ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કૂંડી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 01:19, 25 July 2025
કૂંડી
ગુલાબદાસ બ્રોકર
કૂંડી (ગુલાબદાસ બ્રોકર; ‘બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૭૫) મુંબઈ વસતો નાયક વતનના ઘરેથી ચાંદીની કૂંડી લઈ આવે છે. એ કૂંડીમાં પૈસાનાં બીડાં ભરીને મા તહેવારોમાં લ્હાણી કરતાં. નાયકનાં સ્વજનો કૂંડીને વિસારે પાડી પોતાની પસંદગીની વસ્તુઓમાં ખોવાઈ જાય છે. એ પળે નાયક કૂંડી વિશે અને એ મિશે પોતાનાં બા વિશે વાતો કરવા માગે છે પણ એની મંશા પૂરી થતી નથી. વીતેલા દિવસોના આલેખનમાંની દૃશ્યાત્મકતા ધ્યાન ખેંચે છે.
ર.