કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૩. કવિની કેફિયત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૩. કવિની કેફિયત| ઉશનસ્} <poem> વિસ્મયથી નવરો પડવા તો દેશો કે નહ...") |
(No difference)
|
Revision as of 11:28, 14 July 2021
{{Heading|૪૩. કવિની કેફિયત| ઉશનસ્}
વિસ્મયથી નવરો પડવા તો દેશો કે નહીં, યાર?
હા, ભૈ હા; અમે ગમાર, ગામઠી; કબૂલ સત્તર વાર.
ઘડી ઘડી હા, અમે અડીને જ્યાં ત્યાં ઊભા ર્હૈયે
કેમ વળી, આ અચરત લોકે જાત્રા આવ્યા છૈયે!
એમ ઉતાવળ કરી પતવવો નથી કંઈ અવતાર. —વિo
મનખા જેવો જનમ દોહ્યલો મળિયો મારા ભાઈ!
કણકણમાં કૌતુક છે, નીચે-ઊંચે નરી નવાઈ!
વચમાં વિસ્મય શો સરકે છે સુરૂપનો સંસાર! —વિo
તાર તાર તારક શું તારા-મૈત્રકનો સંબંધ!
એક એક તૃણપત્તી સાથે રણઝણ ઋણાનુબંધ!
ચ્હેરે ચ્હેરે ડેરાતંબૂ, ને ચ્હેરાઓય અપાર! —વિo
એક વાર આ અચરત કેરો આવી જાય ઉતાર,
પૂરો થાવ દો પુલકોનો આ ઉપરાછાપરી ફાલ,
પ્રશ્ન પછી લૈશું, ક્હેશો તે લઈશું માથે ભાર.
વિસ્મયથી નવરો પડવા તો દેશો કે નહીં યાર?
હા, ભૈ હા; અમે ગમાર, ગામઠી; કબૂલ સત્તર વાર.
(બૃહદ છંદોલય, પૃ. ૧૨)