અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/માધવ રામાનુજ/‘આપણું’ ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘આપણું’ ગીત|માધવ રામાનુજ}} <poem> :::::આપણે તો ભૈ રમતારામ! :: વાયરો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
{{Right|(તમે, ૧૯૭૨, પૃ. ૯૬)}} | {{Right|(તમે, ૧૯૭૨, પૃ. ૯૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરેન્દ્ર મહેતા/હવે સૂર્ય અને ચંદ્ર પણ | હવે સૂર્ય અને ચંદ્ર પણ]] | પડોશનું મકાન ફરી એક મજલો ઊંચે ચઢી ગયું... ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/માધવ રામાનુજ/અમે ઇચ્છયું એવું… (એક એવું ઘર) | અમે ઇચ્છયું એવું… (એક એવું ઘર)]] | એક એવું ઘર મળે આ વિશ્વમાં — ]] | |||
}} |
Latest revision as of 12:31, 27 October 2021
‘આપણું’ ગીત
માધવ રામાનુજ
આપણે તો ભૈ રમતારામ!
વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ.
વાદળ કેવું વરહે, કેવું ભીંજવે! એવું ઊગતા દીનું વ્હાલ!
આછેરો આવકાર મળે, બે નેણ ઢળે —
બસ, એટલામાં તો છલકી થાઇં ન્યાલ!
મારગે મળ્યું જણ ઘડીભર અટકે, ચલમ પાય
ને પૂછે — કઈ પા ર્હેવાં રામ?
વાયરો આવે-જાય, એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ.
ઓઢવાને હોય આભ, ઉશીકાં હોય શેઢાનાં, પાથરેલી હોય રાત;
સમણાંના શણગાર સજીને ઊંઘ આવે
ને પાંખડીઓ-શા પોપચે આવે મલકાતું પરભાત,
ઝાકળમાં ખંખોળિયું ખૈને હાલતા થાઇં, પૂછતા નવાં નામ…
આપણે તો ભૈ રમતારામ!
(તમે, ૧૯૭૨, પૃ. ૯૬)