પ્રતિપદા/૧૫. સંજુ વાળા: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 29: | Line 29: | ||
===૨. મજા, –=== | ===૨. મજા, –=== | ||
<poem> | <poem> | ||
:::છેક શિખરની મજા, | ::::છેક શિખરની મજા, | ||
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા... | હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા... | ||
Line 44: | Line 44: | ||
: એવાં અંતરિયાળપણાં, જ્યાં ના છત્તર ના છજાં... | : એવાં અંતરિયાળપણાં, જ્યાં ના છત્તર ના છજાં... | ||
:::છેક શિખરની મજા, | ::::છેક શિખરની મજા, | ||
:હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા. | :હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા. | ||
</poem> | </poem> |
Revision as of 09:28, 15 July 2021
કાવ્યસંગ્રહોઃ
પરિચય:
કાવ્યો:
૧. જડ્યું નહિ કંઈ –
જાણ્યું એવું જડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ
વનમાં ઝાઝા વાંસ વાયરા શિષ ધુણાવી વાતા;
લળકઢળક સૌ ડાળ ઘાસને ચડે હિલોળા રાતા
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ
શુષ્ક સરોવર, સાંજ નહિ કોઈ ગલ-હંસો રઢિયાળા
રડવાનું એક સુખ લેવા ત્યાં, પહોંચ્યા સંજુ વાળા
આંખ, હૃદયને કર જોડ્યા પણ રડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ
જાણ્યું એવું જડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ
૨. મજા, –
છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા...
ક્યાંથી પગલું પહેલું ભરીએ? ગરવા હે શ્રીગણેશ
એ મારગ દેખાડો જેમાં ક્યાંય ના વાગે ઠેસ
અથવા આપો, અંદર અંદર રણઝણવાની રજા...
અણજોયાને જોયું કરવું અણઘડ ઘડવા ઘાટ
ચાલ ના જાણી તોયે માંડી જગજાહેર ચોપાટ
કપાળ જાણી કરવાં તિલ્લક જેવાં જેનાં ગજાં...
ચડવું ’ને ઊતરવું દીધું અણથક દીધી એષ
બેઉ હાથથી ઉલેચો પણ રહે શેષનું શેષ
એવાં અંતરિયાળપણાં, જ્યાં ના છત્તર ના છજાં...
છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા.