અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/કેમ છો?: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કેમ છો?|ચિનુ મોદી `ઈર્શાદ'}} <poem> :::: કેમ છો? સારું છે? દર્પણમાં જ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
:::: કેમ છો? સારું છે? | ::::: કેમ છો? સારું છે? | ||
દર્પણમાં જોયેલા ચહેરાને રોજ રોજ | દર્પણમાં જોયેલા ચહેરાને રોજ રોજ | ||
આમ જ પૂછવાનું કામ મારું છે? | આમ જ પૂછવાનું કામ મારું છે? | ||
::::: કેમ છો? સારું છે? | |||
અંકિત પગલાંની છાપ દેખાતી હોય | અંકિત પગલાંની છાપ દેખાતી હોય | ||
અને મારગનું નામ? તો ક્હે : કાંઈ નહીં, | અને મારગનું નામ? તો ક્હે : કાંઈ નહીં, | ||
Line 14: | Line 14: | ||
દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં | દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં | ||
ને કાંઠે પૂછે કે પાણી ખારું છે? | ને કાંઠે પૂછે કે પાણી ખારું છે? | ||
::::: કેમ છો? સારું છે? | |||
પાણીમાં જુઓ તો દર્પણ દેખાય | પાણીમાં જુઓ તો દર્પણ દેખાય | ||
અને દર્પણમાં જુઓ તો કોઈ નહીં, | અને દર્પણમાં જુઓ તો કોઈ નહીં, | ||
Line 21: | Line 21: | ||
કરમાતાં ફૂલ જેમ ખરતાં બે આંસુઓ | કરમાતાં ફૂલ જેમ ખરતાં બે આંસુઓ | ||
ને આંખો પૂછે કે પાણી તારું છે? | ને આંખો પૂછે કે પાણી તારું છે? | ||
::::: કેમ છો? સારું છે? | |||
</poem> | </poem> |
Revision as of 06:27, 15 July 2021
કેમ છો?
ચિનુ મોદી `ઈર્શાદ'
કેમ છો? સારું છે?
દર્પણમાં જોયેલા ચહેરાને રોજ રોજ
આમ જ પૂછવાનું કામ મારું છે?
કેમ છો? સારું છે?
અંકિત પગલાંની છાપ દેખાતી હોય
અને મારગનું નામ? તો ક્હે : કાંઈ નહીં,
દુણાતી લાગણીના દરવાનો સાત
અને દરવાજે કામ? તો ક્હે : કાંઈ નહીં;
દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં
ને કાંઠે પૂછે કે પાણી ખારું છે?
કેમ છો? સારું છે?
પાણીમાં જુઓ તો દર્પણ દેખાય
અને દર્પણમાં જુઓ તો કોઈ નહીં,
‘કોઈ નહીં’ ક્હેતામાં ઝરમર વરસાદ
અને ઝરમરમાં જુઓ તો કોઈ નહીં;
કરમાતાં ફૂલ જેમ ખરતાં બે આંસુઓ
ને આંખો પૂછે કે પાણી તારું છે?
કેમ છો? સારું છે?