અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણ દરજી/હવે —: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હવે —|પ્રવીણ દરજી}} <poem> હવે — આ વંધ્ય શબ્દોમાં કદી પણ શોક શ્લ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
{{Right|(‘ચીસ’, ૧૯૭૩, પૃ. ૧)}} | {{Right|(‘ચીસ’, ૧૯૭૩, પૃ. ૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણ દરજી/નર્યો એંઠવાડ | નર્યો એંઠવાડ]] | વાતો થયા કરે છે: આમ કરવું જોઈએ, આમ ન... ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરેન્દ્ર મહેતા/કાળ | કાળ]] | ડૂબી રહી છે સાંજ જોઈ રહ્યું છે ]] | |||
}} |
Latest revision as of 12:26, 27 October 2021
હવે —
પ્રવીણ દરજી
હવે —
આ વંધ્ય શબ્દોમાં
કદી પણ
શોક શ્લોકત્વ નહીં પામે.
તમસાના
કમનીય તટે
ક્રીડામસ્ત
ક્રૌંચયુગલને નિહાળી
રસનિમગ્ન થયેલા
પારધીએ
આજે એકાએક
કોઈ અકળ અવઢવમાં
વાલ્મીકિને જ તીર મારી દીધું!
આદિકવિનું અકાળે નિધન!
અવકાશના
ગર્ભમાં
વ્યાપી ગયેલી
શાશ્વતી ચીસ
બસ હવે
યુગો સુધી
કણસતી જ રહેશે
બસ…!
(‘ચીસ’, ૧૯૭૩, પૃ. ૧)
→