અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/તો?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તો?|ચિનુ મોદી `ઈર્શાદ}} <poem> શ્વાસમાં છલકાય છાની ગંધ તો? ને બધ...")
(No difference)

Revision as of 06:12, 15 July 2021


તો?

ચિનુ મોદી `ઈર્શાદ

શ્વાસમાં છલકાય છાની ગંધ તો?
ને બધે ચર્ચાય આ સંબંધ તો?

કંઠથી છટક્યો ટહુકો મોરનો,
ડાળ પરથી જો મળે અકબંધ તો?

આંખમાંથી આંસુઓ લૂછો નહીં
તૂટશે પે…લો ઋણાનુબંધ તો?

હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને —
કોક દરવાજો કરી દે બંધ તો?