પ્રતિપદા/૮. કમલ વોરા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮. કમલ વોરા}} === કાવ્યસંગ્રહોઃ === {{Poem2Open}}અરવ, અનેકએક, પ્રકાશ્યઃ...") |
(No difference)
|
Revision as of 08:41, 16 July 2021
૮. કમલ વોરા
કાવ્યસંગ્રહોઃ
અરવ, અનેકએક, પ્રકાશ્યઃ વૃદ્ધશતક
પરિચય:
ગુજરાતી કવિતાના ઓછાબોલા, પણ ઊંડાબોલા કવિ. અભ્યાસે ઈજનેર, વળી ડી.આઈ.એમ. કૌટુંબિક વ્યવસાય ઔષધવિતરણનો. હૈયામાં કવિતા અને કળાઓનો કાયમી નિવાસ. ભાષાનો મેદ ઓગાળવા મથતા મિતભાષી અછાંદસ કવિતાઓના કવિ, કલ્પનો પ્રતીકોને નિસ્યંદિત કરીને પ્રયોજતા કવિ. અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં એમની કવિતા અનુદિત થઈ છે. ૨૦૦૯માં કાવ્યપાઠ નિમિત્તે દુબઈનો પ્રવાસ. સુરેશ જોશીએ આરંભેલા એતદ્ સામયિકના ૨૦૧૦થી જોડિયા સંપાદક, – નૌશિલ મહેતાની જુગલબંદીમાં. કવિતા ઉપરાંત થોડીક ટૂંકી વાર્તાઓ પણ લખી છે
કાવ્યો:
૧. આઠ પતંગિયાં
રાતું પતંગિયું
પતંગિયાની
રંગબેરંગી ઊડાઊડમાં
પવનના
એક પછી એક દરવાજા
ઊઘડતા જાય છે
સોનેરી પતંગિયું
સકળ સૃષ્ટિના રંગ
ખરી રહ્યા હતા
એ પણે
એક સોનેરી પતંગિયું
ક્યાંકથી આવી
મારા હાથ પર બેઠું
ને મને ઉગારી ગયું
જાંબલી પતંગિયું
અહીંથી
કાગળ પરથી ઊડી
જુઓ
આ જાંબલી પતંગિયું
તમારી આંખો સામે
ઊડવા લાગ્યું
ગુલાબી પતંગિયું
હું
પતંગિયું પકડું
ને
મારા હાથમાં આવે છે
તારી આંગળીઓ
પીળું પતંગિયું
અસંખ્ય પતંગિયાં
મારો હાથ
ઢાંકી દે છે
બાજુમાં જ પડેલો
કોરો કાગળ
પવન હાથ લંબાવી
ઊંચકી લે છે
સફેદ પતંગિયું
કોઈ
પતંગિયું પકડી લે
તો પતંગિયું
ખોવાઈ જાય
એના હાથની ત્વચામાં
અને નહીં તો
કાગળ જેવી કોરી આંખોમાં
રંગ વગરનું પતંગિયુ
હમણાં જ
મારી સોંસરવું
એક પતંગિયું
ઊડી ગયું
હમણાં જ
હું
હવાથી યે હળવો ને
પારદર્શક હતો
p
આ પતંગિયું નથી