અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુવીર ચૌધરી/કેફિયત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કેફિયત|રઘુવીર ચૌધરી}} <poem> સાથે સાથે આવ્યા જેની એ પથ અમને અહી...")
(No difference)

Revision as of 09:58, 14 July 2021


કેફિયત

રઘુવીર ચૌધરી

સાથે સાથે આવ્યા જેની
એ પથ અમને અહીં મૂકીને
આગળ ચાલ્યો.

અધવચ્ચે અટકેલા અમને
ઓળખશો ના,
અડધાપડધા ચાલ્યા જાશું સપનાંમાં
ને વધ્યાઘટ્યા અટવાઈ જશું ઓછાયામાં.
ને તોય બચ્યા તો
ચાંદાને મોલે સૂરજ દઈ દઈશું
તમને.

અમને કેવળ માયા છે માયાની લયની,
આગળ પાછળ આમતેમ ફેલાઈ જવાની,
નથી ઊગવું ફરી અમારે કોઈ સ્મરણમાં,
અમને ફાવટ આજકાલના અંતર વચ્ચે
હળી જવાની,
દૂર દૂરના અંધકારમાં ભળી જવાની.
હવે પછીના અજવાળામાં રહી જાય ના
કોઈ નિશાની;
અમને ગમશે
પૂરી થાય ત્યાં પૂરી થાય જે
એ જ કહાની.
(તમસા, પૃ. ૪૪)