અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જવાહર બક્ષી/આજના માણસની ગઝલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આજના માણસની ગઝલ| જવાહર બક્ષી}} <poem> ટોળાંની શૂન્યતા છું જવા દ...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(તારાપણાના શહેરમાં, ૩જી આ. ૨૦૦૦, પૃ. ૫)}}
{{Right|(તારાપણાના શહેરમાં, ૩જી આ. ૨૦૦૦, પૃ. ૫)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જવાહર બક્ષી/...વાર લાગી | ...વાર લાગી]]  | બે ઘડીની જ બાજી હતી જિદંગી તોય સંકલેતા વાર લાગી]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધ્રુવ ભટ્ટ/ઓચિંતું કોઈ મને રસ્તે મળે | ઓચિંતું કોઈ મને રસ્તે મળે]]  | ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી...  ]]
}}

Latest revision as of 13:06, 27 October 2021


આજના માણસની ગઝલ

જવાહર બક્ષી

ટોળાંની શૂન્યતા છું જવા દો, કશું નથી,
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.

હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.

શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું,
મારામાં ને ઈસુમાં બીજું કૈં નવું નથી.

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ,
હું ઢોલ છું, પીટો — મને કૈં પણ થતું નથી.

સાંત્વનનાં પોલાં થીંગડાંમાં સૂઈ ગઈ છે રાત,
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી.
(તારાપણાના શહેરમાં, ૩જી આ. ૨૦૦૦, પૃ. ૫)