આદરથી આપણે મંદિરમાં પ્રવેશ કરીએ પણ આ પાનખરનું જંગલ. ખરેલાં પાંદડાઓનું પર્ણમંદિર અંદર જાવ તો શાંતિ અળપાઈ જાય. માટે જ તો કવિ આદરમાં બહાર જ ઊભા રહ્યા.
આજે બુદ્ધપૂર્ણિમા છે. પૂર્ણિમા સાથે શ્રાવણી પૂનમ, શરદ પૂનમ, ચૈત્રી પૂનમ જેવા વિશેષણો જોડાય તે ગમે છે પણ કોઈ વ્યક્તિ કે અવતાર તેની સાથે જોડાય તે જચતું નથી . બુદ્ધનો જન્મ, નિર્વાણ અને સંબોધિપ્રાપ્તિ આ જ દિવસે થઈ તેથી તેની સાથે આપણે બુદ્ધને જોડ્યાં જો કે વૈશાખના આ પૂર્ણચન્દ્રને તેની કશી જ પડી નથી.
રાત્રે ફરી રેસ્ટ હાઉસની અગાસી પર સવારે સૂર્યના આમંત્રણથી ઉપર આવ્યો હતો, સાંજે અસ્તાચળના આકાશે બોલાવ્યો હતો. અત્યારે રાત્રે ચન્દ્રે નિમંત્રણ આપ્યું છે. એક બાજુ છે આહવા – ‘નાનેરૂ ગામ શ્રમથી જરા વિસમ્યું લગાર.’ સ્ટ્રિટ લાઇટોના ચોકી પહેરામાં સુતેલું ગામ અને બીજી તરફ સહયાદ્રીની ગિરિમાળા. નજીકના સાગના ઝાડના રેખાચિત્રો ખીણમાં ઊમટેલી ધુંધળાશની પશ્વાદભૂમાં દેખાય છે. આ સમયે બધું એકસાથે રમણીય અને રહસ્યમય થઈ ગયું છે. ‘પરણ પરની કીડી ય ઘરે શી રમણીયતા’ના આ વાતાવરણમાં કોણ રોમેન્ટીક ન થઈ જાય. !
દૂર સાપુતારાની ટેકરી દેખાય છે. આમ તો પર્વત છે પણ અહીંથી દૂરથી તે ટેકરી જેવી જ લાગે છે. ત્યાં એક લાઇટ ટમટમે છે. પહાડના ઢોળાવો ઊતરતી બસ મોટરનું એક મૌન પ્રકાશ ટપકું દેખાયને અલોપ થઈ જાય છે ને પર્વતના કોઈ બીજા વળાંકે ફરી દેખાય છે. કોઈ એમ કહી શકે કે પૂર્ણિમાના આ ચન્દ્રે બધાં જ તારાઓનું તેજ હરી લીધું છે. હું તો એમ કહીશ કે ચન્દ્રે બધા તારા ગ્રહો નિહારિકાઓનું તેજ સંચિત કર્યું છે. ચન્દ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે આકાશના આ મહાપટનું મહત્વ પણ ગૌણ થઈ જાય. ઉપર નીરખી રહેવાય રૂપેરી ચન્દ્રને અને નીચે નવેસરથી રચેલી ચન્દ્રઘૌત પૃથ્વીને. અગાસી પર સાથે સાથીદાર ટ્રાંઝીસ્ટરને લાવ્યો છું. મીટર સહેજ ફેરવતાં ખીણમાં રેલાય છે ગીતો, સમાચારો, સીમ્ફનીઓ, અરબસ્તાનની જીપ્સી ધૂનો, ગઝલો, ગંભીર ઘેર આલાપો. સ્ફૂર્તતાનો…. અચાનક વિણા સહસ્રબુદ્ધેનો આભોગી પકડાયો. ટ્રાંઝીસ્ટરનો અવાજ થોડો મોટો કરી આભોગીનો આલાપ વનમાં ખીણમાં રેલાવા દઉં છું. વીણા સહસ્રબુદ્ધે ધન્ય થઈ ગઈ. અને આહવાની આ ખીણ પણ.
ગઈ કાલે જ વઘઈથી આહવાના રસ્તે રાત્રે આવ્યો હતો ત્યારે ચાંદનીમાં રસાયેલું વન જોયું હતું. ચન્દ્રને મેં પહાડે પહાડે, વને વને, વૃક્ષે વૃક્ષે, ડાળિયે ડાળિયે, વાંસના ઝુંડે ઝુંડે ટાંગ્યો હતો. તેને સાગના થડની પાછળ, પર્વતની ધાર પર, વાંસના ઝુંડ પાછળ, નદીના સ્થિર જળમાં ઝિલાયેલો જોયો હતો. ક્ષીણ જળરેખા ચાંદનીના પ્રકાશમાં દોડતા ચન્દ્રને જોઉં છું. કદાચ આ ક્ષણે આ પૃથ્વી પર એક હું જ તેને જોઈ રહ્યો હોઉં તેવું બને. ડૉ. ઝિવાગો ફિલ્મમાં યુદ્ધ કેદીઓને હિચકતી ટ્રેઈનમાં ખસેડતા હોય છે. શ્વાસ લેવાનીય જગ્યા નહીં. બધે થપ્પીની જેમ ખડકેલા કેદીઓ. સાઈબિરીયાના બરફ છવાયેલા જંગલો મેદાનોમાંથી ટ્રેઈન પસાર થાય છે. ટ્રેઈનની અંદર છે દોજખ, બહાર છે બરફ પર રસળતી ચાંદની. આવી સ્થિતમાંય ડૉ.યુરી ઝિવાગોએ ટ્રેઈનની એક નાનકડી બારીમાંથી ચન્દ્ર સાથે ગોઠડી માંડી છે. નરી શુદ્ધ કવિતાની કોટિનું એ દ્રશ્ય યાદ આવી ગયું અને યાદ આવ્યા જાપાની હાયકુ –
ચન્દ્રકવિ
“મારી સાથે પર્વતની ભેખડ પર
એક બીજો કવિ
સાથે મહેમાન
આ ગ્રીષ્મનો ચન્દ્ર.”
-ક્યોરાઈ
વાદળો
“સમય સમયસર આવે છે
વાદળો ચન્દ્રદર્શનથી કલાંત આંખોનો
થાક હરવા.”
-બાશો