કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૨. પૃથ્વી, પૂર્ણતા તરફ ગતિમાં!: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨. પૃથ્વી, પૂર્ણતા તરફ ગતિમાં!|ઉશનસ્}} <poem> અદીઠાં બ્રહ્માંડ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
ખભે લૈ — જાણે કે હળ લઈ — ખડો કૃષ્ટિપુરુષ! | ખભે લૈ — જાણે કે હળ લઈ — ખડો કૃષ્ટિપુરુષ! | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, ‘પૃથ્વીગતિનો છંદોલય’ સૉનેટમાળામાંથી, પૃ. ૭૩૫-૭૩૬)}} |
Revision as of 06:50, 15 July 2021
૪૨. પૃથ્વી, પૂર્ણતા તરફ ગતિમાં!
ઉશનસ્
અદીઠાં બ્રહ્માંડો તરફ ક્ષિતિ આ ઊપડી જતી;
અને આવી રીતે ઊપડી જવું, આ આગળ ગતિ,
સદા આગે આગે અવિરત અજાણ્યા ધ્રુવ પ્રતિ;
અરે, એથી સ્તો આ ધરતી નિત પુષ્પો ખીલવતી.
અરે, એથી સ્તો આ ધરતી પરની જીવનકૃતિ
કળી પેઠે ખૂલે દલ દલ કરી પૂર્ણ કુસુમે,
ગતિ છે તો છંદોલય-નરતને ભૂ રૂમઝૂમે,
અપૂર્ણાંવસ્થા, તો ગતિ; અટકવું તો ઉપરતિ;
ગતિ આ આકાશી ચિતિ મહીં, નવાં સાહસ ભણી,
નવા દ્યૌસંઘર્ષો થકી નવલ સંવાદ સુષમા —
ભણી; જીવી લેવું જીવન મળ્યું ને પૂર્ણપણમાં;
બધુંયે સ્વીકારી; શુભ-અશુભ; ના કૈં અવગણી;
ધરાપે સાતેયે વરસ ખીલ્યું તે મેઘધનુષ
ખભે લૈ — જાણે કે હળ લઈ — ખડો કૃષ્ટિપુરુષ!
(સમસ્ત કવિતા, ‘પૃથ્વીગતિનો છંદોલય’ સૉનેટમાળામાંથી, પૃ. ૭૩૫-૭૩૬)