ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અ}} મગમાળા મજૂસ મણકી 'મા' બની મદદનીશ મધવાળી (સ્વપ્નસ્થ; ‘દિનરાત’, ૧૯૪૬) પત્ની પિયર જતાં ઘરમાં એકલા રહેતા પુરુષની પાસે બપોરના નિર્જન સમયે એક મધવાળી પોતાના નાના બાળક સાથે મધ વેચ...")
 
(+૧)
Tag: Replaced
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|}}
{{Heading|}}
મગમાળા
મગમાળા
મજૂસ  
મજૂસ  
મણકી 'મા' બની
મણકી 'મા' બની
મદદનીશ
મદદનીશ
મધવાળી (સ્વપ્નસ્થ; ‘દિનરાત’, ૧૯૪૬) પત્ની પિયર જતાં ઘરમાં એકલા રહેતા પુરુષની પાસે બપોરના નિર્જન સમયે એક મધવાળી પોતાના નાના બાળક સાથે મધ વેચવા આવે છે. મધવાળીનો મેલો પણ તંદુરસ્ત ને લાવણ્યમય દેહ અને ધાવતા બાળકના મોંમાંથી નીકળી ગયેલા ખુલ્લા સ્તનને જોઈ પુરુષને એ સ્ત્રીને ભોગવવાની ઇચ્છા જાગી ઊઠે છે પરંતુ એ ક્ષણિક તૃપ્તિ પછીના જીવનની કલ્પનાનો ડર એને અઘટિત કૃત્ય કરતાં રોકે છે. પુરુષની આ મનોવૃત્તિની સામે મધવાળીની સ્વસ્થતા અને નચિંતતા કૃતિમાં આકર્ષક વિરોધ રચે છે તેમ જ પુરુષને નિરંકુશ બનતો રોકવામાં પણ નિમિત્તરૂપ બને છે. જ.
મધવાળી
મધુરાં સ્વપ્નાં (ઈશ્વર પેટલીકર, ‘તાણાવાણા’, ૧૯૪૬) બદલી થવાથી પડોશમાં રહેવા આવેલા વિનોદમાં સુશીલા પોતાના પતિની મોંકળા જોઈને ભાવિ સંસાર અને વ્યવહારના કોડ ગોઠવતી આવે છે એવા ભાવપ્રતિભાવનું આલેખન વાર્તાનો વિષય બનીને વિસ્તર્યું છે. ચં.
મધુરાં સ્વપ્નાં
મધુરીનું બલિદાન (ઇન્દુલાલ યાજ્ઞિક; ‘કુમારનાં સ્ત્રીરત્નો’, ૧૯૨૬) સાસરિયામાં સાવકાના સંતાપ વચ્ચે ધૈર્ય અને સંયમથી કામ લેવામાં પોતાના પતિ નવનીતરાયની પોતે અકારણ અવગણના કરી છે એવા એક ડંખ સાથે મૃત્યુ પામતી મધુરીનું પાત્ર સારું ઊપસ્યું છે. વાર્તામાં વિચારનું તત્ત્વ મોખરે છે. વસ્તુસંકલન શિથિલ છે. ચં.
મધુરીનું બલિદાન
મનગમતી કેદ (વર્ષા દાસ; ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકાઓ-૨, સં. રઘુવીર ચૌધરી, ૧૯૯૯) નિશા સૂર્યને ચાહે છે પણ સૂર્ય માટે તો નિશા, પોતાની આજુબાજુ ફર્યા કરતી પૃથ્વી જેવી છે. તે પોતાની પત્ની પુનિતાને છૂટાછેડા આપતો નથી અને નિશાને અપનાવવાની વાત કર્યા કરે છે. પુનિતા આવવાની છે - એ મિશે બંને વચ્ચે ચણભણાટ થાય છે. સૂર્ય જાય છે પછી દરવાજો બંધ કરતી નિશા અનુભવે છે કે આ દરવાજો પોપટના પીંજરાનો એટલે કે ‘મનગમતી કેદ’નો છે. સ્ત્રી-પુરુષના સંબંધની સંકુલતાનું પ્રત્યક્ષીકરણ અહીં સહજતાથી થયું છે. પા.
મનગમતી કેદ
મનનો રાજા (નીતિન ત્રિવેદી, ‘શબ્દસૃષ્ટિ'-ફેબ્રુઆરી, ૨૦૦૦) વેતા વગરનો કથાનાયક પોતાને મનનો રાજા માને છે - અહીં ગૃહત્યાગ, પરીક્ષામાં નાપાસ, ચંપી સાથેનો પ્રેમ, લાલચંદ શેઠને ત્યાંની ઉઘરાણીદાર તરીકેની નોકરી, ઉઘરાણી કરવા જતાં ખાધેલો માર, મિત્ર ડૉક્ટરની ફી ચૂકવવી, તનસુખ ટ્રોલીની પત્નીને પ્રેમ કરવા જતાં ભાઈ બનવાનો વારો પડવો, વાંઢા રહી ગયાનો અમથો અફસોસ - આવી બધી વાતે બડાશભરી મૂર્ખતા આચરતો નાયક મનમાં મનમાં – 'હું ધાર્યું કરવાવાળો' ની વાતે રાચ્યા કરે છે. એક અડબંગ કથાનાયકનું અહીં પ્રતીતિજન્ય આલેખન છે. ઈ.
મનનો રાજા
મનસ્વિની (ધીરુબહેન પટેલ; ‘વિશ્રંભકથા’, ૧૯૬૬) અહીં પોતાની આકર્ષકતાને કારણે અનાકર્ષક મોટી બહેન આશાનું લગ્ન ગોઠવાતું નહોતું એ કારણે છાત્રાલયમાં રહેવા ચાલી જતી સુવર્ણાનું મનોગત, માતાના કટાક્ષ સામે વાતનિ અંતે વ્યંજક રીતે મુકાયું છે. ચં.
મનસ્વિની
મરઘો (જોસેફ મેકવાન; '૨૦૦૦ની શ્રેષ્ઠ વાર્તાઓ', સં. હર્ષદ ત્રિવેદી, ૨૦૦૧) પોલીસ અધિકારી નાયકની માનું અવસાન થયું છે. એના અંતિમ સંસ્કાર માટે વતન જવા નીકળેલો પુત્ર, માનો બીજો પતિ માને કેવી રંજાડતો, એણે પોતાને કેવો બૉર્ડિંગમાં ધકેલી દીધો, બોર્ડિંગમાં એક અજાણ્યો માણસ કેવું હેત કરતો હતો. આ બધી વિગત વાગોળતો ઘેર પહોંચે છે. કબ્રસ્થાનમાં લઈ જતાં માના મૃતદેહને પહેલી કાંધ આપનારામાં પેલો અજાણ્યો માણસ પણ હતો. પુત્રને જાણ થાય છે કે હેત કરનારો એ અજાણ્યો માણસ માનો પહેલો પતિ અને પોતાનો પિતા છે. વાર્તામાં સાવકા બાપ માટે પ્રયુક્ત, મરઘીઓ પર ત્રાસ વર્તાવતા મરઘાનું પ્રતીક સહાયક બન્યું છે. ઈ.
મરઘો
મશ્કરી (સુવર્ણા રાય; 'એક હતી દુનિયા’, ૧૯૭૨) ગ્રંથાલયમાં વાંચવા જતી નાયિકા બે યુવકોના પરિચયમાં આવે છે અને એમની સાથેના સહવાસની ઝંખના કરે છે ત્યારે ઓચિંતો આવી પડેલો એનો ફર્સ્ટ ગ્રેડ એને કેબિનની એકલતા આપે છે. સહવાસની સામે મળતી એકલતાની વિધિવક્રતા વાર્તાનો આધાર છે. ચં.
મશ્કરી
મળવું (બહાદુરભાઈ જ. વાંક; ‘પીછો’, ૧૯૮૮) એક બાજુ સંબંધ બાંધવા ઇચ્છુક વ્યક્તિ અને બીજી બાજુ સંબંધ તરફ ઉદાસીન વ્યક્તિ એમ બે ભિન્ન વૃત્તિના તણાવમાંથી જન્મેલી આ વાર્તાની રજૂઆત નોખી છે. યંત્રસંસ્કૃતિ વચ્ચે ઇચ્છવા છતાં ન બંધાઈ શકાતો સંબંધનો દોર વાર્તાનું વિસ્તારબીજ છે. ચં.
મળવું
મંગળસૂત્ર (કિશનસિંહ ચાવડા; ‘અમાસના તારા’, ૧૯૫૩) પિતાના મૃત્યુ બાદ ધનતેરસને દિવસે પોટલીમાંથી પોતાનું મંગળસૂત્ર કાઢીને ધૂપ કરતી ‘બા’ દીકરો પોંડીચેરી જતાં ઘરેણાં વેચીને ઘર ચલાવે છે અને અંતે દીકરાની સાઇકલ ખરીદી માટે છેલ્લું બચેલું મંગલસૂત્ર પણ વેચી દે છે - એવા આત્મકથાત્મક નિવેદન પર આ વાર્તા ઊભી છે. ચં.
મંગળસૂત્ર
મંગળસૂત્ર (બિન્દુ ભટ્ટ; ‘૧૯૯૭ની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. મણિલાલ હ. પટેલ, ૧૯૯૮) પુષ્પા લગ્ન પછી હાથસાળ પર તનતોડ મહેનત કરતી, કુટુંબ માટે રિબાતી, નીચોવાતી રહી છે. ઠાકુરશાહી મિજાજમાં જીવતો તેનો પતિ હરપાલ કશું કમાતો નથી. ચાર ચાર દીકરીઓ છતાં 'લડકા દે સાલી કમજાત...' કહી પુષ્પાને પજવે છે. મોટી દીકરીને કામ પર જવા દેવા તૈયાર નથી. પુષ્પાને હાથસાળ પર જ કસુવાડ થઈ જાય છે. તેને ખબર પડે છે કે આ વખતે દીકરો હતો. વાર્તાના અંતે મંગળસૂત્ર વેચીને ય દીકરીને કામ પર મોકલવાનો નિર્ણય કરતી પુષ્પાની વેદના અને વિદ્રોહનું સંતુલિત નિરૂપણ થયું છે. પા.
મંગળસૂત્ર
મંદિરની પછીતે (રઘુવીર ચૌધરી; ‘રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ' ૧૯૮૬) પંચાતિયો દલો બંડ ગામની ભજનમંડળીની ભીડ ભાંગવા એના પ્રમુખ થવાની ના પાડે છે કારણ કે પોતે છાંટોપાણી કરતો હોઈ મંદિરની ભજનમંડળીના નિયમો પાળી શકે તેમ નથી પણ મંદિરની પછીતે થતી ગંદકી દૂર કરવાની જવાબદારી લે છે. સંયોગો અને પરિસ્થિતિ એના અંતરખોજ તરફ સભાન થયેલા મનને સંકોરતાં રહે છે. આમ કોઈના દબાણને વશ થયા વિના, સહજતયા દલો છાંટોપાણી ન કરવાનું નીમ મનોમન લે છે. પંચાત અને પીવાનું છોડીને દલો, ખેતી અને ઘરસંસારનાં ખોવાઈ ગયેલાં સુખ પાછાં પામે છે. મંદિરની ગંદકી દૂર કરીને વાવેલા છોડવાને ફૂટેલા અંકુર જોઈ દલો મંદિરની દીવાલે ગંદકી ન કરવાની નોટિસ લખે છે અને નીચે સહી કરે છે : પ્રમુખ, ભજનમંડળી. એક લાઈન બહાર જીવતા માણસની લાઈનસર થવાની અંતરમથામણ અહીં તાદૃશ થઈ છે. ર.
મંદિરની પછીતે
માખી (રવીન્દ્ર પારેખ; '૨૦૦૧ની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. રમણ સોની, ૨૦૦૨) નાકસૂર રાજ્યના રાજાને નાકની તકલીફ છે. કશીય વાસ આવતાંની સાથે માખીઓ નાકને ઘેરી વળે છે. માખીના બેસવાથી છીંકાછીંક થતાં નાક ચૂએ છે તેથી લૂછણિયા રાખ્યા છે. આ દુ:ખમાંથી રાજાનો સાળો ઝોટિંગ બચાવે છે. પ્લાસ્ટિકના નિર્ગન્ધ ફૂલથી રાજાનું છીંકાછીંક બંધ થાય છે અને રાજ્યમાં પ્લાસ્ટિક ઉદ્યોગ છવાઈ જાય છે. યંત્ર અને તંત્રનો અતિરેક અહીં વ્યંગવિનોદપૂર્વક આલેખાયો છે. ઈ.
માખી
માછીકન્યા (સ્નેહરશ્મિ; ‘સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૩) પાંચ પાંચ પેઢીથી દોઢ વર્ષની પુત્રીની માતાને ઝૂંટવી જતાં ઝાંઝરીનાં ‘વમળભર્યાં’ પાણીમાં ન પડવાની પિતાની સલાહ માની રૂપા લગ્ન ન કરવાનો સંકલ્પ કરે છે. તેના બે પ્રિયતમ સોમો અને દવો, બેમાંથી કોઈ એક સાથે લગ્ન કરવા કહે છે. પોતાની દોઢ વર્ષની પુત્રી મીઠીને દેવાને સોંપી ચાંદની રાતે ઝાંઝરી પર લહેરિયાં ખાવા ગયેલાં રૂપાં-સોમો પાછાં નથી ફરતાં - એવું નિરૂપણ કરતી વાર્તા દૈવની અકળ લીલાની તરફેણ કરે છે. ર.
માછીકન્યા
માજા વેલાનું મૃત્યુ ('સુન્દરમ્’: ‘પિયાસી’, ૧૯૪૦) કુટુંબના વડલા જેવો માજા વેલો પોતાની સંતતિ સાથે કેવા વાત્સલ્યભાવથી સંકળાયેલો છે એનું વાસ્તવની ભોંય પર આલેખન થયું છે. નીચલા સામાજિક સ્તરનું માનવીય સમભાવથી થવેલું સબળ પ્રસ્તુતીકરણ નોંધપાત્ર છે. ચં.
માજા વેલાનું મૃત્યુ
માડી, હું કેશવો! (ઝવેરચંદ મેઘાણી; 'વિલોપન અને બીજી વાતો’, ૧૯૪૬) પોતાના પુત્ર કેશવાને પંડિત કરવા ઇચ્છતી માતા નગરની બધી પાઠશાળાઓમાં ફરી વળવા છતાં કેશવાને શોધી શકતી નથી અને કેશવો બાવાઓ જોડે ભળી ગંજેરી થઈ ગયો છે એવા સમાચારથી દુઃખી આયખું વિતાવતી હોય છે ત્યારે એ જ કેશવો વારાણસીથી મહાપંડિત બની આવી નગરીના સર્વ પંડિતોનાં માન મુકાવી માને આવીને મળે છે - એ પ્રસંગનું અહીં રોચક અને રસપ્રદ આલેખન થયું છે. ચં.
માડી, હું કેશવો!
માડીજાયાં (રંભાબહેન ગાંધી; ‘મઝધાર’, ૧૯૭૩) ભાઈબહેન સમીર અને સુલોચના સરસ મિત્રો પણ છે. સમીરનાં રૂમા સાથેનાં લગ્ન અને બાના અવસાન પછી રૂમાની કાનભંભેરણીથી સમીર પડોશી દિલીપ સાથેની સુલોચનાની મૈત્રીને શંકાની નજરે જુએ છે. નર્સ તરીકે બીજા સ્થળે બદલી ન થાય ત્યાં સુધી સુલુ દિલીપનાં બા સાથે પુત્રીવત્ રહે છે ને પછી અજાણ્યા સ્થળે ચાલી જાય છે. ભાઈ-બહેનના વિરલ પ્રેમમાં પડેલી તિરાડને ઘેરા રંગે આલેખતી વાર્તામાં સ્ત્રીમાનસનાં નિરૂપણો ધ્યાન ખેંચે છે. ર.
માડીજાયાં
માતાને ખોળે (નાથાલાલ દવે; ‘શિખરોને પેલે પાર’, ૧૯૭૭) આસામના દિબરુ ગામની વહુવારુ સુરમાને જમીનદાર ભુવનમોહન બદદાનતથી પોતાને નિવાસે બોલાવે છે પણ સુરમા એનો હિંમતથી સામનો કરે છે. અંતે ઘરમાંથી તિરસ્કૃત થતાં પિયર જવા જતાં બ્રહ્મપુત્રમાં ડૂબી જાય છે. આસામના પરિવેશમાં મુકાયેલું કથાનક નોંધપાત્ર બન્યું છે. ચં.
માતાને ખોળે
માને ખોળે (સુન્દરમ્; ‘પિયાસી’, ૧૯૪૦) પતિના એક રાત્રિના સમાગમથી સગર્ભા બનેલી શબૂને મહીસાગરપટમાં પતિની કાયરતાની સાક્ષીએ સસરાને હાથે જ શંકાને કારણે મોતને શરણ થવું પડે છે - એનું કારુણ્ય વાર્તામાં અત્યંત વ્યંજિત અને કલાત્મક રીતે નિરૂપાયું છે. ચં.
માને ખોળે
માનો જીવ (ગુલાબદાસ બ્રોકર; બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૭૫) પોતાની પુત્રીને ખૂબ ચાહતા પઠાણ શેરખાન સાથે ઘરોબો બંધાઈ ગયા પછી સુભદ્રા જાણે છે કે શેરખાન માસૂમ બાળકીનો ખૂની છે. એ પછી પતિનો ખૂબ જ આગ્રહ હોવા છતાં સુભદ્રા પુત્રીને શેરખાન સાથે રમવા દેતી નથી અને તેને ઘેર આવતાં અટકાવે છે. શેરખાનનો બાળકો માટેનો પ્રેમ અને સુભદ્રાની પુત્રીની સલામતી માટેની તકેદારી વાર્તાના તાણાવાણા બને છે. ર.
માનો જીવ
મારી ચંપાનો વર (ઉમાશંકર જોશી; ‘શ્રાવણી મેળો’, ૧૯૩૭) વિધવા બનેલી લક્ષ્મી દીકરી ચંપાથી પોતાનું જીવન ભરી દે છે પરંતુ લક્ષ્મીનાં છેલ્લાં વરસો ચંપાના વરથી ભરાઈ જાય છે. જમાઈ પૂનમલાલ તરફના એના ખેંચાણમાં દમિત મનોગ્રંથિની કોઈ સામાજિક તરેહને પકડવાનો આ વાર્તામાં કલાત્મક પ્રયત્ન થયો છે. ચં.
મારી ચંપાનો વર
મારી નીની (વર્ષા અડાલજા; 'એંધાણી', ૧૯૮૯) મમ્મી-પપ્પાના છૂટાછેડાના કેસને કારણે શાંતાફોઈને ત્યાં રહેતી નંદિતા - નીનીને એવી હૂંફ સાંપડે છે જે પોતાના વિશાળ, સુશોભિત ઘરમાં, અઢળક રમકડા વચ્ચે ક્યારેય નથી મળી. કેસ પૂરી થતાં નંદિતાને લેવા મમ્મી આવવાની છે - એ સાંભળી તે મૂંઝવણ અનુભવે છે. મમ્મી સાથે એનું ભવિષ્ય ઉજ્જ્વળ છે એવું ફોઈ સમજાવે છે પણ નીની તો ફોઈ સાથે જ રહેવાનો નિર્ણય કરે છે. ફોઈ ભીના અવાજે બોલી ઊઠે છે ‘મારી નીની’. વર્તમાન-ભૂતકાળની સહોપસ્થિતિ દ્વારા નીનીની સંવેદના વ્યક્ત થઈ છે. પા.
મારી નીની
માવઠું (અજિત ઠાકોર; 'તખુની વાર્તા', ૨૦૦૬) દિયર-ભાભી વચ્ચે ઉભયપક્ષી શારીરિક આકર્ષણ છે. વંટોળિયાને કારણે અકસ્માતે સરજાયેલી એકાંત ક્ષણોમાં આવેગમય પળે દિયર ભાભીના કાનની બૂટ પસવારે છે અને ભાભી દિયરને ધક્કો મારી ફંગોળી દે છે. કાનની બૂટ દબાવતા દિયરમાં ભાભીને એના નાના ભાઈની ઝાંખી થાય છે અને બહાર આવતા બોલે છે 'વંટોળ ચઈડો પણ માવઠું ન થીયું એ હારું થીયું.’ ઉભય પક્ષે ઊગરી જવાની ક્ષણ એ વાર્તાની કરોડરજ્જુ છે. વંટોળ અને માવઠુંનાં પ્રતીકો આસ્વાદ્ય નીવડે છે. પા.
માવઠું
મિજબાની (ઉત્પલ ભાયાણી; ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા-૨', સં. રઘુવીર ચૌધરી, ૧૯૯૯) ભૂખ્યો ચિન્નપ્યા ભિખારીને રોટલી ખાતો જોઈ રહે છે. એની જેમ કાળિયો કૂતરો પણ ભિખારીને જુએ છે. કૂતરાને નજીક આવતો જોઈ ભિખારી રોટલી સાથે ભાગે છે પણ ચિન્નપ્પાએ મારેલો પથરો વાગતાં કૂતરો અટકી જાય છે. ભિખારી કૃતજ્ઞતાથી ચિન્નપ્પા સામે જુએ છે અને રોટલીનો ટુકડો આપે છે. એ બંનેની સામે જોઈ રહેલા કાળિયાને પહેલાં ચિન્નપ્પા અને પછી ભિખારી પણ એક એક ટુકડો આપે છે. વાર્તાકારે અંતે નોંધ્યું છે: ‘અને મિજબાની ચાલતી રહી.' માનવસહજ વર્તન-વ્યવહારોનું વાર્તામાં સશક્ત નિરૂપણ થયું છે. ર.
મિજબાની
મીનપિયાસી (સુન્દરમ્; પિયાસી’, ૧૯૪૦) મોટો દીકરો વીજળી પડવાથી મરી ગયો અને નાનો જુગારમાં હાર્યો, આથી ગામથી નાના દીકરાની બે દીકરીઓ સાથે શહેરમાં આવી ડોસો જાહેરમાં ભજન ગાઈને કમાઈ કરે છે. ભજનને આવકનું સાધન બનાવ્યું એનો એને વસવસો છે પણ દીકરાને ધનની માયા છે. અંતે પસ્તાવા સાથે દીકરો મૃત પિતાનું ઋષિતેજ જોઈ રહે છે. વાર્તા વધુ પડતા વિસ્તારને કારણે ભાવકેન્દ્રને પૂરેપૂરું ઉપજાવી શકી નથી. ચં.
મીનપિયાસી
મીરાણી (પ્રવીણસિંહ ચાવડા; ‘સુગંધી પવન’, ૧૯૯૮) અજંપ મીરાણી રાતે ટોળે વળેલી છોકરીઓ વચ્ચે જઈને બેસે છે. લોકસાહિત્ય પાછળ પાગલ એવો, દીપચંદ શેઠનો યુવાન દીકરો એમને ગીત ગાવા કહે છે. મીરાણીએ આખી રાત ગાયેલાં ગીત એ નોંધી લે છે. બીજે દિવસે એની રાહ જોતાં મીરાણીને વાચક આવીને કહે છે : 'તમને તેડવા આવ્યો છું. દીપચંદ શેઠના દીકરાની મૈયત થઈ છે!’ વાર્તામાં મીરાણીનું રહસ્યગર્ભ ચરિત્ર તાદૃશ થયું છે. ર.
મીરાણી
મુકુન્દરાય (રામનારાયણ વિશ્વનાથ પાઠક; 'દ્વિરેફની વાતો' ભાગ-૧, ૧૯૨૮) ઉચ્ચ કેળવણી માટે ગામથી શહેરમાં મોકલેલા પુત્ર મુકુન્દરાયને પશ્ચિમના રંગથી સંવેદનહીન અને ઉદંડ થયેલો જોઈ વૃદ્ધ પિતા વેદનાની પરાકાષ્ઠાએ નિર્વંશ થવાનું ઇચ્છે છે – એવું કથાનક વીગતપૂર્ણ પણ સંયત રીતે આલેખાયું છે. ચં.
મુકુન્દરાય
મુકુલ (બળવંતરાય ઠાકોર; ‘દર્શનિયું’, ૧૯૨૪) માના મૃત્યુ પછી મુકુલને નિશાળમાં કોઈ કારણસર શિક્ષકનો માર પડતાં અને ઘરે પિતાનો હડસેલો લાગતાં એની શારીરિક સ્થિતિ નાજુક બને છે અને એ બેભાન થાય છે. બેભાન અવસ્થામાં આવેલું માનું સ્વપ્ન એને ફરી ચેતનવંતો કરે છે - આવું કથાનક ક્યાંક કાવ્યાત્મક બનતું હોવા છતાં ઉપદેશાત્મક અને વાચાળ રહ્યું છે. ચં.
મુકુલ
મુવી કેમેરાની નજર (રાજેન્દ્ર થડેસર; ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકાઓ’-૧, સં. રઘુવીર ચૌધરી, ૧૯૯૯) શેઠના બાબાને આયાએ રમવા આપેલું ટામેટું બાબો દાદર ઉપરથી ફેંકે છે અને આયા ફરી ફરી ટામેટું એને પાછું આપે છે. બંગલાની કામવાળીના બે છોકરા એ ટામેટું ફસકાઈને ફૂટી જાય એની રાહ જુએ છે. વાર્તાના અંતે ફેંકાયેલું ટામેટું હવે તો ફસકાઈ જ ગયું હશે - એવી આશા સાથે દોડેલો નાનો છોકરો – “હજી ફૂટ્યું નથી, રમાય એવું છે” - એમ કહી ટામેટું પાછું આપે છે. આ ઘટનાના સાક્ષી બનેલા બંગલાના માળીની નજર દદડી રહેલા ટામેટા અને એને લઈ લેવા દોડી રહેલા છોકરાની વચ્ચે ચપ્પટ થઈ જાય છે. ફિલ્માંકન શૈલી એ વાર્તાનો વિશેષ છે. ર.
મુવી કેમેરાની નજર
મુશ્કેલ (રઘુવીર ચૌધરી; 'રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૬) જેણે પૂર્વે લગ્ન-પ્રસ્તાવ મૂકેલો એ છાયા વાર્તાલેખક નાયકને મળે છે. મુંબઈ પહોંચી શ્રીમતી છાયાને એમને ઘેર મૂકવા ગયેલો નાયક જાણે છે કે એના પતિએ વિદેશમાં બીજું લગ્ન કરી લીધું છે. છાયાના આગામી વર્તનની કલ્પનામાં હાલકડોલક નાયકની મન:સ્થિતિ અને સદ્યઃસ્નાતા છાયા દ્વારા રૂમની લાઈટ બંધ કરતાં એને ચહેરે તથા રૂમમાં છવાતો ઊગતા સૂર્યનો પ્રકાશ વાર્તાનું હાર્દ બને છે. ર.
મુશ્કેલ
મૂઠી ચોખા (જયંતિ દલાલ, ‘ઉત્તરા’, ૧૯૪૪) અનાજની તંગી અને ભૂખમરા વચ્ચે ભદ્ર સમાજ અને કંગાલ ટોળાનો સંઘર્ષ છેવટે મડદાના મોઢામાંથી નીકળી પડેલા ચોખાના દાણા આગળ આવી અટકે છે. જિજીવિષાની દયનીય સ્થિતિનું નિરૂપણ કરતું આવું કથાનક પ્રતિબદ્ધ છતાં પ્રભાવક છે. ચં.
મૂઠી ચોખા
મૂંજડાનો ધણી (ગોરધન ભેંસાણિયા: 'ગૂર્જર ગ્રામચેતનાની નવલિકાઓ', સં. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) મૂંજડો બળદ એના પાલક કાનજીભાઈનો માનીતો છે પણ દુકાળમાં ય મૂંજડો જીવતો તો રહેશે એ આશ્વાસનથી એને માલધારીને સોંપે છે. માલિક વગર ભૂખ્યો-તરસ્યો રહેલો મૂંજડો ઘરે પાછો આવ્યો છે. રાહતકામના સ્થળેથી દોડતા એને મળવા ગયેલા કાનજીભાઈને મૂંજડાનો મેળાપ થતો નથી. મૃત-મૂંદડાને ભેટી-વળગી પડેલા કાનજીભાઈ પણ મૂંજડાનો સથવારો કરે છે. વાર્તામાં તળપદ પશુપ્રેમનું થયેલું નિરૂપણ અત્યંત લાઘવપૂર્ણ અને પ્રતીતિજન્ય છે. ર.
મૂંજડાનો ધણી
મૂંઝારો (દલપત ચૌહાણ; ‘મૂંઝારો’, ૨૦૦૨) જીવતા ધાવણા પાડાને, મરેલો છે કહી પટલાણી રણછોડને આપી દે છે. કાપ મૂકતાંની સાથે પાડો થોડું ઊછળીને શાંત થઈ જાય છે. પાડાને માર્યાના અપરાધથી પીડાતો રણછોડ અકળાઈને પટલાણીને ઘેર જાય છે ત્યાં બ્રાહ્મણને, અપવાસ કરવાથી પાપ જાય તેવું કહેતો સાંભળે છે. ઘેર આવીને જમવા બેસતા રણછોડ જુવે છે કે જીવીએ એ જ પાડાનું શાક તાંસળામાં આપ્યું છે. ભૂખ્યો હોવા છતાં તે 'આજી તો અપ્પા!’ બોલી ઊભો થઈ જાય છે. રણછોડની મૂંઝવણ અને એની સાથે ઘટતી ઘટનાઓમાંથી વાર્તાએ આકાર લીધો છે. પા.
મૂંઝારો
મૃત્યુનો જંપ (જયન્ત પરમાર; ‘નદીનાં નીર', ૧૯૫૬) સહેલાણી તરીકે ગયેલો વાર્તાનાયક, શહેનશાહ નામના કાશ્મીરી નોકર અને એની વૃદ્ધ માના પરિચયમાં આવે છે. ત્યારબાદ જીવલેણ તાવમાં સપડાયેલો શહેનશાહ સારવાર મળતાં બચી જાય છે પણ એની મા તાવમાં સપડાઈને મૃત્યુ પામે છે. અહીં શહેનશાહ પાસેથી ટળેલા મૃત્યુએ એની માને હરીને જ જંપ લીધો એવો મર્મ અતિપ્રગટપણે ઉપસાવવામાં આવ્યો છે. ચં.
મૃત્યુનો જંપ
મેઘો ગામેતી (પન્નાલાલ પટેલ; ‘જિંદગીના ખેલ’, ૧૯૪૧) દુકાળના કારમા વર્ષમાં એક બાજુ વેરો વસૂલ કરનાર સરકારના સિપાહીઓની બંદૂકો અને બીજી બાજુ જીવ પર આવેલા ભીલોનાં હુલ્લડ - આ બંને ભયને સમજ અને વાત્સલ્યથી પાછા ઠેલતા ગામેતી મેઘા રાતનું ચરિત્ર આ વાર્તાના કેન્દ્રમાં છે. મેઘા રાતની મનોમન બદલાતી વ્યૂહરચનાનું ગતિશીલ માળખું લેખકે આબાદ રીતે ઝડપ્યું છે. ચં.
મેઘો ગામેતી
મે’માન (જિતેન્દ્ર પટેલ; ‘ગુજરાતી નવલિકાચયન: ૨૦૦૦’, સં. શરીફા વીજળીવાળા, ૨૦૦૨) ચોથી ચોપડી ભણતા કિશોરને ઘેર મહેમાન ફૂઆ આવે છે. ઘરે કોઈ મહેમાન થાય એ ઘરધણિયાણીને પોસાતું નથી. ઘરમાં દુઝાણું હોવા છતાં એ વેજીટેબલ ઘીના લાડવા ખવરાવે છે ને મહેમાનને શેરણા જેવું થઈ જાય છે. ઘેર જવા બસમાં બેઠા પછી હાજતને કારણે, ખિસ્સું કપાઈ ગયું છે - એવું બહાનું કાઢી ચાલતા થઈ સહજ દૂર જતાં મહેમાન ફૂઆ કિશોરને પૂછે છે – બટા, આટલામાં દિશાએ જવા જેવું ક્યાં? માની કંજૂસાઈ, મહેમાનનો સંકોચશીલ સ્વભાવ, મોટા ભાઈની ચાલાકી અને કિશોરનું ભોળપણ - આસ્વાદ્ય નીવડે છે. ઈ.
મે’માન
મેરકો (મોહમ્મદ માંકડ; ‘મનના મરોડ’, ૧૯૬૧) પરણેતર રળિયાતને પિયરથી ન મોકલતાં મેરકો ઘોડાની હૂંફમાં જિંદગી પસાર કરતો હોય છે. એની પરાકાષ્ઠા ત્યારે આવે છે જ્યારે પોતાના ઘોડાને ખસી કરાયેલો જોતાં એ પોતે પણ નપુંસકતા અનુભવે છે અને રળિયાતને તેડવા જવાનું માંડી વાળે છે. પ્રાણી સાથેની હૂંફથી માંડી એની સાથેના તાદાત્મ્યનાં રૂપો વાર્તામાં અગત્યની કામગીરી કરે છે. ચં.
મેરકો
મેલી મથરાવટી (રાઘવજી માધડ; ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા : ૨', સં. રઘુવીર ચૌધરી, ૧૯૯૯) મજૂરી કરીને પેટ પાળતી રૂપાળી ગંગાને એના બીમાર બાપાને માટે, આગોતરી મજૂરી ચૂકવવાના બદલામાં ગામમુખી ભોગવે છે. ગર્ભવતી ગંગાને ગમેતેમ પરણાવી દેવાની સલાહ એના બાપાને આપતાં ગામલોકો વચ્ચે ઊભેલા મુખીને બતાવીને ગંગા કહે છે: “ધ્યાન રાખવાવાળીના… તારા બાપાને કે'તો હો તો!” અને પછી જિન્દગી ટૂંકાવી નાખે છે. પોતે હલકું વરણ છે - એનો સ્વીકાર કરીને ઝૂકી જતી આગલી પેઢી અને પૂરા સંઘર્ષ પછી તૂટી જતી નવી પેઢી વચ્ચેનો ભેદ અહીં બળકટ રીતે આલેખાયો છે. ર.
મેલી મથરાવટી
મોજું (સત્યજિત શર્મા; ‘શબપેટીમાં મોજું', ૧૯૮૩) કાન આગળ કોઈ રિવોલ્વરની લાંબી નાળ ધરે છે એની સાથે ઊડતું પંખી, રાખ થતું પંખી, રાખમાંથી ખંજર સાથે ઊઠતી સ્ત્રી, સસલાના પેટમાં ખંજર ભોંકાતાં ઊડેલો લોહીનો ફૂવારો - જેવી ભય - અપરાધની પરાવાસ્તવવાદી કલ્પનશ્રેણીઓ જન્મે છે અને હત્યા-હિંસાની સૃષ્ટિને ખડી કરે છે. રૂપો બદલતી સર્જકચેતના વાર્તાનું મુખ્ય બિન્દુ છે. ચં.
મોજું
મોટી ઉધરસ (ઓલિયા જોશી; ‘ઓલિયાજોશીનો અખાડો’, ૧૯૨૬) બાળક રમણિકને મોટી ઉધરસ થઈ ગયાની ચિંતામાં પડેલી પત્નીના એક પછી એક હુકમને તાબે થઈ પતિ છેવટે ડૉક્ટરને બોલાવી લાવતા, બાળકના ગળામાંથી સોપારીની કટકી નીકળે છે - એવા પ્રસંગનું નિરૂપણ અહીં રમણભાઈ નીલકંઠની શૈલીના અનુકરણમાં થયું છે છતાં વસ્તુસંકલના ધ્યાન ખેંચે તેવી બની છે. ચં.
મોટી ઉધરસ
મોરબંગલો (હરિકૃષ્ણ પાઠક; ‘મોરબંગલો’, ૧૯૮૮) પિતાની બદલી થતાં વતન અને એનાં ઘર: મોરબંગલોથી વિખૂટા પડ્યા પછી વર્ષો વીત્યે નાયક પોતાને ગામ જઈ ચડે છે. પુરાણી સ્મૃતિઓ સાથે ગામપ્રવેશ કરતો નાયક વતનનાં બદલાયેલાં નાક-નકશાથી દુભાઈ જાય છે ને મોરબંગલો જોવાનું માંડી વાળી વળતી બસ પકડવા પાછો ફરે છે. શૈશવની ખોવાયેલી દુનિયા માટેના ઝુરાપાનું નિરૂપણ આ વાર્તાની કરોડરજ્જુ છે. ર.
મોરબંગલો
 
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કૃતિ-પરિચય
|previous =
|next =
|next =
}}
}}

Revision as of 04:12, 23 July 2025

મગમાળા મજૂસ મણકી ‘મા’ બની મદદનીશ મધવાળી મધુરાં સ્વપ્નાં મધુરીનું બલિદાન મનગમતી કેદ મનનો રાજા મનસ્વિની મરઘો મશ્કરી મળવું મંગળસૂત્ર મંગળસૂત્ર મંદિરની પછીતે માખી માછીકન્યા માજા વેલાનું મૃત્યુ માડી, હું કેશવો! માડીજાયાં માતાને ખોળે માને ખોળે માનો જીવ મારી ચંપાનો વર મારી નીની માવઠું મિજબાની મીનપિયાસી મીરાણી મુકુન્દરાય મુકુલ મુવી કેમેરાની નજર મુશ્કેલ મૂઠી ચોખા મૂંજડાનો ધણી મૂંઝારો મૃત્યુનો જંપ મેઘો ગામેતી મે’માન મેરકો મેલી મથરાવટી મોજું મોટી ઉધરસ મોરબંગલો