અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/લઈ લો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લઈ લો|ચિનુ મોદી `ઈર્શાદ'}} <poem> વાડી લઈ લો, લઈ લો વજીફા, લઈ લો હી...") |
(No difference)
|
Revision as of 06:25, 15 July 2021
લઈ લો
ચિનુ મોદી `ઈર્શાદ'
વાડી લઈ લો, લઈ લો વજીફા, લઈ લો હીરા-મોતી;
લઈ લો મારો ફોન-રણકતો, લઈ લો આંખો જોતી.
લઈ લો પાછા પયગંબરને, લઈ લો લીલો ખેસ,
લઈ લો ઝાકળના દરવાજા, લઈ લો વાયુવેશ.
રોજ આવતાં સપનાં લઈ લો, લઈ લો આખી રાત;
નદી પ્હાડમાં ધક્કેલી દો, લઈ લો દરિયા સાત.
અળિયું લઈ લો, ફળિયું લઈ લો, લઈ લો ઘરનું નળિયું;
લઈ લો જે કૈં મારી પાસે, ભલે જણાતું તળિયું—
તળિયાઝાટક થઈ જઈને ભલે પડું હું સૂનો;
ઘરની બેસી જતી પછીતે ભલે ઊખડતો ચૂનો.
એક જ સરખું લોહી ઊછળતું; આ કેવો ઝુરાપો;
હોડી લઈ લો, શઢ પણ લઈ લો; આપો એ જ તરાપો.
૨૧-૭-’૯૪
(‘શ્વેત સમુદ્રો’માંથી)