52
edits
No edit summary |
No edit summary |
||
| Line 177: | Line 177: | ||
‘આ લોકો અમારી શાદી કરી આપે એમ નહોતાં, અમારાથી એકબીજા સિવાય રહી શકાય તેમ નહોતું. અંતે એક દિવસ અમે બંને ઘરમાંથી થોડુંઘણું જે હાથ આવ્યું તે રોકડ અને થોડો દાગીનો લઈ પિંડી છોડી નાસી ગયાં.’ | ‘આ લોકો અમારી શાદી કરી આપે એમ નહોતાં, અમારાથી એકબીજા સિવાય રહી શકાય તેમ નહોતું. અંતે એક દિવસ અમે બંને ઘરમાંથી થોડુંઘણું જે હાથ આવ્યું તે રોકડ અને થોડો દાગીનો લઈ પિંડી છોડી નાસી ગયાં.’ | ||
વાતોમાં રસ એકદમ ઓચિંતો જ વધી પડ્યો. મારો નાનો છોકરો પણ ટગર ટગર એકીનજરે ગુલામદીન સામે જોઈ રહ્યો. પત્નીએ પણ મારી સામે જોઈ હસી લીધું. મેં | વાતોમાં રસ એકદમ ઓચિંતો જ વધી પડ્યો. મારો નાનો છોકરો પણ ટગર ટગર એકીનજરે ગુલામદીન સામે જોઈ રહ્યો. પત્નીએ પણ મારી સામે જોઈ હસી લીધું. મેં પૂછ્યું : | ||
‘ક્યાં ગયાં તમે લોકો?’ | ‘ક્યાં ગયાં તમે લોકો?’ | ||
‘બસ, અહીંથી લીઆલપુર ચાલ્યાં ગયાં. ત્યાં ખૂબ મોજ કરી. જે સાથે લીધું હતું એ અમને | ‘બસ, અહીંથી લીઆલપુર ચાલ્યાં ગયાં. ત્યાં ખૂબ મોજ કરી. જે સાથે લીધું હતું એ અમને વરસેકદિવસ પૂરું થાય એમ હતું. ત્યાં કોઈ નોકરીની તલાશમાં તો હું હતો જ, પણ ક્યાંય નોકરી મળતી નહોતી. એમ ને એમ ચાર-છ મહિના નીકળી ગયા ત્યાં મને ખબર મળી કે મારી આયેશાના બાપના માણસોને અમારો પત્તો લાગ્યો છે અને એ લોકો કંઈ પગલાં લેવાની પેરવી કરે છે. તેથી ઓચિંતાં જ ત્યાંથી નાસી અમે સહરાનપુર પહોંચ્યાં. | ||
‘એ દિવસો અમારા સુખના હતા. અમનચમનના હતા. અમે બંને એકબીજાના પ્યારમાં મસ્ત હતાં. નાજુક ગુલાબકળી જેવી લાગતી આયેશા ધીમે ધીમે પૂરા ખીલેલાં ગુલેગુલાબ જેવી બનતી જતી હતી. એ મને એટલું ચાહતી! અને હું? હું તો એના ઉપર દુનિયા ફિદા કરવાને તૈયાર હતો.’ | ‘એ દિવસો અમારા સુખના હતા. અમનચમનના હતા. અમે બંને એકબીજાના પ્યારમાં મસ્ત હતાં. નાજુક ગુલાબકળી જેવી લાગતી આયેશા ધીમે ધીમે પૂરા ખીલેલાં ગુલેગુલાબ જેવી બનતી જતી હતી. એ મને એટલું ચાહતી! અને હું? હું તો એના ઉપર દુનિયા ફિદા કરવાને તૈયાર હતો.’ | ||
ગુલામદીને મારી સામે જોયું. તેની આંખોમાંયે ખરેખર દુનિયા ફિદા કરવાનો ભાવ તરી આવતો હતો. પણ તરત જ હસીને | ગુલામદીને મારી સામે જોયું. તેની આંખોમાંયે ખરેખર દુનિયા ફિદા કરવાનો ભાવ તરી આવતો હતો. પણ તરત જ હસીને બોલ્યો : | ||
‘દુનિયા | ‘દુનિયા ફિદા કરવાને બદલે ખિસ્સામાં ફિદા કરવા માટે જે થોડાઘણા પૈસા રહ્યા હતા તે પણ ખૂટવા આવ્યા હતા. નોકરી નહોતી. અહીં પણ પેલા માણસોને ખબર પડી જાય તો શું કરવું તે ચિંતા હતી. એ બધું ઓછું હોય તેમ એક ચિંતા વધી પડી. આયેશા… આયેશાને…’ તે જરા થોથવાયો. | ||
‘આયેશા માતા બનવાની હતી તેમ લાગ્યું, | ‘આયેશા માતા બનવાની હતી તેમ લાગ્યું, એમને?’ મેં એને મૂંઝવણમાંથી ઉગારી લેવા કહ્યું. | ||
‘હા જી, હવે શું કરવું? ઘણા-ઘણા વિચારોને અંતે એક પગલું લેવાનું અમે નક્કી કર્યું. આયેશાને ત્યાં જ મૂકી હું પિંડી તરફ ઊપડી ગયો.’ | ‘હા જી, હવે શું કરવું? ઘણા-ઘણા વિચારોને અંતે એક પગલું લેવાનું અમે નક્કી કર્યું. આયેશાને ત્યાં જ મૂકી હું પિંડી તરફ ઊપડી ગયો.’ | ||
| Line 195: | Line 195: | ||
‘એને મૂકી તું નાસી ગયો?’ મારી પત્નીથી પુછાઈ જવાયું. | ‘એને મૂકી તું નાસી ગયો?’ મારી પત્નીથી પુછાઈ જવાયું. | ||
‘ના, ના, | ‘ના, ના, બાઈસાહેબ, આ ગુલામદીન મરવું કબૂલ કરે પણ એવું ન કરે. હું પિંડી ગયો. રાતના બારેક વાગ્યે ઘેર જઈ મેં મારા બાપને બધી વાત કરી. મને થોડીઘણી મદદ આપવા તેણે વચન આપ્યું પણ તેથી શું વળે? હું રાતે જ આયેશાના બાપ પાસે પહોંચ્યો. મને જોતાં જ તે તો ગર્જી ઊઠ્યો : | ||
‘સુવ્વર, નિમકહરામ, બદમાશ, મારી દીકરીને ક્યાં નાખી આવ્યો?’ | ‘સુવ્વર, નિમકહરામ, બદમાશ, મારી દીકરીને ક્યાં નાખી આવ્યો?’ | ||
‘બીજું તો ઘણું ઘણું તેણે મને કહ્યું. | ‘બીજું તો ઘણું ઘણું તેણે મને કહ્યું.’ | ||
‘મેં તેને શાંત રહેવા માંડ માંડ સમજાવ્યો. અમારી આખી વાત કરી. અમે શાદી કરી હતી, બચ્ચું પણ આવવાની તૈયારી હતી. હવે અમારી સાથે વેર રાખવાથી કશું વળે તેમ નહોતું. એવું એવું તો ઘણું કહ્યું. અંતે હવે પિંડી ચાલ્યાં આવીએ તો એ કશો વાંધો નહિ લે તેવું વચન તેની પાસેથી લીધું. તેણે આયેશાના ખાવિંદ તરીકે મને કબૂલ રાખવા છેવટે રહી રહીને વચન આપ્યું. અમારી સાથે વ્યવહાર રાખવા તે કોઈ રીતે કબૂલ ન થયો. આખી રાત એમાં જ ગઈ. | ‘મેં તેને શાંત રહેવા માંડ માંડ સમજાવ્યો. અમારી આખી વાત કરી. અમે શાદી કરી હતી, બચ્ચું પણ આવવાની તૈયારી હતી. હવે અમારી સાથે વેર રાખવાથી કશું વળે તેમ નહોતું. એવું એવું તો ઘણું કહ્યું. અંતે હવે પિંડી ચાલ્યાં આવીએ તો એ કશો વાંધો નહિ લે તેવું વચન તેની પાસેથી લીધું. તેણે આયેશાના ખાવિંદ તરીકે મને કબૂલ રાખવા છેવટે રહી રહીને વચન આપ્યું. અમારી સાથે વ્યવહાર રાખવા તે કોઈ રીતે કબૂલ ન થયો. આખી રાત એમાં જ ગઈ. સવારે છ વાગ્યાની ટ્રેનમાં હું પાછો સહરાનપુર જવા ઊપડી ગયો.’ | ||
‘ત્રીજે દિવસે અમે બંને ફરી પાછાં પ્યારા પિંડીમાં દાખલ થઈ ગયાં.’ | |||
‘ત્રીજે દિવસે અમે બંને ફરી પાછાં પ્યારા પિંડીમાં દાખલ થઈ ગયાં. | |||
‘ફરી પાછાં મારા હાથમાં મારાં ગાડી-ઘોડો આવી પડ્યાં.’ | ‘ફરી પાછાં મારા હાથમાં મારાં ગાડી-ઘોડો આવી પડ્યાં.’ | ||
| Line 223: | Line 219: | ||
લગામ ફરી ખેંચાતાં ઘોડાના કાન ઊંચા થયા અને ગાડી આગળ ચાલી. | લગામ ફરી ખેંચાતાં ઘોડાના કાન ઊંચા થયા અને ગાડી આગળ ચાલી. | ||
‘ગુલામદીન, તુંયે જબરો છે હોં! આટઆટલું સહન કર્યું એને માટે ને છેવટે એને જ તલ્લાક | ‘ગુલામદીન, તુંયે જબરો છે હોં! આટઆટલું સહન કર્યું એને માટે ને છેવટે એને જ તલ્લાક દીધી?’ એને જૂની વાત ઉપર લાવવા કહ્યું. | ||
‘એ જ તો કમનસીબી | ‘એ જ તો કમનસીબી છેને, હજૂર? જિંદગી જ એવી છે… પણ હું આપને બાકીની વાત કરું. | ||
‘અહીં આવ્યા પછી ચાર મહિના તો સુખચેનમાં નીકળી ગયા. શરૂશરૂમાં દોસ્તબિરાદરો જાતજાતની ઠઠ્ઠામશ્કરી કરતા હતા પણ પછી તો તેયે શાંત થઈ ગયા. એટલા વખતમાં તો હું એક બચ્ચાનો બાપ થઈ ગયો.’ | ‘અહીં આવ્યા પછી ચાર મહિના તો સુખચેનમાં નીકળી ગયા. શરૂશરૂમાં દોસ્તબિરાદરો જાતજાતની ઠઠ્ઠામશ્કરી કરતા હતા પણ પછી તો તેયે શાંત થઈ ગયા. એટલા વખતમાં તો હું એક બચ્ચાનો બાપ થઈ ગયો.’ | ||
| Line 239: | Line 235: | ||
‘પણ એક દિવસ કંઈક બન્યું અને મારી મોજમાં ડંખ ઉમેરાયો.’ ગુલામદીનનો સાદ હવે જરા વ્યથિત બન્યો. | ‘પણ એક દિવસ કંઈક બન્યું અને મારી મોજમાં ડંખ ઉમેરાયો.’ ગુલામદીનનો સાદ હવે જરા વ્યથિત બન્યો. | ||
મારી પત્નીએ મને | મારી પત્નીએ મને કહ્યું : | ||
‘બિચારો વાત તો બધી સાચી કરતો લાગે છે. પેલી માટે લાગણી પણ ખૂબ લાગે છે.’ | ‘બિચારો વાત તો બધી સાચી કરતો લાગે છે. પેલી માટે લાગણી પણ ખૂબ લાગે છે.’ | ||
‘એ તો એણે પેલીને રસ્તા ઉપર જોઈ ત્યારે જ દેખાઈ આવ્યું હતું.’ મેં પત્નીને કહ્યું. પછી ગુલામદીન તરફ ફરી | ‘એ તો એણે પેલીને રસ્તા ઉપર જોઈ ત્યારે જ દેખાઈ આવ્યું હતું.’ મેં પત્નીને કહ્યું. પછી ગુલામદીન તરફ ફરી પૂછ્યું : | ||
‘પછી શું થયું, ગુલામદીન?’ | ‘પછી શું થયું, ગુલામદીન?’ | ||
‘એક રાતે ગાડી તબેલામાં મૂકી હું કોઈ ગીતની લીટીઓ લલકારતો લલકારતો ઘર તરફ ચાલ્યો જતો હતો ત્યાં મારો એક દોસ્ત મને મળ્યો. ખૂબ લહેરમાં હતો. | ‘એક રાતે ગાડી તબેલામાં મૂકી હું કોઈ ગીતની લીટીઓ લલકારતો લલકારતો ઘર તરફ ચાલ્યો જતો હતો ત્યાં મારો એક દોસ્ત મને મળ્યો. હું ખૂબ લહેરમાં હતો. | ||
‘કેમ દોસ્ત, કેમ છે?’ મેં એની પીઠ થાબડીને પૂછ્યું. | ‘કેમ દોસ્ત, કેમ છે?’ મેં એની પીઠ થાબડીને પૂછ્યું. | ||
‘બરોબર છે, ગુલામદીન, તું તો કંઈ ઓર | ‘બરોબર છે, ગુલામદીન, તું તો કંઈ ઓર મોજમાં લાગે છે.’ તેણે કહ્યું. | ||
‘શા માટે મોજમાં ન હોઉં?’ | ‘શા માટે મોજમાં ન હોઉં?’ | ||
| Line 267: | Line 263: | ||
‘છે શું દોસ્ત? ન કહે તો તને ખુદાના કસમ.’ મેં તેનો હાથ મજબૂત રીતે પકડી કહ્યું. | ‘છે શું દોસ્ત? ન કહે તો તને ખુદાના કસમ.’ મેં તેનો હાથ મજબૂત રીતે પકડી કહ્યું. | ||
‘કહું ન | ‘કહું ન કહું – ના વિચારો તેના મગજમાંથી અનેક વાર પસાર થઈ ગયા એ તો થોડી વારમાં મેં જોઈ લીધું. મેં ફરી એને વાત કરવા વિનંતી કરી.’ | ||
‘તને દુઃખ થશે યાર.’ તેણે કહ્યું. | ‘તને દુઃખ થશે યાર.’ તેણે કહ્યું. | ||
ગમે એટલું દુઃખ થાય પણ મારે વાત સાંભળવી જ હતી. મેં એને હજીયે વધારે આગ્રહ કર્યો ત્યારે એણે ભારે અવાજે | ગમે એટલું દુઃખ થાય પણ મારે વાત સાંભળવી જ હતી. મેં એને હજીયે વધારે આગ્રહ કર્યો ત્યારે એણે ભારે અવાજે કહ્યું : | ||
‘તું મારો દોસ્ત છે એટલે કહ્યા વિના પણ છૂટકો નથી ને કહેવું ગમતું પણ નથી.’ | |||
ફરી પાછો તે મૂંગો થઈ ગયો. | ફરી પાછો તે મૂંગો થઈ ગયો. | ||
મેં તેને ઢંઢોળી ઢંઢોળીને | મેં તેને ઢંઢોળી ઢંઢોળીને કહ્યું : | ||
‘હવે જે હોય તે કહી | ‘હવે જે હોય તે કહી નાખને, યાર.’ | ||
‘આજે મેં તારી આયેશાને બીજા કોઈ મરદ સાથે વાત કરતાં જોઈ.’ | ‘આજે મેં તારી આયેશાને બીજા કોઈ મરદ સાથે વાત કરતાં જોઈ.’ | ||
| Line 289: | Line 287: | ||
‘મારા દિલમાં ગુસ્સો, ઈર્ષ્યા, અપમાનનું ભાન એટલાં બધાં જાગી ઊઠ્યાં હતાં કે મારો દિમાગ મારા હાથમાં નહોતો.’ | ‘મારા દિલમાં ગુસ્સો, ઈર્ષ્યા, અપમાનનું ભાન એટલાં બધાં જાગી ઊઠ્યાં હતાં કે મારો દિમાગ મારા હાથમાં નહોતો.’ | ||
તેના અવાજમાં ક્રોધની ઝણઝણાટી સ્પષ્ટ પરખાઈ આવતી હતી. મને આશ્ચર્ય થયું. તેની પત્નીએ કોઈની સાથે વાત કરી એમાં આટલું બધું શું થઈ ગયું? તેને પોતે આટલી બધી ચાહતો હતો છતાંય? મેં તેને કહ્યું | તેના અવાજમાં ક્રોધની ઝણઝણાટી સ્પષ્ટ પરખાઈ આવતી હતી. મને આશ્ચર્ય થયું. તેની પત્નીએ કોઈની સાથે વાત કરી એમાં આટલું બધું શું થઈ ગયું? તેને પોતે આટલી બધી ચાહતો હતો છતાંય? મેં તેને કહ્યું પણ : | ||
‘તે એમાં શું થયું, ગુલામદીન? કોઈની સાથે વાત પણ ન કરે?’ | ‘તે એમાં શું થયું, ગુલામદીન? કોઈની સાથે વાત પણ ન કરે?’ | ||
| Line 299: | Line 297: | ||
‘હવે કોનો પડદો રાખે?’ ગુલામદીન કચવાટથી બોલ્યો. | ‘હવે કોનો પડદો રાખે?’ ગુલામદીન કચવાટથી બોલ્યો. | ||
‘હવે તો તને લહેર. નથી કોઈની ઓરત, નથી કોઈની લડકી. | ‘હવે તો તને લહેર. નથી કોઈની ઓરત, નથી કોઈની લડકી. એકલી રહે છે, ને કંઈ કસબ આવડે છે તે ખાયપીએ ને મજા કરે છે.’ | ||
‘પણ એ વાત કરે એમાં થઈ શું ગયું, ગુલામદીન? આ મારી બીબી તો ગમે તેની સાથે બોલે, હસે, હરેફરે તોપણ મને કંઈ ન થાય.’ મેં કહ્યું. | ‘પણ એ વાત કરે એમાં થઈ શું ગયું, ગુલામદીન? આ મારી બીબી તો ગમે તેની સાથે બોલે, હસે, હરેફરે તોપણ મને કંઈ ન થાય.’ મેં કહ્યું. | ||
| Line 311: | Line 309: | ||
‘તે શું એટલા ખાતર તેં એને છોડી દીધી?’ મારા તેના પ્રત્યેના માનની માત્રા પણ થોડીઘણી ઘટી ગઈ હોય એવા અવાજે મેં પૂછ્યું. | ‘તે શું એટલા ખાતર તેં એને છોડી દીધી?’ મારા તેના પ્રત્યેના માનની માત્રા પણ થોડીઘણી ઘટી ગઈ હોય એવા અવાજે મેં પૂછ્યું. | ||
‘ના રે ના, એમ કંઈ હું ગાંડો હતો? ગુસ્સાથી કંપતો હું ઘેર ગયો. સીધો મારા ઓરડામાં ગયો. આયેશાએ મને જોયો અને મારી સામે હસી. એટલું મીઠું, એટલું મોહક! પણ મેં તેની સામે પૂરું જોયું પણ નહિ. હું કંઈક બોલવા જતો હતો પણ તેણે નાકે હાથ મૂકી મને ચૂપ રહેવા કહ્યું. અમારા | ‘ના રે ના, એમ કંઈ હું ગાંડો હતો? ગુસ્સાથી કંપતો હું ઘેર ગયો. સીધો મારા ઓરડામાં ગયો. આયેશાએ મને જોયો અને મારી સામે હસી. એટલું મીઠું, એટલું મોહક! પણ મેં તેની સામે પૂરું જોયું પણ નહિ. હું કંઈક બોલવા જતો હતો પણ તેણે નાકે હાથ મૂકી મને ચૂપ રહેવા કહ્યું. અમારા બચ્ચાંને તે સુવાડતી હતી. મારા અવાજથી તે જાગી જાય તો?’ | ||
હું મહામહેનતે બોલતો અટક્યો. બાળકને જલદી સુવાડી દેવા આયેશાએ એકબે હાલરડાં ગાયાં. તેના અવાજની મીઠાશે મને અર્ધો ઠંડો કરી દીધો. છતાં મારો ગુસ્સો તો કાયમ જ હતો. માત્ર અવાજ ઉપર હું કાબૂ મેળવી શક્યો. બાબો ઊંઘી ગયો કે તરત મેં | હું મહામહેનતે બોલતો અટક્યો. બાળકને જલદી સુવાડી દેવા આયેશાએ એકબે હાલરડાં ગાયાં. તેના અવાજની મીઠાશે મને અર્ધો ઠંડો કરી દીધો. છતાં મારો ગુસ્સો તો કાયમ જ હતો. માત્ર અવાજ ઉપર હું કાબૂ મેળવી શક્યો. બાબો ઊંઘી ગયો કે તરત મેં પૂછ્યું : | ||
‘આજે રસ્તા ઉપર કોની સાથે વાત કરતી હતી, આયેશા?’ | ‘આજે રસ્તા ઉપર કોની સાથે વાત કરતી હતી, આયેશા?’ | ||
તે જરા ચમકી હોય તેમ લાગ્યું પણ તેણે | તે જરા ચમકી હોય તેમ લાગ્યું પણ તેણે કહ્યું : ‘કોઈનીય સાથે નહિ.’ | ||
‘મને અઝીઝે | ‘મને અઝીઝે કહ્યુંને? જૂઠું શા માટે બોલે છે?’ મારો અવાજ સહેજ મોટો થયો. | ||
‘ઓહો! એ કે? એ તો સકીનાનું ઘર જડતું નહોતું તે હું કોઈને પૂછતી હતી.’ તેણે નિર્દોષ સાદે કહ્યું. | ‘ઓહો! એ કે? એ તો સકીનાનું ઘર જડતું નહોતું તે હું કોઈને પૂછતી હતી.’ તેણે નિર્દોષ સાદે કહ્યું. | ||
| Line 331: | Line 329: | ||
‘પછી પણ મહિનાઓ જવા લાગ્યા. એમાં બેત્રણ વાર જુદા જુદા માણસોએ મને કહ્યું કે ક્યાંક ને ક્યાંક આયેશાને કોઈક મર્દ સાથે વાત કરતાં તે લોકોએ જોઈ છે. હું આયેશાને એ વિશે કહેતો, ખિજાતો, પણ એ વાત હસીને ઉડાવી દેતી અને કંઈ ને કંઈ બહાનાં કાઢી છટકી જતી. મને મનમાં તો થતું કે આ વાત સાચી છે, પણ નજરે જોયા સિવાય કશું ન કરવું એવું મેં નક્કી કર્યું હતું એટલે વિશેષ ઝઘડો હું કરતો નહિ. માત્ર તેના ઉપર તકેદારી વધારે રાખતો.’ | ‘પછી પણ મહિનાઓ જવા લાગ્યા. એમાં બેત્રણ વાર જુદા જુદા માણસોએ મને કહ્યું કે ક્યાંક ને ક્યાંક આયેશાને કોઈક મર્દ સાથે વાત કરતાં તે લોકોએ જોઈ છે. હું આયેશાને એ વિશે કહેતો, ખિજાતો, પણ એ વાત હસીને ઉડાવી દેતી અને કંઈ ને કંઈ બહાનાં કાઢી છટકી જતી. મને મનમાં તો થતું કે આ વાત સાચી છે, પણ નજરે જોયા સિવાય કશું ન કરવું એવું મેં નક્કી કર્યું હતું એટલે વિશેષ ઝઘડો હું કરતો નહિ. માત્ર તેના ઉપર તકેદારી વધારે રાખતો.’ | ||
‘એક દિવસ મને પુરાવો મળી ગયો; મારું માથું દુખતું હતું, તાવ આવે એમ લાગતું હતું. આયેશા સકીનાને ઘેર જવાની વાત કરતી હતી તે ઉપરથી લાગતું હતું | ‘એક દિવસ મને પુરાવો મળી ગયો; મારું માથું દુખતું હતું, તાવ આવે એમ લાગતું હતું. આયેશા સકીનાને ઘેર જવાની વાત કરતી હતી તે ઉપરથી લાગતું હતું કે આજે જરા ચોકસાઈ વધારે રાખવી. તેથી સાંજ પડ્યે જ ગાડી છોડી તબેકામાં મૂકી હું ઘર તરફ ચાલ્યો. સકીનાના ઘરવાળી ગલી રસ્તામાં જ હતી. દૂરથી મેં આયેશાને એ ગલીમાં દાખલ થતી જોઈ. હું બાજુમાં લપાઈ ગયો. સામેથી એક આદમી આવતો હતો. તે આયેશા પાસે ગયો અને ત્રણચાર મિનિટ ઊભો રહ્યો. બંનેએ વાત કરી અને આયેશા સકીનાના ઘરમાં ચાલી ગઈ. | ||
‘મારાં રોમેરોમ ઊભાં થઈ ગયાં. પેલા માણસને બોચી ઝાલી પછાડી જાન લઈ લેવાનું મને મન થયું, પણ બીજી જ પળે વિચાર આવ્યો, મારી ઓરતના વાંકે એને શા માટે મારવો? પેલીને મેં હજાર વાર ના પાડી હતી છતાં એ મારું કહ્યું નહોતી કરતી તો એને શા માટે મારવો? એ કરતાં તો કમજાતને જ પૂરી કરી નાખવી નહિ?’ | ‘મારાં રોમેરોમ ઊભાં થઈ ગયાં. પેલા માણસને બોચી ઝાલી પછાડી જાન લઈ લેવાનું મને મન થયું, પણ બીજી જ પળે વિચાર આવ્યો, મારી ઓરતના વાંકે એને શા માટે મારવો? પેલીને મેં હજાર વાર ના પાડી હતી છતાં એ મારું કહ્યું નહોતી કરતી તો એને શા માટે મારવો? એ કરતાં તો કમજાતને જ પૂરી કરી નાખવી નહિ?’ | ||
| Line 341: | Line 339: | ||
‘તો પછી એટલા માટે જ, તું આટલી ના પાડે અને એ તને આટલું બધું ચાહે, તારે ખાતર ઘરબાર, સગાંવહાલાં બધું છોડી દિયે, છતાં એવું કેમ કરતી એ?’ | ‘તો પછી એટલા માટે જ, તું આટલી ના પાડે અને એ તને આટલું બધું ચાહે, તારે ખાતર ઘરબાર, સગાંવહાલાં બધું છોડી દિયે, છતાં એવું કેમ કરતી એ?’ | ||
‘ઓરતની જાત જ એવી છે, જનાબ.’ ગુલામદીન બોલતાં તો બોલી ગયો, પછી જરા પાછળ ફરી મારી પત્નીને ઉદ્દેશીને | ‘ઓરતની જાત જ એવી છે, જનાબ.’ ગુલામદીન બોલતાં તો બોલી ગયો, પછી જરા પાછળ ફરી મારી પત્નીને ઉદ્દેશીને કહ્યું : ‘માફ કરજો બીબીસા’બ, પણ સાચી વાત તો એ છે શેઠજી કે પોતાના પગની પાની સિવાય બીજું કશું ઓરત દેખી શકતી નથી.’ તેણે મને કહ્યું : ‘જો વધારે અક્કલ હોત તો તો એ ઓરત જ શેની થાત?’ | ||
મેં એની વાતમાં સાદ ન પુરાવ્યો એટલે તે જરા ખસિયાણો પડી જઈ ચૂપ રહ્યો. હું પણ જરા વાર ચૂપ બેસી રહ્યો. મારી બાજુમાં બેઠેલો મારો પુત્ર | મેં એની વાતમાં સાદ ન પુરાવ્યો એટલે તે જરા ખસિયાણો પડી જઈ ચૂપ રહ્યો. હું પણ જરા વાર ચૂપ બેસી રહ્યો. મારી બાજુમાં બેઠેલો મારો પુત્ર બોલ્યો : | ||
‘પછી શું થયું, ભાઈ?’ | ‘પછી શું થયું, ભાઈ?’ | ||
| Line 349: | Line 347: | ||
‘એને પૂછ.’ મેં કહ્યું. | ‘એને પૂછ.’ મેં કહ્યું. | ||
‘હા જી, મને થયું કે એ કમજાતને મારી જ નાખવી. ગુસ્સામાં ઘેર પહોંચી હું એના આવવાની રાહ જોઈ બેઠો રહ્યો. કલાક બે કલાક પછી એ ઘેર આવી એટલા વખતમાં મેં લાખ લાખ વિચારો કરી લીધા. એને મારી નાખવાથી પણ શો ફાયદો? | ‘હા જી, મને થયું કે એ કમજાતને મારી જ નાખવી. ગુસ્સામાં ઘેર પહોંચી હું એના આવવાની રાહ જોઈ બેઠો રહ્યો. કલાક બે કલાક પછી એ ઘેર આવી એટલા વખતમાં મેં લાખ લાખ વિચારો કરી લીધા. એને મારી નાખવાથી પણ શો ફાયદો? મરદ થઈ ઓરતને મારવામાં કઈ મર્દાઈ હતી? એના કરતાં તો એને છૂટી ન કરી દેવી? એ વિચાર મારા મનમાં એ આવી તે પહેલાં તો નક્કી થઈ ગયો હતો.’ | ||
‘અંતે એ આવી. મારા ઓરડામાં એ આવી કે મેં | ‘અંતે એ આવી. મારા ઓરડામાં એ આવી કે મેં પૂછ્યું : | ||
‘ક્યોં બીબીસા’બ, આજે કોની સાથે વાતો કરતાં હતાં?’ | ‘ક્યોં બીબીસા’બ, આજે કોની સાથે વાતો કરતાં હતાં?’ | ||
| Line 359: | Line 357: | ||
‘જુઠ્ઠી, કમજાત! મેં મારી નજરે જોઈ છતાં જૂઠું બોલે છે?’ મેં તેની ગરદન પકડી, મહામહેનતે હઠાવેલો ગુસ્સો ફરી પાછો મારા રોમેરોમમાં વ્યાપી ગયો. | ‘જુઠ્ઠી, કમજાત! મેં મારી નજરે જોઈ છતાં જૂઠું બોલે છે?’ મેં તેની ગરદન પકડી, મહામહેનતે હઠાવેલો ગુસ્સો ફરી પાછો મારા રોમેરોમમાં વ્યાપી ગયો. | ||
તેની આંખ ફરી ગઈ. ટટ્ટાર થઈ | તેની આંખ ફરી ગઈ. ટટ્ટાર થઈ બોલી : | ||
‘છોડી દે મને. હા. બોલી હતી. કોઈ માણસ સાથે પાંચ મિનિટ વાત પણ ના થાય?’ | ‘છોડી દે મને. હા. બોલી હતી. કોઈ માણસ સાથે પાંચ મિનિટ વાત પણ ના થાય?’ | ||
| Line 367: | Line 365: | ||
‘હા, તે મારો જૂનો ઓળખીતો છે.’ તે એટલું જ બોલી. | ‘હા, તે મારો જૂનો ઓળખીતો છે.’ તે એટલું જ બોલી. | ||
‘અમારી તકરાર લાંબી ચાલી. એમાંથી પણ એટલું તો હું જોઈ શક્યો કે વાત વાતચીતથી આગળ વધી નહોતી પણ હું મારા કરેલા નિશ્ચયને વળગી રહ્યો. મેં એને તલ્લાક આપી | ‘અમારી તકરાર લાંબી ચાલી. એમાંથી પણ એટલું તો હું જોઈ શક્યો કે વાત વાતચીતથી આગળ વધી નહોતી પણ હું મારા કરેલા નિશ્ચયને વળગી રહ્યો. મેં એને તલ્લાક આપી દીધી.’ | ||
‘તેને દુઃખ તો થયું જ હશે?’ મેં પૂછ્યું. | ‘તેને દુઃખ તો થયું જ હશે?’ મેં પૂછ્યું. | ||
‘દુઃખ તો થાય જ ને? તેની મારા ઉપર મહોબ્બત ઓછી નહોતી. શાંત પડતાં તે રોઈ, પગે પડી, માફી માગી | ‘દુઃખ તો થાય જ ને? તેની મારા ઉપર મહોબ્બત ઓછી નહોતી. શાંત પડતાં તે રોઈ, પગે પડી, માફી માગી, પણ હું એકનો બે ન થયો.’ | ||
‘પણ એવું તે થાય, ગુલામદીન?’ મારા અવાજમાં ઠપકો હતો. | ‘પણ એવું તે થાય, ગુલામદીન?’ મારા અવાજમાં ઠપકો હતો. | ||
| Line 379: | Line 377: | ||
‘તને સાચું કહું, ગુલામદીન?’ | ‘તને સાચું કહું, ગુલામદીન?’ | ||
‘કહોને’, મારી સામે તે જોઈ રહ્યો. | |||
‘તું વાતો મોટી મોટી કરે છે પણ ત્યાં તો તેને જોતાં જ તું સામે દોડી ગયો અને કેટલો લળીલળીને – ઝૂકીઝૂકીને તું એની સાથે વાત કરતો હતો? ને એ તો કંઈક મહેરબાની કરતી હોય એમ તારી સાથે વર્તતી હતી.’ મેં કહ્યું. | ‘તું વાતો મોટી મોટી કરે છે પણ ત્યાં તો તેને જોતાં જ તું સામે દોડી ગયો અને કેટલો લળીલળીને – ઝૂકીઝૂકીને તું એની સાથે વાત કરતો હતો? ને એ તો કંઈક મહેરબાની કરતી હોય એમ તારી સાથે વર્તતી હતી.’ મેં કહ્યું. | ||
ગુલામદીને એક લુચ્ચું સ્મિત કર્યું. તેનો ચહેરો હતો એથીય જરા વધારે કરડો બન્યો. | ગુલામદીને એક લુચ્ચું સ્મિત કર્યું. તેનો ચહેરો હતો એથીય જરા વધારે કરડો બન્યો. બોલ્યો : | ||
‘એ તો હજૂર, હવે સિર્ફ ઓરત રહી, હું મર્દ. હવે એ કંઈ મારી બીબી નથી. ને આવી ખૂબસૂરત નાજનીન પાસે કોઈ પણ મર્દ લળી પડે, ઝૂકી પડે તેમાં તમને નવું શું લાગ્યું?’ | ‘એ તો હજૂર, હવે સિર્ફ ઓરત રહી, હું મર્દ. હવે એ કંઈ મારી બીબી નથી. ને આવી ખૂબસૂરત નાજનીન પાસે કોઈ પણ મર્દ લળી પડે, ઝૂકી પડે તેમાં તમને નવું શું લાગ્યું?’ | ||
| Line 389: | Line 387: | ||
‘ત્યારે તું હવે એને ઘરમાં નહિ લેવાનો?’ ગાડી અમારા ઉતારા પાસે આવી પહોંચી હતી. તેમાંથી ઊતરતાં ઊતરતાં મેં પૂછ્યું. | ‘ત્યારે તું હવે એને ઘરમાં નહિ લેવાનો?’ ગાડી અમારા ઉતારા પાસે આવી પહોંચી હતી. તેમાંથી ઊતરતાં ઊતરતાં મેં પૂછ્યું. | ||
‘પેલી | ‘પેલી જૂતીની વાત મેં ન કરી, હજૂર?’ તેણે કંઈક સરસ કહી નાખ્યું હોય તેવી તેની મુખમુદ્રા બની રહી. | ||
‘કેટલાં વર્ષ થયાં એને છોડી દીધે?’ મેં પૈસા કાઢતાં પૂછ્યું. | ‘કેટલાં વર્ષ થયાં એને છોડી દીધે?’ મેં પૈસા કાઢતાં પૂછ્યું. | ||
| Line 405: | Line 403: | ||
‘પણ એને આ ના પાડતો હતો તોયે વારે વારે શા માટે કોઈ સાથે બોલવા જતી હતી? ને છતાં આણે મારી નહિ, છોડી દીધી. નહિતર આ લોકો તો ખૂન કરે એવા!’ | ‘પણ એને આ ના પાડતો હતો તોયે વારે વારે શા માટે કોઈ સાથે બોલવા જતી હતી? ને છતાં આણે મારી નહિ, છોડી દીધી. નહિતર આ લોકો તો ખૂન કરે એવા!’ | ||
‘તું ધ્યાન રાખજે | ‘તું ધ્યાન રાખજે હોં’, છોકરાં અંદર દોડી ગયાં હતાં એટલે મેં કહ્યું : ‘તું સંભાળજે. હું પણ કોઈ દિવસ તને ન છોડી દઉં.’ | ||
‘તમે? તમે તે શું છોડતા’તા?’ કહી તેણે મારી સામે એવી રીતે જોયું કે હું તો બધું ભૂલી એનાં નેત્રોનાં સરવર જ જોઈ રહ્યો. | ‘તમે? તમે તે શું છોડતા’તા?’ કહી તેણે મારી સામે એવી રીતે જોયું કે હું તો બધું ભૂલી એનાં નેત્રોનાં સરવર જ જોઈ રહ્યો. | ||
edits