અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યૉસેફ મેકવાન/અંધકાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અંધકાર|યૉસેફ મેકવાન}} <poem> ઝીણો રે ઝગે છે અંધકાર… ક્યાંક ફૂ...")
(No difference)

Revision as of 11:54, 15 July 2021


અંધકાર

યૉસેફ મેકવાન

ઝીણો રે ઝગે છે અંધકાર…

ક્યાંક ફૂટી છે તેજલ કળી
એનો આ અણસાર!
ઝીણો રે ઝગે છે અંધકાર!
ઝરતી રે ઝરતી આછી મ્હેક હો
એમાં ભીંજાતું રે અંગ,
કોણ રે નર્તંતું વાયુવ્હેણમાં
બજલી ધીરું મૃદંગ.
તૂટી રે જાય સહુયે દીવાર,
ઝીણો રે ઝગે છે અંધકાર!

હળવે રે હળવે પડદા ઊપડે
આંખ્યુંમાં ઊઘડે આકાશ,
ઊછળે રે ઊઝળે સાગર શ્વાસના
મનને કોઈ ન આડશ,
હું જ છું ભીતર ને છું બ્હાર.
ઝીણો રે ઝગે છે અંધકાર!
(અલખના અસવાર, ૧૯૯૪, પૃ. ૫)