કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/કપૂર: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 11:41, 16 July 2025
૧. કપૂર
જેમ રે કપૂર જાય છે ઊડી
સુરભિત શ્વાસે શ્વાસે,
અંતર મારું જાય રે ઊડી
ગગને કોઈની પાસે!
મનની મારી મેડીએ ખુલ્લાં
દ્વાર છે ચાર દિશાએ;
અંતર આતુર આતુર કોઈ
અતિથિની આશાએ!
દિવસે ઊગે સૂરજરાણા,
રાતે ખીલે ચંદ;
દિવસ-રાતને ઝૂલણે ઝૂલે
કોઈ નિગૂઢ આનંદ!
(‘પદ્મા’, ૧૯૫૬, પૃ. ૧૭)