31,915
edits
(+१) |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
સાતત્યપૂર્વક અભ્યાસ કરનાર અધ્યાપકોમાં યશોધર રાવલનું નામ જાણીતું છે. ગુણગ્રાહી દૃષ્ટિએ કરાવેલા નિબંધ અને કવિતાના આસ્વાદોમાં તેમની ખુશી છલકાતી જણાય છે. | સાતત્યપૂર્વક અભ્યાસ કરનાર અધ્યાપકોમાં યશોધર રાવલનું નામ જાણીતું છે. ગુણગ્રાહી દૃષ્ટિએ કરાવેલા નિબંધ અને કવિતાના આસ્વાદોમાં તેમની ખુશી છલકાતી જણાય છે. | ||
આસ્વાદ-સમીક્ષાના ૨૦ લેખો સમાવતું આ પુસ્તક લેખકની એક ભાવક તરીકેની સજ્જતાને પ્રગટાવનારું છે. એમણે આરંભે જ જણાવ્યું છે તેમ એમને નિબંધ અને કવિતામાં સવિશેષ રસ છે. છેલ્લા બે લેખો નિબંધોનાં સરવૈયાં આપતા લેખો છે અને એમાં જે નિબંધો વિશે વાત કરી છે તે પૈકી ઘણા નિબંધસંગ્રહો વિશે અગાઉ સમાવેલા સ્વતંત્ર લેખોમાં એમણે વિગતે આસ્વાદ કરાવ્યો છે. | આસ્વાદ-સમીક્ષાના ૨૦ લેખો સમાવતું આ પુસ્તક લેખકની એક ભાવક તરીકેની સજ્જતાને પ્રગટાવનારું છે. એમણે આરંભે જ જણાવ્યું છે તેમ એમને નિબંધ અને કવિતામાં સવિશેષ રસ છે. છેલ્લા બે લેખો નિબંધોનાં સરવૈયાં આપતા લેખો છે અને એમાં જે નિબંધો વિશે વાત કરી છે તે પૈકી ઘણા નિબંધસંગ્રહો વિશે અગાઉ સમાવેલા સ્વતંત્ર લેખોમાં એમણે વિગતે આસ્વાદ કરાવ્યો છે. | ||
વધારે અસરકારક રહેલા આસ્વાદલેખોનો આરંભે ઉલ્લેખ કરી લઉં. એ છે ‘નહિ સૂંઘાયેલા ફૂલ જેવી સ્મૃતિકથા ‘વનાંચલ’ (જયંત પાઠક) અને ‘રસાવહ પણ અલ્પખ્યાત કૃતિ ‘નઘરોળ’ (સ્વામી આનંદ) આ બંને લેખોમાં લેખકે કરાવેલા આસ્વાદ ખરેખર મજાના છે. ઝીણવટભર્યાં ઉદાહરણો સાથે એમણે આ સંગ્રહોની વાત માંડી છે. જયંત પાઠકના ‘વનાંચલ’ વિશે આપણાં ઘણાં વિવેચકોએ વાત કરી છે, એની સમીક્ષા કરી છે તેનાથી અલગ ફંટાઈને માત્ર ભાવનલક્ષી અભિગમથી આ સ્મૃતિકથાને યશોધર રાવલે તપાસી છે. એમાં સ્પષ્ટ રીતે એમનામાં રહેલો ભાવક વરતાઈ આવે છે. આરંભે સર્વસામાન્ય માહિતી આપવી, લેખક કેવી રીતે વતનથી દૂર થયા પછી વતન માટે સ્મૃતિમંજૂષાનો વૈભવ આપણી સામે પ્રગટાવે છે તે ઉદાહરણો આપતા જઈને આપણને ચીંધતા જાય છે. ખાસ કરીને આખોય પ્રદેશ, એની લાક્ષણિકતાઓ, વિશેષ કરીને ત્યાંના ઉપેક્ષિત અને પ્રાકૃતિક સરળ જીવન જીવતા આદિવાસીઓને જે રીતે આકારિત કરાયા છે તેની છબીઓ અહીં સ્પષ્ટ રીતે ઊપસી આવે છે. સાથોસાથ સ્વજનો, દાદાજીનું ચિત્ર, એ સમય અને સમયની સાથે ઊભરતું માનસ, કેટલાક ચિત્ત પર અંકિત થઈ ગયેલા પ્રસંગોના આલેખનનું રસાળ ગદ્ય, અને સાથોસાથ એમાં એક સંવેદનપટુ કવિહૃદય પણ આપણી સામે પ્રગટતું જાય છે. આદિવાસી પ્રજાના ઉત્સવો, એમનું ભોળપણ, એનું નૈસર્ગિક રીતે વહેતું જીવન અને એમની સાથે થતી ઠગાઈના અનેક પ્રસંગો આસ્વાદ્ય ભાથું બનીને ઊભરી આવ્યું છે. | |||
એ જ રીતે સ્વામી આનંદના ગદ્યના જે વિશેષો એમણે તારવી આપ્યા છે તે નોંધપાત્ર છે. સ્વામી આનંદ દ્વારા લખાયેલાં રેખાચિત્રો ગુજરાતી રેખાચિત્રોમાં એમની આગવી લાક્ષણિકતાઓ જ નહીં, માનવીય રૂપોનાં વૈવિધ્યને કારણે પણ બહુ જાણીતા છે. એ વાત વિગતે આ લેખમાં ઉપસાવી શકાઈ છે. ‘નઘરોળ’નું પાત્ર આજે પણ એટલું જ જીવંત અને શિરમોર ગણાય એવું આલેખાયું છે. એની વિગતે નોંધ લીધા પછી સ્વામી આનંદની ભાષાના કાકુઓ, એમની લાક્ષણિકતાઓ, માનવસ્વભાવને ઉપસાવવા માટેની આગવી શૈલીની ઉચિત નોંધ લેવામાં આવી છે. એ જ રીતે વીસમી સદીમાં અમેરિકન પ્રજામાનસને આલેખતો નિબંધ સ્વામી આનંદના વાચન અને માનવીય સંવેદનવ્યાપને ચીંધનારો નિબંધ છે. એની આ આસ્વાદકે વિગતે નોંધ લીધી છે તો અમેરિકાની વાયુસેનાએ જાપાન પર વરસાવેલા અણુબૉમ્બની ઘટનાના કેવાકેવા આઘાત-પ્રત્યાઘાતો વિશ્વમંચ પર પડ્યા તેને આલેખતા બે નિબંધો ઐતિહાસિક રીતે પણ મહત્ત્વના ગણાય. એ સમયે થયેલી આ અમાનુષી બૉમ્બવર્ષાએ માનવચિત્ત પર જે અસરો જન્માવી એને જો સમજવાની જિજ્ઞાસા હોય તો આ નિબંધો ખાસ વાંચવા જેવા છે – તેની જરૂરિયાત યશોધર રાવલ ઉપસાવી શક્યા છે. એવા જ એમના એક નિબંધ ‘કંસના વારસ’ વિશે લેખકે જે કહ્યું છે તે પણ એ સમયની માનસિકતા સાથે મહત્ત્વપૂર્ણ ચર્ચા જગવે છે. સ્વામી આનંદ કઈ રીતે શંકરાચાર્યના મતની સાથે ઊભા રહે છે – એ વિગતે ઉપસાવી આપ્યું છે. ઘોડાગાડીવાળા સાથેનો સંઘર્ષ, શાહુકારો-શોષિતોના કિસ્સા હોય કે સ્વામીએ લખેલા ‘મારા ઘરધણીઓ’ શીર્ષક હેઠળના નિબંધો હોય, એમાં જે રીતે રેખાચિત્રો ઉપસાવે છે તે ખરેખર અનન્ય હોય છે. યશોધર રાવલે આ બધા નિબંધો વિશે વિગતે આસ્વાદ- લેખ કર્યો છે. લેખકનો સમીક્ષામાં જવાનો સ્વભાવ ઓછો છે, મોટાભાગે ગુણગ્રાહી સ્વભાવે તેમણે આ લેખો લખ્યા છે. | એ જ રીતે સ્વામી આનંદના ગદ્યના જે વિશેષો એમણે તારવી આપ્યા છે તે નોંધપાત્ર છે. સ્વામી આનંદ દ્વારા લખાયેલાં રેખાચિત્રો ગુજરાતી રેખાચિત્રોમાં એમની આગવી લાક્ષણિકતાઓ જ નહીં, માનવીય રૂપોનાં વૈવિધ્યને કારણે પણ બહુ જાણીતા છે. એ વાત વિગતે આ લેખમાં ઉપસાવી શકાઈ છે. ‘નઘરોળ’નું પાત્ર આજે પણ એટલું જ જીવંત અને શિરમોર ગણાય એવું આલેખાયું છે. એની વિગતે નોંધ લીધા પછી સ્વામી આનંદની ભાષાના કાકુઓ, એમની લાક્ષણિકતાઓ, માનવસ્વભાવને ઉપસાવવા માટેની આગવી શૈલીની ઉચિત નોંધ લેવામાં આવી છે. એ જ રીતે વીસમી સદીમાં અમેરિકન પ્રજામાનસને આલેખતો નિબંધ સ્વામી આનંદના વાચન અને માનવીય સંવેદનવ્યાપને ચીંધનારો નિબંધ છે. એની આ આસ્વાદકે વિગતે નોંધ લીધી છે તો અમેરિકાની વાયુસેનાએ જાપાન પર વરસાવેલા અણુબૉમ્બની ઘટનાના કેવાકેવા આઘાત-પ્રત્યાઘાતો વિશ્વમંચ પર પડ્યા તેને આલેખતા બે નિબંધો ઐતિહાસિક રીતે પણ મહત્ત્વના ગણાય. એ સમયે થયેલી આ અમાનુષી બૉમ્બવર્ષાએ માનવચિત્ત પર જે અસરો જન્માવી એને જો સમજવાની જિજ્ઞાસા હોય તો આ નિબંધો ખાસ વાંચવા જેવા છે – તેની જરૂરિયાત યશોધર રાવલ ઉપસાવી શક્યા છે. એવા જ એમના એક નિબંધ ‘કંસના વારસ’ વિશે લેખકે જે કહ્યું છે તે પણ એ સમયની માનસિકતા સાથે મહત્ત્વપૂર્ણ ચર્ચા જગવે છે. સ્વામી આનંદ કઈ રીતે શંકરાચાર્યના મતની સાથે ઊભા રહે છે – એ વિગતે ઉપસાવી આપ્યું છે. ઘોડાગાડીવાળા સાથેનો સંઘર્ષ, શાહુકારો-શોષિતોના કિસ્સા હોય કે સ્વામીએ લખેલા ‘મારા ઘરધણીઓ’ શીર્ષક હેઠળના નિબંધો હોય, એમાં જે રીતે રેખાચિત્રો ઉપસાવે છે તે ખરેખર અનન્ય હોય છે. યશોધર રાવલે આ બધા નિબંધો વિશે વિગતે આસ્વાદ- લેખ કર્યો છે. લેખકનો સમીક્ષામાં જવાનો સ્વભાવ ઓછો છે, મોટાભાગે ગુણગ્રાહી સ્વભાવે તેમણે આ લેખો લખ્યા છે. | ||
પ્રવીણ દરજીના નિબંધસંગ્રહો વિશે બે દીર્ઘ લેખો છે સાથોસાથ અન્ય સરવૈયાંમાં પણ પ્રવીણ દરજીના નિબંધો વિશે ઉલટભેર વાત થઈ હોવાની છાપ ઊપસ્યા વિના રહેતી નથી. પ્રવીણ દરજીના લલિત નિબંધો ‘સમુદ્રનાં મોજાં’ વિશે વાત કર્યા પછી જ્યારે ‘લલિત નિબંધનું સુવર્ણ શિખર નિબંધકાર પ્રવીણ દરજી’ નામનો લેખ આવે છે ત્યારે સાવ થોડા જ ફેરફારો સાથે એનું પુનરાવર્તન થતું જોઈ શકાય છે. મોટાભાગની માહિતી એની એ જ છે, અર્થઘટનો અને ઉદાહરણો એ જ રાખીને બે વખત એ લેખ છાપ્યો હોય તેમ જણાયા વિના રહેતું નથી. આવા પ્રમાદને બદલે, પુસ્તક માટે એક જ લેખ કર્યો હોત તો વાચકનાં શ્રમ અને શક્તિ બચવા સાથે કાગળની પણ બચત થઈ શકી હોત. એ જ વાત પાછી સરવૈયામાં તો આવી જ છે. | પ્રવીણ દરજીના નિબંધસંગ્રહો વિશે બે દીર્ઘ લેખો છે સાથોસાથ અન્ય સરવૈયાંમાં પણ પ્રવીણ દરજીના નિબંધો વિશે ઉલટભેર વાત થઈ હોવાની છાપ ઊપસ્યા વિના રહેતી નથી. પ્રવીણ દરજીના લલિત નિબંધો ‘સમુદ્રનાં મોજાં’ વિશે વાત કર્યા પછી જ્યારે ‘લલિત નિબંધનું સુવર્ણ શિખર નિબંધકાર પ્રવીણ દરજી’ નામનો લેખ આવે છે ત્યારે સાવ થોડા જ ફેરફારો સાથે એનું પુનરાવર્તન થતું જોઈ શકાય છે. મોટાભાગની માહિતી એની એ જ છે, અર્થઘટનો અને ઉદાહરણો એ જ રાખીને બે વખત એ લેખ છાપ્યો હોય તેમ જણાયા વિના રહેતું નથી. આવા પ્રમાદને બદલે, પુસ્તક માટે એક જ લેખ કર્યો હોત તો વાચકનાં શ્રમ અને શક્તિ બચવા સાથે કાગળની પણ બચત થઈ શકી હોત. એ જ વાત પાછી સરવૈયામાં તો આવી જ છે. | ||