ચિરકુમારસભા/સર્જક-પરિચય: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading|પરિચય}} File: {{center|{{SetTitle}}લેખક-પરિચય : રમણલાલ સોની (જ. 25.1.1908 – અવ. 20.9.2006)}} {{Poem2Open}} ગુજરાતી ભાષાના એ એક સુખ્યાત બાળ-સાહિત્યકાર અને એક સમર્થ અનુવાદક હતા. સતત ૭ દાયકાથી પણ વધારે વર્ષો સુધી એમણે...") |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પરિચય}} | {{Heading|પરિચય|લેખક-પરિચય : રમણલાલ સોની (જ. 25.1.1908 – અવ. 20.9.2006)}} | ||
[[File: | [[File: Ramanlal-Soni-239x300.jpg|frameless|center]]<br> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 15: | Line 13: | ||
મોડાસાના વતની આ લેખકની શરૂઆતની કારકિર્દી શિક્ષક તરીકેની રહી. આઝાદીની લડતમાં સંકળાયા પછી એ જીવનપર્યંત સમાજહિતનાં કાર્યોમાં ને લેખન-અનુવાદની સાધનામાં રત રહ્યા. જૈફ વયે એમને મળેલો રણજિતરામ સુવર્ણચંદ્રક એમનાથી ધન્ય થયો. | મોડાસાના વતની આ લેખકની શરૂઆતની કારકિર્દી શિક્ષક તરીકેની રહી. આઝાદીની લડતમાં સંકળાયા પછી એ જીવનપર્યંત સમાજહિતનાં કાર્યોમાં ને લેખન-અનુવાદની સાધનામાં રત રહ્યા. જૈફ વયે એમને મળેલો રણજિતરામ સુવર્ણચંદ્રક એમનાથી ધન્ય થયો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Right|– રમણ સોની}} | {{Right|– રમણ સોની}} | ||
Latest revision as of 16:25, 10 June 2025
લેખક-પરિચય : રમણલાલ સોની (જ. 25.1.1908 – અવ. 20.9.2006)
ગુજરાતી ભાષાના એ એક સુખ્યાત બાળ-સાહિત્યકાર અને એક સમર્થ અનુવાદક હતા.
સતત ૭ દાયકાથી પણ વધારે વર્ષો સુધી એમણે સહજ, સરળ, કલ્પનાશીલ અને વિસ્મયસભર બાળ-કવિતા-વાર્તા અને ટૂંકાં નાટકોનાં અનેક પુસ્તકો લખ્યાં; ‘વિશ્વની લોકકથાઓ’ જેવાં સરળ ભાવાનુવાદવાળાં સંકલનો કરી આપ્યાં અને ‘ગુરુદેવ રવીદ્રનાથ‘ જેવાં પ્રેરક ને રસપ્રદ ચરિત્રો લખ્યાં. એમની સર્જકતાએ ઘણી પેઢીઓનાં બાળ-કિશોરોની રસવૃત્તિને પોષણ આપ્યું.
અનુવાદક તરીકે પણ એમની એવી જ દીર્ઘ સાધના રહી. ઉત્તમ બંગાળી લેખકો શરદબાબુ અને રવીદ્રનાથનાં અનેક વાર્તા-નવલકથાઓનાં પુસ્તકોના, મૂળને અનુસરતા ને છતાં ગુજરાતીમાં જ લખાયા હોય એવા સહજ-પ્રવાહી અનુવાદોથી એમણે અનેક વાચકોને ઉત્તમ ને રસાળ અનુવાદો સંપડાવ્યા. અંગ્રેજીમાંથી શેરલોક હોમ્સની જાણીતી ડિટેક્ટીવ વાર્તાઓના (10 પુસ્તકોમાં) એવા જ સહજ-રસાળ અનુવાદો પણ એમણે આપ્યા.
મોડાસાના વતની આ લેખકની શરૂઆતની કારકિર્દી શિક્ષક તરીકેની રહી. આઝાદીની લડતમાં સંકળાયા પછી એ જીવનપર્યંત સમાજહિતનાં કાર્યોમાં ને લેખન-અનુવાદની સાધનામાં રત રહ્યા. જૈફ વયે એમને મળેલો રણજિતરામ સુવર્ણચંદ્રક એમનાથી ધન્ય થયો.
– રમણ સોની
