અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/હરિને જડી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હરિને જડી|રમેશ પારેખ}} <poem> જડી, જડી, હું જડી હરિને માઝમ રાતે...") |
(No difference)
|
Revision as of 11:50, 15 July 2021
હરિને જડી
રમેશ પારેખ
જડી, જડી, હું જડી હરિને માઝમ રાતે જડી,
મંદિર માથે ધજા ચડે એમ હુંય ઢોલિયે ચડી!
ચૂમું મારા ભાયગને કે ચૂમું હરિને, સૈ,
ખરી પડેલી ડાળ હું પાછી ઝાઢે વળગી ગૈ.
કેમ કરી ઓળંગું, પરવત, શી અવઢવની ઘડી!
ખાલીખમ કૂવામાં આપોઆપ પ્રગટ્યાં અમી,
હરિ જેટલા ગમ્યા એટલી મુંને મૂઈ હું ગમી!
મુંને આંબવા મુજબ સોંસરવીહરિ કાઢતા હડી...
(‘છાતીમાં બારસાખ’ પૃ. ૯૨)