કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/મિડાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 02:43, 17 July 2025
૨૦. મિડાસ
ભમું જગતબાગમાં ચિર પિપાસુ સૌન્દર્યનો.
અહો જગતબાગ રૂપ, રસ, રંગ, ગન્ધે લચ્યો!
સુપૂર્ણ રસપાત્ર આતુર પિપાસુ ઓષ્ઠે ધરું.
અરે, અમૃત થાય હોઠ અડતાં જ હાલાહલ!
વસ્યું મુજમહીં અસુન્દર જ તત્ત્વ એવું કશું,
સુરૂપ સઘળું કુરૂપ થઈ જાય સ્પર્શે મુજ;
સહું તરસ ઘોર શાપિત મિડાસ જેવો સદા.
હવે જગતમાં ભમું નવ પિપાસુ સૌન્દર્યનો.
રહે નયન ઢૂંઢતાં અસલ કોઈ તેજાબને;
પીવો પરમ પેય એ સભર સૌ શિરાઓ મહીં.
દ્રવે પ્રખર અગ્નિના મલિનતા ગ્રસાતાં બધી,
વિશુદ્ધ અણુ યે અણુ, નવલ જન્મને ધારતાં,
સદૈવ રમણીયતા વિલસશે જ અંતર્બહિ :!
(‘નાન્દી’, પૃ. ૧૯)