અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/કોરા કાગળ ઉપર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કોરા કાગળ ઉપર|દિલીપ ઝવેરી}} <poem> કોરા કાગળ ઉપર લાલ શાહીથી લખવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{Right|‘સાહચર્ય વાર્ષિકીઃ ૨૦૧૬’}} | {{Right|‘સાહચર્ય વાર્ષિકીઃ ૨૦૧૬’}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/કવિનો શબ્દ | કવિનો શબ્દ]] | એક વાર હું કાગળ ઉપર જગંલ લખું]] | |||
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/દિવસો આવ્યા | દિવસો આવ્યા]] | આંબે બેઠો મોર પ્રિયાની આંગળીઓની સાથ રમી ]] | |||
}} |
Latest revision as of 13:04, 26 October 2021
કોરા કાગળ ઉપર
દિલીપ ઝવેરી
કોરા કાગળ ઉપર
લાલ શાહીથી લખવાથી વસંત નથી આવતી
કે લીલી શાહીથી વરસાદ
ફાગણ લખવાથી ગુલાલી ગંધ નથી આવતી
કે અષાઢ લખવાથી હરિયાળી
ભૂરી શાહી સમુદ્રથી આકાશ લગી
કે કાળી શાહી અમાસ સુધી
નથી પહોંચતી
લોલક લખતાંક વશીકરણનાં સપનાં નથી છવાઈ જતાં
સાચ લખવાથી કાગળ કાચ નથી બનતો
લખેલું છેક્યા પછીય કશું ઢંકાતું નથી
ટપકું કરીને અટકી જવાથી મનમાં સંતાડી રાખેલું છતું નથી થતું
જેમ પાંખડી લખવાથી બાગ નથી ઊગતો
એમ જ કવિતા નામનો શબ્દ લખવાથી
કવિતા નથી થતી.
‘સાહચર્ય વાર્ષિકીઃ ૨૦૧૬’