અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/ભેંકાર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભેંકાર|ચિનુ મોદી `ઈર્શાદ'}} <poem> પાળિયાની જેમ મારી એકલતા આરડ...") |
(No difference)
|
Revision as of 05:36, 15 July 2021
ભેંકાર
ચિનુ મોદી `ઈર્શાદ'
પાળિયાની જેમ મારી એકલતા આરડે ને પાધરની જેમ તમે ચૂપ,
વીતેલી વેળામાં હું જાઉં છું સ્હેજ ત્યાં તો આંખો બે આંસુ-સ્વરૂપ;
સમણાં તો પંખીની જાત મારા વ્હાલમા
કે ઠાલાં પાણીનો કોઈ કૂપ? — પાળિયાની.
આંગણામાં પગલાંઓ અંકાયાં લાખ છતાં ઘરમાં તો ભમતો ભેંકાર,
પીપળાનાં પાંદડાંઓ ખરતાં થયાં ને છતાં ડાળીને લાગ્યા કરે ભાર;
પડઘાના પ્હાડ મને ઘેરીને બોલતા
કે તરણાંની ઓથ લઈ છૂપ. — પાળિયાની.
ચલ્લી થઈને એક તરણું હું લાવતી ને ગોઠવું છું નાનકડું નીડ,
ભ્રમણાની ભીંત ચણી ક્યાં લગ રે બેસવું, માણસ હોવાની મને ચીડ;
આપણે અજાણી એક લાગણીને લાગણીના
ચોર્યાશી લાખ થયા સ્તૂપ. — પાળિયાની.