અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુભાષ શાહ/ક્યાં બધે કહેતો ફરું ?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ક્યાં બધે કહેતો ફરું ?|સુભાષ શાહ}} <poem> કેમ છોડ્યું ગામ એ હું ક...")
(No difference)

Revision as of 07:14, 16 July 2021


ક્યાં બધે કહેતો ફરું ?

સુભાષ શાહ

કેમ છોડ્યું ગામ એ હું ક્યાં બધે ક્‌હેતો ફરું?
કેમ બગડ્યું નામ એ હું ક્યાં બધે ક્‌હેતો ફરું?
ગુમ થયેલી સોય માટે સૂર્ય લાવ્યો તે પછી,
કેમ સળગ્યું ઠામ એ હું ક્યાં બધે ક્‌હેતો ફરું?
ના કશી લેવડ, કશી દેવડ કરી છે તે છતાં,
કેમ ખૂટ્યાં દામ, એ હું ક્યાં બધે ક્‌હેતો ફરું?
છ કદમ તો આ ભર્યાં આંખો મીંચી, પણ સાતમે
કેમ ખોઈ હામ એ હું ક્યાં બધે ક્‌હેતો ફરું?
સાવ ઠંડી એ નજરથી રક્ત પણ થીજી ગયું,
એ કેમ કરતી આમ એ હું ક્યાં બધે ક્‌હેતો ફરું?