સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/‘સ્ટોપ હીયર, ઓર જેન્ટલી પાસ’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} અંગ્રેજી કવિ વર્ડ્ઝવર્થ પોતાની બહેન ડોરોથી સાથે સ્કોટલે...")
 
(No difference)

Latest revision as of 05:16, 29 May 2021

          અંગ્રેજી કવિ વર્ડ્ઝવર્થ પોતાની બહેન ડોરોથી સાથે સ્કોટલેન્ડ ગયા ત્યારે ફરવા નીકળ્યા. ખેતરમાં એક કિસાન કન્યા લણણી કરતી જાય અને ગીત ગાતી જાય. એ ગીતની ભાષા ગૈલિક ભાષા હતી, અંગ્રેજી નહોતી. સ્કોટલેન્ડમાં ગૈલિક ભાષા છે. એટલે વર્ડઝવર્થને ગીત બિલકુલ સમજાયું નહીં. પણ જે મસ્તીથી એ કિસાન કન્યા ગીત ગાતી હતી એનાં સ્પંદનો કવિના સંવેદનશીલ ચિત્તને અસર કરી ગયાં ભાષાનો અંતરાય ખરી પડ્યો અને વર્ડ્ઝવર્થે એ લણણી કરનારી કન્યા ઉપર એક કવિતા લખી જે પ્રખ્યાત છે. એ કવિતાનું મથાળું છે : ‘સોલિટરી રીપર.’ એકલી કિસાન કન્યા, લણણી કરનારી કિસાન કન્યા. એમાં વર્ડઝવર્થ કહે છે કે, એ કિસાન કન્યાની મર્યાદા જાળવજો, એને કોઈ ડિસ્ટર્બ કરતાં નહીં. એ એની મસ્તીમાં મસ્ત છે. ગાતી જાય છે, કામ કરતી જાય છે. એને તમારી હાજરીથી ખલેલ પહોંચાડશો નહીં. પછી વર્ડઝવર્થ એમાં એક પંક્તિ લખે છે : “સ્ટોપ હીયર, ઓર જે ન્ટલી પાસ. કાં તો અહીં થોભો અદબપૂર્વક, કાં તો શાંતિથી ખલેલ પહોંચાડયા વિના પસાર થઈ જાવ.” [‘સામ્પ્રત’ ત્રિમાસિક : ૨૦૦૬]