અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/મગન અને ગાજર: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મગન અને ગાજર|સિતાંશુ યશશ્ચંદ્ર}} <poem> મગન, ભઈ, આવું થાય આપડાથ...") |
(No difference)
|
Revision as of 08:04, 16 July 2021
સિતાંશુ યશશ્ચંદ્ર
મગન, ભઈ, આવું થાય આપડાથી?
આ આજે તું હરણિયાના પગનો તારો હલાઈ આયો.
ને કાલે મધરાતે ઊઠીને કહીશ :
‘ના હું તો ખઈશ મૂળા, મોગરી, ગાજર ને બોર સુધ્ધાં.’
મગન, ભઈ વચાર તો કર,
કે તું કોણ?
સપ્તરસીની પૂંછડીમાં આ તારો પેલો લંબર.
માતમા મરી ગયાના મેળાવડામાં મામલતદાર શાયેબનું
બોલતાં મોં શુકાય
તો ગામલોક પોંણીનું પવાલું લઈ આ તને મોકલે.
ને કોંટા પર ઊભો રહી કોઈન નાખે
તો કડંગ કટ ખરર ખરર ખટ ને આયી જ સમજો
તારા વજનની કાપલી.
ને પાછળ ભલા ભગવાનના હાથે લખાઈને આવે —
તુમ બડે પ્રાક્રમી વ બુદ્ધિશાળી હો.
અગલે અઠવાડિયેમેં આપકી ઉન્નતિ હોગી.
ન જ રોકાયો, એક આઠ દાડાયે, મગનિયા!
વિસવાસ જ ન મલે ભગવાન પર
ને હલાઈ આયો હરણિયાના પગનો તારો.
તેયે પાછલા પગનો નઈં.
જમણા પગનોયે નઈં.
આગલા ડાબા પગનો.
જરા જો તો ખરો
આ તારે લીધે
કોરિઆમાં કનીકાકીની કાકડી કપાઈ ગઈ
ને મંચૂરીઆમાં માઓ સે મુંગની મામી મરી ગઈ.
મગન મગન શુંઉંઉં કરી નાખ્યુંઉં તેં?
ઓ ભલા ભગવાન, એને માફ કરજે
એને ખબરે નથી કે એણે શું કરી નાખ્યું છે.
અરે રે, મગન
રાતે ગાજર?
(ઓડિસ્યુસનું હલેસું, પૃ. ૫૫-૫૬)