‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘પ્રત્યક્ષ’ વિશે થોડું: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 5: Line 5:
‘પ્રત્યક્ષ’ એ ગુજરાતી ભાષા-સાહિત્યનું પુસ્તકસમીક્ષાનું વિશિષ્ટ સામયિક. ૧૯૯૧થી ૨૦૧૭ દરમિયાન, ૨૬ વર્ષમાં ૧૦૧ અંક પ્રકાશિત કરીને નવેમ્બર ૨૦૧૭માં બંધ પડેલું સામયિક. ત્રૈમાસિક એવા આ સામયિકનો પ્રથમ અંક માર્ચ ૧૯૯૧માં અને એનો છેલ્લો અંક નવેમ્બર ૨૦૧૭માં પ્રકાશિત થયો હતો. શરૂઆતના નવ અંકો (માર્ચ, ૧૯૯૧થી માર્ચ, ૧૯૯૩)સુધી રમણ સોની, જયદેવ શુક્લ અને નીતિન મહેતા એમ ત્રણ સંપાદકો હતા. જૂન, ૧૯૯૩થી રમણ સોનીએ એકલે હાથે આ સામયિક સફળતાપૂર્વક ચલાવ્યું હતું. ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં વિશિષ્ટ બની રહેલું આ સામયિક જ્યારે બંધ પડ્યું ત્યારે અનેક વાચકો ને અભ્યાસીઓમાં નિરાશા વ્યાપી વળી હતી.

તો, એવું તે શું હતું આ સામયિકમાં? જુઓ,
તો, એવું તે શું હતું આ સામયિકમાં? જુઓ,
{{Poem2Close}}
* ગુણવત્તાયુક્ત પુસ્તકો પસંદ કરીને એ પુસ્તકની ઉચિત સમીક્ષા કરી શકે એવા સમીક્ષક પાસે પુસ્તકની સમતોલ, સ્વસ્થ, તટસ્થ સમીક્ષા કરાવવામાં આવતી.

* માત્ર સર્જનાત્મક પુસ્તકોની જ સમીક્ષા નહીં પણ વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ, ભાષાવિજ્ઞાન, કોશ, સૂચિગ્રંથો જેવા વિષયોના પુસ્તકોની પણ અહીં સમીક્ષા કરવામાં આવતી.

Line 24: Line 25:
* આ સામયિકે સૂચિનો વિશેષ મહિમા કર્યો છે. વિવિધ સામયિકોમાં પ્રકાશિત થતા લેખોની વર્ગીકૃત સૂચિ દર વર્ષના પ્રથમ અંકમાં પ્રકાશિત કરીને આ સામયિકે નોંધપાત્ર અને ઉપયોગી કામ કર્યું છે.  

* ‘પ્રત્યક્ષ’ માત્ર આંતરિક ગુણવત્તાની દૃષ્ટિએ જ નહીં પણ બાહ્ય સૌંદર્યથી પણ એક આદર્શ સામયિક બની રહે છે. ‘પ્રત્યક્ષ’ની સાઈઝ, એના કાગળ, ટાઈપ, મુદ્રણસજ્જા, મુખપૃષ્ઠ વગેરે પહેલી નજરે જોતા ગમી જાય એવા છે. આંખને જોવું ગમે અને આંખને વાંચવું ગમે એવું આ સામયિક છે.  

{{Poem2Open}}
એના સંપાદક રમણ સોનીની વિશિષ્ટ દૃષ્ટિમતિ ને શ્રમનું આ પરિણામ છે.  
એના સંપાદક રમણ સોનીની વિશિષ્ટ દૃષ્ટિમતિ ને શ્રમનું આ પરિણામ છે.  
{{Poem2Close}}
* ‘પ્રત્યક્ષ’ના છેલ્લા પૃષ્ઠ (ચોથુ ટાઈટલ) પર મૂકવામાં આવેલા વિચારખંડો પણ ‘પ્રત્યક્ષ’ની વિશિષ્ટતા બની રહે છે. ગુજરાતી તેમજ અન્યભાષી વિવેચકો-સર્જકોના આ અવતરણો વાંચવા ગમે, વિચારતા કરી મૂકે અને અભ્યાસીઓને ઉપયોગી થાય એવા છે. (એ અવતરણોની એક સ્વતંત્ર પુસ્તિકા પણ ‘અવતરણ’ નામે પ્રગટ થયેલી.)  

* જોડણી બાબતે પણ આ સામાયિક ખૂબ સાવધ રહેતું.  
* જોડણી બાબતે પણ આ સામાયિક ખૂબ સાવધ રહેતું.  
 
{{Poem2Open}}
આમ, પ્રત્યક્ષે અનેક નવા પ્રતિમાનો સ્થાપ્યા છે. આ અગાઉ ગ્રંથસમીક્ષાનું માસિક સામયિક ‘ગ્રંથ’ (૧૯૬૪થી ૧૯૮૬) પ્રકાશિત થતું હતું. એ બંધ પડ્યું, એના પાંચ વર્ષ બાદ ‘પ્રત્યક્ષ’ ત્રૈમાસિક રૂપે શરૂ થયું, ને એમ ગ્રંથસમીક્ષાના સામયિકની પરંપરાને પ્રત્યક્ષે દૃઢાવી છે. પ્રત્યક્ષ ૨૬ વર્ષ ચાલ્યું. એમ પ્રત્યક્ષને ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં ગ્રંથસમીક્ષાનું સૌથી દીર્ઘકાલીન સામયિક ગણી શકાય.

‘પ્રત્યક્ષ’ બંધ થયું. ત્યારે મને એક પ્રશ્ન થયો હતો કે, ગુજરાતી સાહિત્યને ‘પ્રત્યક્ષ’નો  અને રમણ સોનીનો વિકલ્પ મળશે ખરો? એવી ધન્ય ઘડી આવે એવી આશા રાખીએ.  