સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/ચુનીલાલ મડિયાનું વિવેચન (એક નોંધ): Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં મેં એમનાં પ્રતિનિધિ વિવેચન-લખાણોને છ વિભાગમાં વહેંચ્યાં છે. એમની સિદ્ધાંતવિચારણાના ખ્યાલ માટે આરંભે બે લેખો સમાવ્યા છે, જેમાં જે-તે સમયના વિવેચનના પ્રશ્નો અને એના નિવારણ માટેના રસ્તાઓની ચર્ચા કરવામાં આવી છે. ‘પ્રવાહદર્શન’ મુદ્દાતળે સમાવવામાં આવેલા પાંચ લેખોમાં એમના દ્વારા થયેલા સમયદર્શી સાહિત્ય ઇતિહાસનો કામચલાઉ આલેખ સાંપડી શકશે. એમાં લગભગ ઓગણીસમી સદીના સાહિત્યને આલોચક દૃષ્ટિએ તપાસવાનો ઉપક્રમ જોઈ શકાય છે. પછી એમણે આ સદીમાં કાર્યરત મહત્વના વિવેચકોના કાર્યને મૂલવવાનો પ્રયત્ન કર્યો છે પણ એમાંથી એમની આ પ્રકારના વિવેચનની મુદ્રાનો પરિચય મળે. અહીં નમૂનાદાખલ ત્રણ વિવેચકો નવલરામ ઉમાશંકર જોશી અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિષયક લેખો સમાવ્યા છે. આ લખાણોમાં એમણે વિવેચકોના કાર્યને મૂલવવાના એક ભાગ રૂપે એક કાર્યઆલેખ બનાવ્યો હોવાથી લેખમાં એક પ્રકારનાં સાતત્ય અને સંવાદિતાનાં દર્શન થાય છે. જેમ કે વિવેચકને ઘડનારાં પરિબળો, એમણે જે- તે ક્ષેત્રમાં કરેલી કામગીરી, એમના વિવેચનનું સમયદર્શી મૂલ્ય, એમની વિવેચનાની વિશિષ્ટતા, એમના વિવેચનની શૈલી વગેરે. લાંબું ફલક રાખીને પણ કોઈ સર્જકના કાર્યનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય તેનો નમૂનો બની રહે તેવા લેખો વિવેચનની એક ઐતિહાસિક રૂપરેખા પણ પ્રસ્તુત કરી આપે છે. આ ઉપરાંત અહીં સમાવાયેલાં દરેક લખાણમાં અભ્યાસીને એમની સાહિત્યપદાર્થ પ્રત્યેની નિર્ભેળ પ્રીતિનાં દર્શન થશે. | અહીં મેં એમનાં પ્રતિનિધિ વિવેચન-લખાણોને છ વિભાગમાં વહેંચ્યાં છે. એમની સિદ્ધાંતવિચારણાના ખ્યાલ માટે આરંભે બે લેખો સમાવ્યા છે, જેમાં જે-તે સમયના વિવેચનના પ્રશ્નો અને એના નિવારણ માટેના રસ્તાઓની ચર્ચા કરવામાં આવી છે. ‘પ્રવાહદર્શન’ મુદ્દાતળે સમાવવામાં આવેલા પાંચ લેખોમાં એમના દ્વારા થયેલા સમયદર્શી સાહિત્ય ઇતિહાસનો કામચલાઉ આલેખ સાંપડી શકશે. એમાં લગભગ ઓગણીસમી સદીના સાહિત્યને આલોચક દૃષ્ટિએ તપાસવાનો ઉપક્રમ જોઈ શકાય છે. પછી એમણે આ સદીમાં કાર્યરત મહત્વના વિવેચકોના કાર્યને મૂલવવાનો પ્રયત્ન કર્યો છે પણ એમાંથી એમની આ પ્રકારના વિવેચનની મુદ્રાનો પરિચય મળે. અહીં નમૂનાદાખલ ત્રણ વિવેચકો નવલરામ ઉમાશંકર જોશી અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિષયક લેખો સમાવ્યા છે. આ લખાણોમાં એમણે વિવેચકોના કાર્યને મૂલવવાના એક ભાગ રૂપે એક કાર્યઆલેખ બનાવ્યો હોવાથી લેખમાં એક પ્રકારનાં સાતત્ય અને સંવાદિતાનાં દર્શન થાય છે. જેમ કે વિવેચકને ઘડનારાં પરિબળો, એમણે જે- તે ક્ષેત્રમાં કરેલી કામગીરી, એમના વિવેચનનું સમયદર્શી મૂલ્ય, એમની વિવેચનાની વિશિષ્ટતા, એમના વિવેચનની શૈલી વગેરે. લાંબું ફલક રાખીને પણ કોઈ સર્જકના કાર્યનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય તેનો નમૂનો બની રહે તેવા લેખો વિવેચનની એક ઐતિહાસિક રૂપરેખા પણ પ્રસ્તુત કરી આપે છે. આ ઉપરાંત અહીં સમાવાયેલાં દરેક લખાણમાં અભ્યાસીને એમની સાહિત્યપદાર્થ પ્રત્યેની નિર્ભેળ પ્રીતિનાં દર્શન થશે. | ||
{{right|-પ્રવીણ કુકડિયા}} | {{right|-પ્રવીણ કુકડિયા}} <br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૦૦૦}} | {{center|૦૦૦}} | ||
Latest revision as of 01:17, 2 August 2025
અહીં મેં એમનાં પ્રતિનિધિ વિવેચન-લખાણોને છ વિભાગમાં વહેંચ્યાં છે. એમની સિદ્ધાંતવિચારણાના ખ્યાલ માટે આરંભે બે લેખો સમાવ્યા છે, જેમાં જે-તે સમયના વિવેચનના પ્રશ્નો અને એના નિવારણ માટેના રસ્તાઓની ચર્ચા કરવામાં આવી છે. ‘પ્રવાહદર્શન’ મુદ્દાતળે સમાવવામાં આવેલા પાંચ લેખોમાં એમના દ્વારા થયેલા સમયદર્શી સાહિત્ય ઇતિહાસનો કામચલાઉ આલેખ સાંપડી શકશે. એમાં લગભગ ઓગણીસમી સદીના સાહિત્યને આલોચક દૃષ્ટિએ તપાસવાનો ઉપક્રમ જોઈ શકાય છે. પછી એમણે આ સદીમાં કાર્યરત મહત્વના વિવેચકોના કાર્યને મૂલવવાનો પ્રયત્ન કર્યો છે પણ એમાંથી એમની આ પ્રકારના વિવેચનની મુદ્રાનો પરિચય મળે. અહીં નમૂનાદાખલ ત્રણ વિવેચકો નવલરામ ઉમાશંકર જોશી અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિષયક લેખો સમાવ્યા છે. આ લખાણોમાં એમણે વિવેચકોના કાર્યને મૂલવવાના એક ભાગ રૂપે એક કાર્યઆલેખ બનાવ્યો હોવાથી લેખમાં એક પ્રકારનાં સાતત્ય અને સંવાદિતાનાં દર્શન થાય છે. જેમ કે વિવેચકને ઘડનારાં પરિબળો, એમણે જે- તે ક્ષેત્રમાં કરેલી કામગીરી, એમના વિવેચનનું સમયદર્શી મૂલ્ય, એમની વિવેચનાની વિશિષ્ટતા, એમના વિવેચનની શૈલી વગેરે. લાંબું ફલક રાખીને પણ કોઈ સર્જકના કાર્યનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય તેનો નમૂનો બની રહે તેવા લેખો વિવેચનની એક ઐતિહાસિક રૂપરેખા પણ પ્રસ્તુત કરી આપે છે. આ ઉપરાંત અહીં સમાવાયેલાં દરેક લખાણમાં અભ્યાસીને એમની સાહિત્યપદાર્થ પ્રત્યેની નિર્ભેળ પ્રીતિનાં દર્શન થશે.
-પ્રવીણ કુકડિયા
૦૦૦