અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રીતિ શાહ-સેનગુપ્તા/અરણ્ય-રુદન: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અરણ્ય-રુદન|પ્રીતિ શાહ-સેનગુપ્તા}} <poem> પર્વત પર ચડીને શિખરો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|(ખંડિત આકાશ, ૧૯૮૫ પૃ. ૭૨)}} | {{Right|(ખંડિત આકાશ, ૧૯૮૫ પૃ. ૭૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીતિન મહેતા/કાવ્ય (પછી ચાલી જવાનું...) | કાવ્ય (પછી ચાલી જવાનું...) ]] | પછી ચાલી જવાનું નક્કી કર્યું થોડું પાણી પીધું ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રીતિ શાહ-સેનગુપ્તા/થાક | થાક]] | ચાલતાં ચાલતાં ખૂબ દૂર નીકળી આવી છું.]] | |||
}} |
Latest revision as of 12:09, 27 October 2021
અરણ્ય-રુદન
પ્રીતિ શાહ-સેનગુપ્તા
પર્વત પર ચડીને
શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી, મા,
તમારા ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.
(ખંડિત આકાશ, ૧૯૮૫ પૃ. ૭૨)