પ્રતિપદા/૫. મણિલાલ હ. પટેલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫. મણિલાલ હ. પટેલ}} === કાવ્યસંગ્રહોઃ === {{Poem2Open}}પરંતુ, ઝાલર વાગે જ...")
 
No edit summary
Line 3: Line 3:


=== કાવ્યસંગ્રહોઃ ===
=== કાવ્યસંગ્રહોઃ ===
{{Poem2Open}}પરંતુ, ઝાલર વાગે જૂઠડી, શિખંડી અને તુણ્ડિલતુણ્ડિકા{{Poem2Close}}
{{Poem2Open}}પદ્મા વિનાના દેશમાં, સાતમી ઋતુ, ડુંગર કોરી ઘર કર્યા, વિચ્છેદ અને સીમાડે ઊગેલું ઝાડવું.{{Poem2Close}}
 
=== પરિચય: ===
{{Poem2Open}}કવિતા, વાર્તા, નવલકથા, નિબંધ, ચરિત્ર, આત્મચરિત્ર અને વિવેચન – એમ સાહિત્યના મહત્સ્વરૂપોમાં સફળતાપૂર્વક કલમ અજમાવી ચૂકેલા, સતત લખતા રહેલા સવ્યસાચી લેખક. માતબર લેખન. વિદ્યાર્થી-વત્સલ અધ્યાપનકળાના, હવે વિરલ બનતી જતી પ્રજાતિના નૈષ્ઠિક અધ્યાપક. સાહિત્યના રસાળ વ્યાખ્યાતા, પ્રભાવક વક્તા. મિશનરી જોસ્સાથી સાહિત્ય અને સાહિત્યશિક્ષણના નિમિત્તે લગભગ આખું ગુજરાત ખૂંદી ચૂકેલા પ્રવાસી. કવિતાના પાંચ સંચયો ઉપરાંત એમની પાસેથી પાંચ વાર્તાસંગ્રહો, બે પ્રવાસગ્રંથો, ત્રણ ચરિત્ર-આત્મચરિત્ર, છ નવલ-લઘુનવલો, ચૌદ નિબંધસંગ્રહો, પંદર વિવેચનના ગ્રંથો અને પુષ્કળ સંપાદનો મળ્યાં છે. કાવ્યપાઠ અને વ્યાખ્યાન નિમિત્તે યુકે અને યુએસએના પ્રવાસો કર્યા છે. તરલ પારદર્શક કલ્પનો વડે અતીતરાગથી રંજિત જાનપદી ચેતનાને વ્યક્ત કરતા કવિ. ધ્યાનપાત્ર સૉનેટો પણ આપ્યાં છે. દશમો દાયકો અને પરસ્પરઃ એમનાં સંપાદનમાં પ્રકટેલા સામયિક  ઉન્મેષો છે.{{Poem2Close}}
 
== કાવ્યો: =
૧. વાટઃ બે કાવ્યો
<poem>
મેં તો કાયમ વાટ જોઈ છેઃ
કઠોર કપરા કાળા ઉનાળા કૂણા પડશે
આભલે આબી* નીકળશે
તરસ્યાં સીમવગડામાં કોળમડી** વળશે
ખાખરીનાં કાચાં પાન જેવી
હવાઓ અંગેઅંગે રાગ જગવશે
દરિયે ગયેલી ખાલીખમ વાદળીવેળાઓ
જળ ભરીને પાછી વળશે... ને
તરસ્યા મલકને માથે મેઘો મંડાશે...
ફળિયાની ધૂળમાં ચકલીઓ ન્હાશે
માટી ફૉરી ઊઠશેઃ મ્હૉરી ઊઠશે મન!
પણ આ તો કેવી અંચાઈ!
થોડાક છાંટાઓએ જ (ધૂળની જેમ)
છાતીને ચાળણી ચાળણી કરી દીધી છે
ડુંગરે ડુંગરે વને વને દવ લાગ્યો છે ને –
નવસોને નવ્વાણું રઘવાઈ નદીઓમાં
લ્હાય લાગી છે લ્હાય...!
હે યજ્ઞવેદીના દેવતા!
અમને કયા ગુન્હાઓની
સજા થઈ રહી છે... આ?
કેમ??
</poem>

Revision as of 07:01, 15 July 2021

૫. મણિલાલ હ. પટેલ

કાવ્યસંગ્રહોઃ

પદ્મા વિનાના દેશમાં, સાતમી ઋતુ, ડુંગર કોરી ઘર કર્યા, વિચ્છેદ અને સીમાડે ઊગેલું ઝાડવું.

પરિચય:

કવિતા, વાર્તા, નવલકથા, નિબંધ, ચરિત્ર, આત્મચરિત્ર અને વિવેચન – એમ સાહિત્યના મહત્સ્વરૂપોમાં સફળતાપૂર્વક કલમ અજમાવી ચૂકેલા, સતત લખતા રહેલા સવ્યસાચી લેખક. માતબર લેખન. વિદ્યાર્થી-વત્સલ અધ્યાપનકળાના, હવે વિરલ બનતી જતી પ્રજાતિના નૈષ્ઠિક અધ્યાપક. સાહિત્યના રસાળ વ્યાખ્યાતા, પ્રભાવક વક્તા. મિશનરી જોસ્સાથી સાહિત્ય અને સાહિત્યશિક્ષણના નિમિત્તે લગભગ આખું ગુજરાત ખૂંદી ચૂકેલા પ્રવાસી. કવિતાના પાંચ સંચયો ઉપરાંત એમની પાસેથી પાંચ વાર્તાસંગ્રહો, બે પ્રવાસગ્રંથો, ત્રણ ચરિત્ર-આત્મચરિત્ર, છ નવલ-લઘુનવલો, ચૌદ નિબંધસંગ્રહો, પંદર વિવેચનના ગ્રંથો અને પુષ્કળ સંપાદનો મળ્યાં છે. કાવ્યપાઠ અને વ્યાખ્યાન નિમિત્તે યુકે અને યુએસએના પ્રવાસો કર્યા છે. તરલ પારદર્શક કલ્પનો વડે અતીતરાગથી રંજિત જાનપદી ચેતનાને વ્યક્ત કરતા કવિ. ધ્યાનપાત્ર સૉનેટો પણ આપ્યાં છે. દશમો દાયકો અને પરસ્પરઃ એમનાં સંપાદનમાં પ્રકટેલા સામયિક ઉન્મેષો છે.

= કાવ્યો:

૧. વાટઃ બે કાવ્યો


મેં તો કાયમ વાટ જોઈ છેઃ
કઠોર કપરા કાળા ઉનાળા કૂણા પડશે
આભલે આબી* નીકળશે
તરસ્યાં સીમવગડામાં કોળમડી** વળશે
ખાખરીનાં કાચાં પાન જેવી
હવાઓ અંગેઅંગે રાગ જગવશે
દરિયે ગયેલી ખાલીખમ વાદળીવેળાઓ
જળ ભરીને પાછી વળશે... ને
તરસ્યા મલકને માથે મેઘો મંડાશે...
ફળિયાની ધૂળમાં ચકલીઓ ન્હાશે
માટી ફૉરી ઊઠશેઃ મ્હૉરી ઊઠશે મન!
પણ આ તો કેવી અંચાઈ!
થોડાક છાંટાઓએ જ (ધૂળની જેમ)
છાતીને ચાળણી ચાળણી કરી દીધી છે
ડુંગરે ડુંગરે વને વને દવ લાગ્યો છે ને –
નવસોને નવ્વાણું રઘવાઈ નદીઓમાં
લ્હાય લાગી છે લ્હાય...!
હે યજ્ઞવેદીના દેવતા!
અમને કયા ગુન્હાઓની
સજા થઈ રહી છે... આ?
કેમ??