અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/વ્હાલનું વૃક્ષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 23: Line 23:
:::::::::::::પમરવાનું પ્રસરવાનું ક્ષણક્ષણમાં
:::::::::::::પમરવાનું પ્રસરવાનું ક્ષણક્ષણમાં
::::::::::::::કણકણમાં મળી જવાનું
::::::::::::::કણકણમાં મળી જવાનું
::::::::::::::::ભળી જવાનું ભોંયમાં — ને
::::::::::::ભળી જવાનું ભોંયમાં — ને
::::::::::::::::પુનઃ વૃક્ષ બની જવાનું —
::::::::::::પુનઃ વૃક્ષ બની જવાનું —
:::::::::::::વ્હાલનું વૃક્ષ!
:::::::::::::વ્હાલનું વૃક્ષ!
</poem>
</poem>
{{HeaderNav2
|previous =માટી અને મેઘ
|next =તું: કવિતા
}}

Latest revision as of 09:37, 28 October 2021


વ્હાલનું વૃક્ષ

મણિલાલ હ. પટેલ

વૃક્ષોને વ્હાલ કરવાનો વખત લઈને
આવ્યો છું વનોમાં
જનોથી દૂર આ ઉપવનોમાં
વાતા અસલ પવનોમાં
હમણાં જ ઉરાડી મૂક્યું છે મેં મારું આયખું —
તે ઓ જાય ઊડતું દૂર દૂર ચૂર ચૂર...
આ લીલાંકાચ કાસારવારિ — સુખાકારી
ને મસ્તક ચૂમતું શુભ્ર સુહતું નીલાકાશ
માટીની અસલ ગંધ ગણગણતી હવાઓ
ને તડકાની કરકરી કામળી
પાંદડે પાંદડે પીત પામરી પથરાઈ...
હોવાપણું આટલું હળવુંફૂલ ક્યારેય નહોતું!
આ હેરતાં ઘેરતાં તરુવરો
ને ટગટગ તાકતી મસ્તીખોર ઘટાઓ, એમની —
ડાળેડાળની મદીર છટાઓ મને
કૂંપળમાંથી કળી બનાવી દે છે
અરે! આ સ્પંદન... આ સંવેદન... પવન મન
હવે તો મારે બસ ફરફરવાનું ફુહારોમાં
પમરવાનું પ્રસરવાનું ક્ષણક્ષણમાં
કણકણમાં મળી જવાનું
ભળી જવાનું ભોંયમાં — ને
પુનઃ વૃક્ષ બની જવાનું —
વ્હાલનું વૃક્ષ!