કાવ્ય-આચમન શ્રેણી - ઉશનસ્/૪૫. વેદના એ તો વેદ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૫. વેદના એ તો વેદ|ઉશનસ્}} <poem> વેદના એ તો વેદ રે ભાઈ, ::: વેદના વી...")
(No difference)

Revision as of 12:21, 14 July 2021

૪૫. વેદના એ તો વેદ

ઉશનસ્

વેદના એ તો વેદ રે ભાઈ,
વેદના વીંધ્યો વેદ.
કોઈ ભોમિયો ભાળે ભેદ રે ભાઈ!
વેદના એ તો વેદ!
તત્ત્વપતણું એ ટૂંપણું નાહીં,
કોરું, સાવ જ કોરું,
વેદના એ તો લીલા વાંસનું
કોમળ કાળજ કોર્યું;
ગોકુળ ગામ જે શ્યામે વ્યાકુલ,
ફૂંક્યો વાંસળીવેધ. —વેદનાo
વેદના એ તો વેદથી મોટી,
વેદથી જૂની વાણ;
જોગી ન જાણે, ભોગી ન જાણે,
મરમી કોકને જાણ;
છોગું છડેચોક રાખે, પણ,
છાતીએ છૂપો છેદ. —વેદનાo

(સમસ્ત કવિતા, પૃ. ૮૮૯-૮૯૦)