કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૭. સર્વં પ્રિયે! મધુર કૈંક વધુવસંતે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૭. સર્વં પ્રિયે! મધુર કૈંક વધુવસંતે| ઉશનસ્}} <poem> મધુર મધુના...")
 
No edit summary
Line 20: Line 20:


૧૯૯૫
૧૯૯૫
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૯૧૪-૯૧૫)}}
::::::(સમસ્ત કવિતા, પૃ. ૯૧૪-૯૧૫)}}

Revision as of 06:38, 15 July 2021

૪૭. સર્વં પ્રિયે! મધુર કૈંક વધુવસંતે

ઉશનસ્

મધુર મધુના પર્વે સર્વે; બધે જ મધુ સ્રવેઃ
સચરઅચરે પાંચે ભૂતો જરી વધુ રંગમાં,
શિશિર હિમ શી ફિક્કી સૃષ્ટિ તરંગિત ભંગમાં,
જરીક વરણાઈ રાતોડી યુવાવય આસવે,
બધું જ વરણાયું લાગે છે વસંતલ ઝાંયમાંઃ
નભની ભૂખરાશે પલ્ટાતી રતુંબડ શૂન્યતા!
મધુપુટ સમા પ્હાડો ધારે તગંત જીવંતતા,
રવિ-ખટૂમડું પીણું એનો મધુ તરુછાયમાં;

અધિક મધુરું ને રાતોડું બધું જ હવે પ્રિયે!
નજર મધુરી, આંખો મારી મધુર રતુંબડી;
મધુર વધુ તું પ્હેલાંથીયે, જરી દીઠી કે ચઢી!
પવન પણ પીધેલો લાગે, મદીર જલશ્રીયે;

મધુમય ધરા, રોમે રોમે તગંત મધુકણે,
સમય પણ છે મદ્યે, દૂઝે ઝગંત ક્ષણે ક્ષણે!

૧૯૯૫

(સમસ્ત કવિતા, પૃ. ૯૧૪-૯૧૫)}}