અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મંગળ રાઠોડ/મારા ભાથામાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારા ભાથામાં|મંગળ રાઠોડ}} <poem> મારા ભાથામાં હજી ઘણાં તીર છે....") |
(No difference)
|
Revision as of 10:27, 14 July 2021
મારા ભાથામાં
મંગળ રાઠોડ
મારા ભાથામાં
હજી ઘણાં તીર છે.
એકાદ તીર
તને પણ વીંધી નાંખશે
ક્યારેક
તું મારી રેંજમાં જ છે
મને કોઈ ઉતાવળ નથી.
ભસ, તારે જેટલું
ભસવું હોય તેટલું ભસ.
મારા ભાથામાં
હજી ઘણાં તીર છે.
આદિવાસીઓમાં
હું એકલવ્ય છું!
અને મેં હજી
મારો અંગૂઠો
કાપી આપ્યો નથી કોઈને.
મારા ભાથામાં
હજી ઘણાં તીર છે.