અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોજ ખંડેરિયા/એમ પણ બને (પકડો કલમ ને): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એમ પણ બને (પકડો કલમ ને)|મનોજ ખંડેરિયા}} <poem> પકડો કલમ ને કોઈ પળ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|(હસ્તપ્રત, ૧૯૯૧, પૃ. ૧)}} | {{Right|(હસ્તપ્રત, ૧૯૯૧, પૃ. ૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =આયનાની જેમ — | |||
|next =લાલઘૂમ તાપમાં… (ગુલમહોર) | |||
}} |
Latest revision as of 11:30, 27 October 2021
એમ પણ બને (પકડો કલમ ને)
મનોજ ખંડેરિયા
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને.
જ્યાં પ્હોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં —
મન પ્હોંચતાં જ પાછું વળે એમ પણ બને.
એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા?
એક્ પગ બીજા પગને છળે એમ પણ બને.
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને.
તું ઢાળ ઢોલિયો; હું ગઝલનો દીવો કરું,
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને.
(હસ્તપ્રત, ૧૯૯૧, પૃ. ૧)