અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/ઢોલિયે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઢોલિયે|રાવજી પટેલ}} <poem> અમે અજાણ્યા ક્યાં લગ ર્હેશું? કહો ત...")
(No difference)

Revision as of 06:49, 15 July 2021


ઢોલિયે

રાવજી પટેલ

અમે અજાણ્યા ક્યાં લગ ર્હેશું?
કહો તમારા ઘરમાં?
કહો તમારા ઘરમાંથી વળી
તબો-તમાકુ પંડ ઊઠીને ક્યારે લેશું?
દખણાદી પરસાળ ઢોલિયો ઢળ્યો,
ક્યારનો પડ્યો પડ્યો હું
જતાં-આવતાં ઘરનાં માણસ ભાળું;
બોલ તમારા સુણી માંહ્યથી
પાંપણ વાસી
અમો ખોલિયે દુવાર આડું!
જોઉં જોઉં તો બે જ મનેખે
લહલહ ડોલ્યે જતો ડાયરો!
કોણ કસુંબા ઘોળે?
ઘૂંટે કોણ ઘેનનાં ફૂલ?
હથેલી માદક લહરી-શી રવરવતી —
દિન થઈ ગ્યો શૂલ…
હમણાં હડી આવશે પ્હોર —
રાતના ઘોડા ગોરી,
સાગરઢોલિયે પાંખ ફૂટશે;
કમાડ પર ચોડેલી ચકલી
સમણું થઈ ઘરમાં ફડફડશે.
જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો.
અમને ઘડીવાર તો ગંધ ઊંઘની આલો,
આલો શ્વાસ તમારો ઓઢું, જંપું.
અંધકારથી પડખાંનો આ-વેગ
હવે તો બાંધો
ઢળ્યે ઢોળિયે…
(અંગત, પૃ. ૨)