અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/શગ રે સંકોરું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શગ રે સંકોરું|રમેશ પારેખ}} <poem> શગ રે સંકોરું મારા નામની તૂટ...")
(No difference)

Revision as of 09:46, 15 July 2021


શગ રે સંકોરું

રમેશ પારેખ

શગ રે સંકોરું મારા નામની
તૂટે પડછાયાની ગીચોગીચ સાંકડ્યું
નર્યું અજવાળું અજવાળું વાય
શગ રે સંકોરું મારા નામની.

સગપણને કાંઠે હોડી નાંગરી
સામે ઝાંખું રે ઝળૂંબે મારું ગામ
કેડીઓ કંડારું મારા ગામની
શગ રે સંકોરું મારા નામની.

શબદો ખંખેરી દીધા ખેસથી
કાંઈ લૂછી નાખ્યાં રે લીલાં વેણ
ઝાંખની સોંસરી પાંપણ સંચરે
એમ અળગાં કાયાથી ઊડે નેણ
આંધળી દશ્યુંને મેલી આમની
શગ રે સંકોરું મારા નામની.

ઝરડે પડછાયા મારા ઝૂલતા
હવે ઠેસમાં ન આવે મારો થાક
હળવી તે ફૂંક જેવું ઊડતો
પગને જમણે અંગૂઠે ફૂટે પાંખ
આઘી રે ઠેલાય માયા રામની
શગ રે સંકોરું મારા નામની.
(છ અક્ષરનું નામ, પૃ. ૩)