અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિલ જોશી/કવિ વિનાનું ગામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કવિ વિનાનું ગામ|અનિલ જોશી}} <poem> પ્હાડ ફરીને પાછા વળતા પ્હાડ...")
(No difference)

Revision as of 07:33, 15 July 2021


કવિ વિનાનું ગામ

અનિલ જોશી

પ્હાડ ફરીને પાછા વળતા પ્હાડ મૂકીને આવ્યા
પરોઢનું ઝાંખું અજવાળું ખાલી હાથે લાવ્યા
કુંજડીઓના હારબંધ ટહુકાથી બારી ખુલ્લી
સૂર્ય ડોકિયું તાણે ત્યાં તો ઝળહળ ઝાકળ ઝૂલી
અંધકારનો ભણકારો થઈ ભમરો ફોરમ દોરે
સવારના ચહેરા પર બેસી અજવાળાને કોરે
કોરાતે અઝવાળે ઊભાં રહીને પર્વત કાંખે
ખોબે ખોબે ધુમ્મસ પીધું પતંગિયાની પાંખે
ધુમ્મસ પીને ઝાંખીપાંખી એકલતાને ટેકે
ઢાળ ઊતરી ઊભાં આવીને પલાશ વનની મ્હેકે
પલાશવન તો જાય દોડતું ક્યાંય લગી હરણોમાં
પર્વત આખો થાકે મારા થંભેલા ચરણોમાં
મનમાં એવું થાય કે પૂગું પ્હાડ મૂકી સૂમસામ
અવાજના જંગલમાં ભટકે કવિ વિનાનું ગામ.
‘કદાચ’