કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧. એ સોળ વરસની છોરી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. એ સોળ વરસની છોરી| નલિન રાવળ}} <poem> :::::::એ સોળ વરસની છોરી, સરવરિ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧. એ સોળ વરસની છોરી| | {{Heading|૧. એ સોળ વરસની છોરી| પ્રિયકાન્ત મણિયાર}} | ||
<poem> | <poem> | ||
:::::::એ સોળ વરસની છોરી, | :::::::એ સોળ વરસની છોરી, | ||
Line 19: | Line 19: | ||
{{Right|(આ નભ ઝૂક્યું, ૨૦૦૦, પૃ. ૫)}} | {{Right|(આ નભ ઝૂક્યું, ૨૦૦૦, પૃ. ૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/આ શ્રેણીના સંપાદકો |આ શ્રેણીના સંપાદકો ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨. કંચુકીબંધ છૂટ્યા ને|૨. કંચુકીબંધ છૂટ્યા ને]] | |||
}} |
Latest revision as of 12:13, 18 September 2021
૧. એ સોળ વરસની છોરી
પ્રિયકાન્ત મણિયાર
એ સોળ વરસની છોરી,
સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી. એo
ગગનભર્યાં ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મ્હેક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી. એo
મહી વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,
ગોરાં ગોરાં ચરણે એનાં ઘુઘરિયાળાં રૂપાનાં નૂપુર;
કંઠ સુહાગે સાગરનાં મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમ-દોરી. એo
એનાં પગલે પગલે પ્રગટે ધરતી ધૂળમાં કંકુની શી રેલ,
એના શ્વાસે શ્વાસે ફૂટે ઘૂમરાતા આ વાયરામાં વેલ;
એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી. એo
(આ નભ ઝૂક્યું, ૨૦૦૦, પૃ. ૫)