કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૭.ઘડું છું મને પણ હજી ઘડાયો નથી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૭.ઘડું છું મને પણ હજી ઘડાયો નથી|}} <poem> ઘડું છું મને પણ હજી ઘડ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪૭.ઘડું છું મને પણ હજી ઘડાયો નથી|}} | {{Heading|૪૭.ઘડું છું મને પણ હજી ઘડાયો નથી|લાભશંકર ઠાકર}} | ||
<poem> | <poem> | ||
Line 23: | Line 23: | ||
{{Right|(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. ૯૪)}} | {{Right|(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. ૯૪)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૬.તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે? | |||
|next = ૪૮.શી-ઈ-ઈ-ઈ-! | |||
}} |
Latest revision as of 10:48, 17 June 2022
૪૭.ઘડું છું મને પણ હજી ઘડાયો નથી
લાભશંકર ઠાકર
ઘડું છું મને પણ હજી ઘડાયો નથી.
મારે મને ઘડીને ઘટ રૂપે તરવું છે.
ક્યાં ?
જીવનસરિતામાં.
શા માટે ?
તરતાં તરતાં મારે સામા કાંઠે જવું છે.
વ્હાય ?
ત્યાં કોઈ મારી પ્રતીક્ષા કરે છે.
કોણ ?
મારેય તે જાણવું છે કે
સામા કાંઠે કોણ અને શા માટે કોઈ
મારી પ્રતીક્ષા કરે છે.
પણ રે તું ક્યારે ઘડાઈ રહીશ ?
ઘડતાં ઘડતાં
હું
મને એ જ પૂછું છું :
રે હું ક્યારે ઘડાઈ રહીશ ?
(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. ૯૪)