પ્રતિપદા/૧૫. સંજુ વાળા: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 94: | Line 94: | ||
:::::ઘટ ઘટ રામ તિહારો... | :::::ઘટ ઘટ રામ તિહારો... | ||
</poem> | </poem> | ||
''' | |||
:'''(૨) મીરાં''' | |||
<poem> | <poem> | ||
તન-તંબુર એકરાગ બજે બસ એક રંગ છલકાયો | તન-તંબુર એકરાગ બજે બસ એક રંગ છલકાયો | ||
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો | લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો | ||
એેક કામળી, એક બાંસુરી | :એેક કામળી, એક બાંસુરી | ||
હૃદયે એક જ નામ | ::::હૃદયે એક જ નામ | ||
તન મેવાડે, મન જઈ મ્હાલે | :તન મેવાડે, મન જઈ મ્હાલે | ||
મોરપિંચ્છને ધામ | ::::મોરપિંચ્છને ધામ | ||
પ્રીત પારખી, પ્રિતમ સીધ્ધો રંગમોલમાં ધાયો | પ્રીત પારખી, પ્રિતમ સીધ્ધો રંગમોલમાં ધાયો | ||
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો | લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો | ||
મરુભોમની મુઠ્ઠી ધૂલિ | :મરુભોમની મુઠ્ઠી ધૂલિ | ||
ભઈ અસુંવનની ભાખા | ::::ભઈ અસુંવનની ભાખા | ||
વ્યાકૂળ વિરહા, સ્વયમ વલ્લરી | :વ્યાકૂળ વિરહા, સ્વયમ વલ્લરી | ||
જેની ઊંચી શાખા | ::::જેની ઊંચી શાખા | ||
ગાઈ ગાઈ-ને ગિરધરને તેં ચાહ્યો બુહ છતરાયો | ગાઈ ગાઈ-ને ગિરધરને તેં ચાહ્યો બુહ છતરાયો | ||
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો | લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો | ||
</poem> | </poem> |
Revision as of 09:49, 15 July 2021
કાવ્યસંગ્રહોઃ
પરિચય:
કાવ્યો:
૧. જડ્યું નહિ કંઈ –
જાણ્યું એવું જડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ
વનમાં ઝાઝા વાંસ વાયરા શિષ ધુણાવી વાતા;
લળકઢળક સૌ ડાળ ઘાસને ચડે હિલોળા રાતા
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ
શુષ્ક સરોવર, સાંજ નહિ કોઈ ગલ-હંસો રઢિયાળા
રડવાનું એક સુખ લેવા ત્યાં, પહોંચ્યા સંજુ વાળા
આંખ, હૃદયને કર જોડ્યા પણ રડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ
જાણ્યું એવું જડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ
૨. મજા, –
છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા...
ક્યાંથી પગલું પહેલું ભરીએ? ગરવા હે શ્રીગણેશ
એ મારગ દેખાડો જેમાં ક્યાંય ના વાગે ઠેસ
અથવા આપો, અંદર અંદર રણઝણવાની રજા...
અણજોયાને જોયું કરવું અણઘડ ઘડવા ઘાટ
ચાલ ના જાણી તોયે માંડી જગજાહેર ચોપાટ
કપાળ જાણી કરવાં તિલ્લક જેવાં જેનાં ગજાં...
ચડવું ’ને ઊતરવું દીધું અણથક દીધી એષ
બેઉ હાથથી ઉલેચો પણ રહે શેષનું શેષ
એવાં અંતરિયાળપણાં, જ્યાં ના છત્તર ના છજાં...
છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા.
૩. એક ઝાલું ત્યાં –
એક ઝાલું ત્યાં તેર વછૂટે
અણધાર્યું કોઈ ગીત વીંધીને લોહી વીંધીને જાય ઘસાતું પગઅંગુઠે
રાસબરીના નીતર્યાં છાંયે બેસતા
લાધે જાંબલી અભિજ્ઞાન
જ્ઞાન કબૂતર, જ્ઞાન કવિતા
જ્ઞાન ચોર્યાસી માળનું હો મકાન
જ્ઞાન પડીકું ખૂલશે પછી.... જાંબલી ટશર ફૂટશે રે કાંઈ કાનની બૂટે
એક ઝાલું ત્યાં તેર વછૂટે
ઘૂંટડો ભરી શું ય પીધું કે
રાગ-રાગિણી થઈને લીલી નદીઓ વહે
રાગ લપેટું, રાગ વછોડું
ઝાટકી ઝીણો વળ ચડાવું સદીઓ વહે
કેટલી ઝીલું ઝીંક ઝીલ્લારે, આંખ સલામત રહી જતી ’ને દેખવું ફૂટે
એક ઝાલું ત્યાં તેર વછૂટે
૧. થોડાં શબ્દચિત્ર!
- (૧) કબીર
ઘટ ઘટ રામ તિહારો
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો...
ઘટ ઘટ રામ તિહારો...
તિનકે તિનકે તરુ જગાડ્યા કંકર કંકર પહાડ
વાળીછોળી અણસમજણની સૌ વિખેરી વાડ
બાંધ્યો ના બંધાય તું, છાપ-તિલકની પાર
પટ ભીતર, પટ બહારનો તેં સમજાવ્યો સાર
તાણે-વાણે ગહનગુંજનો ઈલમી વણ્યો ઈશારો
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો
ઘટ ઘટ રામ તિહારો...
તલમાં ચીંધ્યા તેલને, ચકમક ચીંધી આગ
દરિયા દાખ્યા બુન્દમાં ભાખ્યો બુન્દ અતાગ
ભક્તન કે મન ભજન બડો કાજી કહે અજાન
તેં બન્ને પલ્લે રહી, પરખ્યા એક સમાન
પૂરણ પ્રગટ્યો સધ્ધુકડીમાં વાણીવચ રણુંકારો
ઘટ ઘટ રામ તિહારો...
- (૨) મીરાં
તન-તંબુર એકરાગ બજે બસ એક રંગ છલકાયો
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો
એેક કામળી, એક બાંસુરી
હૃદયે એક જ નામ
તન મેવાડે, મન જઈ મ્હાલે
મોરપિંચ્છને ધામ
પ્રીત પારખી, પ્રિતમ સીધ્ધો રંગમોલમાં ધાયો
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો
મરુભોમની મુઠ્ઠી ધૂલિ
ભઈ અસુંવનની ભાખા
વ્યાકૂળ વિરહા, સ્વયમ વલ્લરી
જેની ઊંચી શાખા
ગાઈ ગાઈ-ને ગિરધરને તેં ચાહ્યો બુહ છતરાયો
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો