અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત’/રૂપાંતર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રૂપાંતર| રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત’}} <poem> સામ લ્હેરે કદમ્બ...") |
(No difference)
|
Revision as of 05:23, 15 July 2021
રૂપાંતર
રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત’
સામ
લ્હેરે કદમ્બનું વૃક્ષ
એનાં પાંદ પાંદ બનીને ઝૂલે,
ખૂલે મહેક...
એમાં એક ખિસકોલી રમે,
ચઢે-ઊતરે...
ને છેક જમીન પર આવીને એ કશુંક ઠોલે,
ફોલે.
મને થયું
લાવ, દાણા નાખું દાડમના.
પછી તો
એ દાણો દાણો પકડી ખાતી ખાતી
આવતી રહી નજીક...
ન બીક,
ત્યાં થયો કશોક ધભાકો ધબ...
ઝબ ઝબકી
ઝણઝણીને ઉતાવળી દોડતી એ ચડી ગઈ
મારા શરીર પર,
ઘડી વારમાં તો
આંખોમાં થઈને સીધી ઈતરી ગઈ છેક કલેજામાં.
નાડી નાડી
રણકી ઊઠ્યાં બુન્દ બુન્દ,
હું જ જાણે થઈ ગયો કદમ્બનું વૃક્ષ!