અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ખીલા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મેદની વીખરાય; ને આ વૃદ્ધ જેની કાય તે લોહાર આવી કાષ્ઠના એ ક્રૂસ પા...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ખીલા| પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
મેદની વીખરાય;
મેદની વીખરાય;
Line 11: Line 13:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૯)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૯)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ફૉકલૅન્ડ રોડને જોતાં
|next = એક ગાય
}}

Latest revision as of 12:32, 21 October 2021

ખીલા

પ્રિયકાન્ત મણિયાર

મેદની વીખરાય;
ને આ વૃદ્ધ જેની કાય
તે લોહાર આવી કાષ્ઠના એ ક્રૂસ પાસે
(જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું — શુદ્ધ જાણે સૂર્યનું
ને લોચને વિલસે વળી તો ચંદ્રનું માધુર્ય શું!)
જઈ જુએ શું એકશ્વાસે :
મેં મકાનો બાંધવાને જે ઘડ્યા
રે તે ખીલા તો અહીં જડ્યા!

(આ નભ ઝૂક્યું, પૃ. ૧૯)