અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/નભ ખોલીને જોયું…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નભ ખોલીને જોયું…|ચંદ્રકાન્ત શેઠ}} <poem> નભ ખોલીને જોયું, પંખી...")
(No difference)

Revision as of 09:17, 14 July 2021


નભ ખોલીને જોયું…

ચંદ્રકાન્ત શેઠ

નભ ખોલીને જોયું, પંખી નથી નથી;
જળ ખોલીને જોયું, મોતી નથી નથી. —

સતત છેડીએ તાર,
છતાં કંઈ રણકે નહીં;
આ કેવો ચમકાર?
કશુંયે ચમકે નહીં!

ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી. —

લાંબી લાંબી વાટ,
પ્હોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય?
મને સમજાય નહીં;
આ તે કેવા દેશ?! — દિશા જ્યાં નથી નથી!
આ મારો પરિવેશ! — હું જ ત્યાં નથી નથી! —
(ગગન ખોલતી બારી, પૃ. ૨૫)