ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/ગોવર્ધનરામનો કાવ્યવિચાર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|૧૦<br>ગોવર્ધનરામનો કાવ્યવિચાર}}

{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે આરંભના પ્રકરણમાં નોંધ્યું છે તેમ, પ્રસ્તુત અધ્યયન વિષયને આપણા આધુનિક સાહિત્યના આરંભકાળના નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ અને મણિલાલ – એ પાંચ વિદ્વાનોની કાવ્યમીમાંસા પૂરતો સીમિત કરી લીધો છે. આપણે એમાં એમ નોંધ્યું છે કે આ વિદ્વાનોની કાવ્યચર્ચામાં સ્પર્શાયેલા અનેક સર્વસામાન્ય પ્રશ્નોને કારણે, અને ખાસ તો, એ સર્વ ચર્ચાવિચારણાઓની ભૂમિકામાં રહેલી વિશિષ્ટ કાવ્યભાવનાને કારણે એ સર્વ ચર્ચાવિચારણા આપણા વિવેચનસાહિત્યનો એક પ્રારંભિક તબક્કો (Phase) બની રહે છે. અહીં આપણે સાક્ષરયુગના પંડિત ગોવર્ધનરામની કાવ્યવિચારણાને ટૂંકમાં નોંધીશું. તેમની કાવ્યચર્ચા “કવિતા, કાવ્ય અને કવિ - એ વિષયે મિતાક્ષર”૧<ref>૧. પ્રગટ : સમાલોચક : ૧૮૯૬ અંક ૧લો : જાન્યુઆરી.</ref> નામે લેખમાં પ્રાપ્ત થાય છે.

ગોવર્ધનરામની કાવ્યભાવનામાં કવિતાના ‘રસ’ તત્ત્વને સ્થાને જીવનતત્ત્વબોધનો મહિમા થયો છે તે નોંધપાત્ર છે. તેમણે પોતાના લેખના આરંભમાં જ નોંધ્યું છે : “કાવ્યં રસાત્મકં પાહુ : એ  વ્યાખ્યાકારોના મનમાં ઊંચી જાતનાં કાવ્ય હતાં, પરંતુ છેક પાછલા વખતનાં સંસ્કૃત કાવ્ય, ભાષાકાવ્ય અને ઇંગ્રેજોને હાથે વિદ્યોધ્ધાર થવા માંડ્યા પછી ગુજરાતી ભાષામાં રચાયેલાં કાવ્ય ઉપરથી કોઈએ કાવ્યની વ્યાખ્યા બાંધી હોત તો “કાવ્યં કલ્પનાત્મકં પ્રાહુઃ | કાવ્યં અલંકારાત્મકં પ્રાહુઃ |..... એવી વ્યાખ્યાઓ બાંધવી પડત. રામાયણ અને મહાભારતમાં તો રસના કરતાં પણ ઘણા ઊંચા પ્રકારનો આત્મા છે અને રસ કેવળ ગૌણ સ્થાને છે.”૨<ref>૨. સમાલોચક : ઈ.સ. ૧૮૯૬ : અંક ૧લો : જાન્યુઆરી, પૃ. ૨</ref> પ્રસ્તુત અવતરણની ચર્ચાનો સમગ્રતયા વિચાર કરતાં જણાય છે કે અહીં ગોવર્ધનરામ સમક્ષ ઉત્તમ કોટિની જીવનમીમાંસક સાહિત્યકૃતિઓ રહી છે. ‘રસ’એ માનવ-ઊર્મિજનિત ચમત્કૃતિ હોય એવા જ કોઈક ખ્યાલથી તેઓ ‘રસ’ને ગૌણ સ્થાને સ્થાપવા ચાહે છે. મહાકાવ્યોમાં ઊર્મિજનિત રસચમત્કૃતિ છે, પણ તેનો ‘આત્મા’ તો વિશ્વજીવનની અન્વીક્ષામાં રહ્યો છે. તેમની આ દૃષ્ટિ નીચેની ચર્ચાના પ્રકાશમાં સ્પષ્ટ થાય છે : “યુરોપમાં શાસ્ત્રાભ્યાસકો શેક્‌સ્પિયરમાંથી જનસ્વભાવનાં શાસ્ત્ર શોધે છે. ગુટે પાસેથી વિદ્યાથી માણસ કેટલું બદલાય છે તે જાણવા પ્રયત્ન કરે છે. હોમરમાંથી ઇતિહાસ શોધે છે અને વર્ડ્‌ઝવર્થ જેવાઓનું નવનીત જાણી આનંદથી આશ્ચર્યોદ્‌ગાર કરે છે કે : Poets are the heralds of philosophy”૩<ref>૩. એજન : પૃ. ૨</ref> આ અવતરણની અંતિમ ઉક્તિ નોંધપાત્ર છે. ગોવર્ધનરામે પાશ્ચાત્ય કવિઓની રચનાઓમાં કોઈ ને કોઈ પ્રકારે પરિણત પ્રજ્ઞાની નીપજ જેવી તાત્ત્વિક દૃષ્ટિ નિહાળી છે. એટલે સંસ્કૃત કવિતામાંની (ઊર્મિજનિત) રસચમત્કૃતિ તેમને અવગણનાપાત્ર લાગી હોય તો આશ્ચર્ય નહિ.

Line 14: Line 13:
“કવિયો પર્યેષક શાસ્ત્રોનાં અગ્રયાયી દૂતો છે?”૧૦

<ref>૧૦. સમાલોચકની ચર્ચા : પૃ. ૪–૬</ref> ગોવર્ધનરામની આ વિચારણા તેમની કાવ્યભાવનાને વધુ સ્ફુટ કરી આપે છે. કવિતાનો આત્મા જે ‘અવલોકન’ કે ‘વિદ્યા’ છે તે આ બ્રહ્માંડની વિમર્શક પ્રજ્ઞાદૃષ્ટિ જ છે. સાક્ષરયુગની કાવ્યભાવનામાં ગોવર્ધનરામનો અભિગમ વિલક્ષણ છે. બળવંતરાય ઠાકોરે વિચારઘન કાવ્યનો જે આદર્શ રજૂ કર્યો, તેની પૂર્વે ગોવર્ધનરામે પણ એવી જીવનવિમર્શાત્મક કવિતાનો મહિમા કર્યો છે.

{{Poem2Close}}
'''પાદટીપ'''
'''પાદટીપ'''
{{reflist}}
{{reflist}}
{{Poem2Close}}<br>
<br>
{{HeaderNav
{{HeaderNav
|previous =  [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/મણિલાલ નભુભાઈની કાવ્યવિચારણા|૯. મણિલાલ નભુભાઈની કાવ્યવિચારણા]]

|next =  [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/ઉપસંહાર|૧૧. ઉપસંહાર]]

}}
}}