પ્રતિપદા/૧૬. રાજેશ પંડ્યા: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 152: | Line 152: | ||
તમે હા પાડો કે ના | તમે હા પાડો કે ના | ||
કોણ પૂછે છે? | કોણ પૂછે છે? | ||
</poem> | |||
===૩. ચાંદો=== | |||
<poem> | |||
તારા હાથમાં શું છે? | |||
‘ચાંદો.’ | |||
કે’તાં તો કે’વાઈ ગયું | |||
પણ પછી... | |||
રાત પડે ને રોજ હાજર | |||
આખી સૃષ્ટિ એમાં આવી વસે | |||
ધીમે ધીમે બધા આકાર ઊઘડે | |||
એક પંખી ઊડતું આવે | |||
જળનું ટીપું મૂકે | |||
એટલામાં તો હિલ્લોળાવા લાગે | |||
ચાંદે જળ. | |||
એક ઘડીમાં ચંદનતળાવ | |||
બીજી ઘડીએ કમળનાં વન | |||
રામજીમંદિરને ઓટલે વાગતું | |||
રામસાગર જંપે | |||
ત્યાં સુધીમાં તો મ્હેલ ઊભો. | |||
એક પછી એક પરદા વળોટતો | |||
છેક ઝરુખે આવી | |||
સાવ અડોઅડ બેસું. | |||
સાત સાગરની ખેપનો થાક શમે | |||
એવું હવ્વાથીય હળવું પંપાળે. | |||
ઊંડે ઊંડે ધરબાઈ જવાનું મન મને. | |||
હંમેશ માટે આમ જ પડ્યો રહું | |||
બસ સુખ પીધા કરું. | |||
હાથ ફરતો રહે આંખ ખૂલે નહીં | |||
બંધ આંખે બધું સચવાઈ રહે તો | |||
મોતી નીપજે. | |||
પણ તમે પૂછ્યુંઃ | |||
‘તારા હાથમાં શું છે?’ | |||
કે’તાં તો કે’વાઈ ગયું | |||
‘આ રહ્યો ચાંદો’ | |||
... ને મુઠ્ઠી ખૂલી ગઈ. | |||
</poem> | </poem> |
Revision as of 08:59, 15 July 2021
કાવ્યસંગ્રહોઃ
પરિચય:
કાવ્યો:
૧. ’આમ તો એ’-ની વાત
આમ તો એ ભલો માણસ હતો.
મરતાને મર ન કેય એવો.
બીડી પીતો ક્યારેક દારૂ પણ
ક્યારેક છોકરાને મારતો
ને પત્નીને ઇચ્છા હોય કે ન હોય તોય ભોગવતો
પછી નસકોરાં બોલાવતોક ઊંઘી જતો
સવારે જાગ્યા પછી પડોશણને જોયા કરતો
પણ એકંદરે એ ભલો હતો.
નાનો હતો ત્યારે
એને પતંગ ચગાવતા આવડતી નહીં
એક ઊતરાણે એની પતંગ પેલ્લી વાર ચગી
પછી કપાઈ ગઈ ત્યારથી
એણે સાઈકલમાંથી હવા કાઢવાનું છોડી દીધું
એટલું જ નહીં, સાઈકલ શીખવાનું માંડી વાળ્યું
આજેય એ બધે ચાલતો જાય છે
કે પછી સીટી બસમાં જવાનું પસંદ કરે છે.
આમ તો એ તાલુકા પંચાયતમાં ક્લાર્ક છે
ઓચિંતા આવી પડેલા ખરચાને પહોંચી વળવા
થોડીક લાંચ લીધી હશે એણે
રિસેસ પછી ઘણી વાર કામ કર્યું નહીં હોય
પણ એથી કાંઈ એ ભલો માણસ થોડો મટી જાય છે?
બાકી રોજ સવારે
એ ઘંટડી વગાડી અગરબત્તી ફેરવે
કાનની બૂટ પકડી નતમસ્તક મંદિરમાં જઈ ઊભો રહે
શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરે
ને દર એકાદશીએ ગાયનું પૂંછડું આંખે અડાડે
પૂનમ ભરવા ડાકોર જાય
આ બધાં કારણોસર
તમે એને ખરાબ કહી શકો નહીં
ભલે ભલો ન કહો
એનો એને વાંધો નથી બિલકુલ
એને વાંધો છે કોઈ એને
ધાર્મિક કે ધર્મભીરુ એવું કાંઈ કહે એની સામે
એના વિશે કોઈ ગેરસમજ કરે એ એને ગમતું નથી.
અને છતાં આવી ઘણી નાનીનાની ગેરસમજ
એના વિશે ફેલાય ત્યારે એ દુઃખી થઈ જાય છે.
એને આવતો જોઈ ઘણી વાર
ઑફિસના મિત્રો ગુપસુપ બંધ કરી દઈ
વાત વાળી લે ત્યારે પણ એ થોડો દુઃખી થાય છે.
આવું જ્યારે જ્યારે બને છે ત્યારે
એ ઑફિસેથી સીધો પબ્લિક પાર્કમાં જઈ
કોઈ ઝાડ નીચેની બેંચ પર ઉદાસ બેસી રહે છે, મોડે સુધી
સાંજ પોતાનો રંગ ભૂંસી નાંખે ત્યાં સુધી
પછી એનો પડછાયો પણ
એકલતામાં ભાગ પડાવતો નથી.
એક વખત
એ આમ જ બેઠો’તો
બાંકડા પર વીજળીનો દીવો ઝળહળી ઊઠ્યો ત્યારથી
એણે બાંકડો બદલી નાંખ્યો કેમકે
અજવાળાંમાં એ શાંત રહી શકતો નથી
અને વિચારી શકતો નથી.
એ વિચારોનાં પગલાં જોતો જોતો
દૂર નીકળી જાય ક્યાંનો ક્યાંય
અંધારું હોય તો.
પછી સૂરજ ઊગે ત્યારે જ એને ખબર પડે
કે અંધારાંમાં ચાલતો ચાલતો એ
છેક સવાર સુધી આવી પહોંચ્યો છે છતાંય
રસ્તો તો ખૂટ્યો નથી જરાય.
એ રસ્તા વચ્ચે થોડી વાર ઊભો રહે
એમનો એમ
પોતાના ઘરની દિશા કઈ છે એ શોધવા
ઘણા ફાંફા મારે પછી
અડધી અટકળે ને અડધા અણસારે
એ ફરી ચાલવાનું શરૂ કરે.
આવી રીતે રસ્તા પર ચાલતા
તમે કોઈને જુઓ
તો સમજી જજો કે
એ એ જ હોવો જોઈએ
એ એ જ હોઈ શકે
એ એ જ છે.
જો તમે મોટરકારમાં જતા હો તો
તમે એને લિફ્ટ આપી શકો.
એ જુદી વાત છે
કે એ તમારી ઑફર સ્વીકારે નહીં
ત્યારે તમને એમ થાય કે
આપણી પાસે સ્કૂટર હોત તો સારું.
સ્કૂટર પર એને ઘોડો પલાણીને બેસવું ફાવે છે.
એમ બેસવામાં એને કાર કરતા વધુ કમ્ફર્ટ લાગે છે.
આમેય આટલું બધું ચાલ્યા પછી તો
એ લિફ્ટ માટે તૈયાર થઈ જ જાત.
અત્યારે સડસડાટ કેટલાંયે સ્કૂટર
એની બાજુમાંથી પસાર થઈ જાય છે.
એ જોયા કરે છે
ક્યાંય તમે સ્કૂટર લઈને નીકળ્યા છો ખરા?!
૨. બધું જ, બધા માટે
તમે મચ્છી ખાઓ કે ભાત
ચાહે માંસ ખાઓ
ચાહે ધાન્ય
જમીન પર કૂદકે કૂદકે દોડતી
મરઘીની ટાંગ ખાઓ
કે પછી જમીનથી ઊંચે ઝળુંબતાં
લેલૂંબ ફળ
ઈંડાં ખાઓ કે બટાકા
બધું પચી જાય
તમને એવી મજબૂત હોજરી મળી છે.
તમે દિવસે ઊંઘો કે રાતે
ચાહે સપનાં જુઓ
ચાહે ટી.વી.
દીવાલ પર ગોળ ગોળ સરકતી
ગરોળીની જાંઘ જુઓ
કે પછી મલઈકાની છાતી
બધું ગમી જાય
એવી આંખ મળી છે તમને.
તમે ઓજાર રાખો કે હથિયાર
ચાહે રંધો હથોડો ખુરપી રાખો
ચાહે એ.કે.૪૭
ટેબલ પર કમ્પ્યુટર રાખો
અને કબાટમાં પુસ્તક
સતત છાતી સાથે જડી રાખો મોબાઈલ
પાસે ઊભેલા માણસની વાત સાંભળવા
કાનમાં ઈયરફોન રાખો
બધું રાખી શકાય
એવી સગવડ મળી છે.
તમે ઊભા રહો કે ચાલો
રસ્તો મળી ગયો છે
એમ માની ચાલ્યા કરો
કે રસ્તો જડતો નથી
એમ માની ઊભા રહો
આજુબાજુ વૃક્ષો ઊભા છે
એમ તમે પણ ઊભા રહો.
જરા ખસીને, રસ્તાની ધારે
જેથી ચાલનારાં વાહનોને મુશ્કેલી ન પડે
આટલું તો તમે કરી શકો
એવી સમજણ જરૂર મળી છે તમને.
તમે મૂંગા રહો કે બોલો
બધું સરખું છે
તમે હા પાડો કે ના
કોણ પૂછે છે?
૩. ચાંદો
તારા હાથમાં શું છે?
‘ચાંદો.’
કે’તાં તો કે’વાઈ ગયું
પણ પછી...
રાત પડે ને રોજ હાજર
આખી સૃષ્ટિ એમાં આવી વસે
ધીમે ધીમે બધા આકાર ઊઘડે
એક પંખી ઊડતું આવે
જળનું ટીપું મૂકે
એટલામાં તો હિલ્લોળાવા લાગે
ચાંદે જળ.
એક ઘડીમાં ચંદનતળાવ
બીજી ઘડીએ કમળનાં વન
રામજીમંદિરને ઓટલે વાગતું
રામસાગર જંપે
ત્યાં સુધીમાં તો મ્હેલ ઊભો.
એક પછી એક પરદા વળોટતો
છેક ઝરુખે આવી
સાવ અડોઅડ બેસું.
સાત સાગરની ખેપનો થાક શમે
એવું હવ્વાથીય હળવું પંપાળે.
ઊંડે ઊંડે ધરબાઈ જવાનું મન મને.
હંમેશ માટે આમ જ પડ્યો રહું
બસ સુખ પીધા કરું.
હાથ ફરતો રહે આંખ ખૂલે નહીં
બંધ આંખે બધું સચવાઈ રહે તો
મોતી નીપજે.
પણ તમે પૂછ્યુંઃ
‘તારા હાથમાં શું છે?’
કે’તાં તો કે’વાઈ ગયું
‘આ રહ્યો ચાંદો’
... ને મુઠ્ઠી ખૂલી ગઈ.