અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/આપણને જોઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આપણને જોઈ|રાવજી પટેલ}} <poem> આપણને જોઈ પેલા બગીચામાં લીલોતરી...") |
(No difference)
|
Revision as of 06:57, 15 July 2021
આપણને જોઈ
રાવજી પટેલ
આપણને જોઈ
પેલા બગીચામાં લીલોતરી સળવળે
આપણને જોઈ
પેલાં પતંગિયાં હજીય તે ઊડ્યા કરે!
આપણને જોઈ
પેલી ડાળીઓ પ્હેરી લે છે ફૂલ-મોડ.
આપણને જોઈ
પેલા ઝૂમાં આણી સારસની જોડ!
આપણને જોઈ
પેલાં છોકરાંઓ વર-વહુ બન્યા કરે.
આપણને જોઈ
પેલા ઘરડાને ચપોચપ દાંત ફૂટે!
‘અંગત’