ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અસ્મત: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 02:17, 24 July 2025
અસ્મત
અસ્મત (કિશનસિંહ ચાવડા; ‘શર્વરી’, ૧૯૫૬) દેશના ભાગલા વખતે મુસ્લિમ યુવતી અસ્મત હિંદુ પ્રીતમલાલ માટે ભારતમાં આવી એની સાથે લગ્ન કરી લે છે અને એ જ યુવતી પાકિસ્તાની છાવણીમાં પાછાં ફરતાં પોતાનું બ્યાન ફેરવી નાખી લગ્નને ફોક કરી દે છે એવા વિષયવસ્તુ આસપાસ વણાયેલી આ સત્યકથા રંગદર્શી શૈલીથી નોંધપાત્ર બની છે. ચં.