અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપત પઢિયાર/પુણ્યસ્મરણ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પુણ્યસ્મરણ|દલપત પઢિયાર}} <poem> અમને કોની રે સગાયું આજ સાંભરે?...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
{{Right|(ભોંયબદલો, પૃ. ૧૧૧)}} | {{Right|(ભોંયબદલો, પૃ. ૧૧૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું | |||
|next =મેડી | |||
}} |
Latest revision as of 10:27, 28 October 2021
પુણ્યસ્મરણ
દલપત પઢિયાર
અમને કોની રે સગાયું આજ સાંભરે?
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે…
કોની રે સગાયું આજ સાંભરે?
કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો,
આઘે લ્હેર્યુંને આંબી કોણ ઊઘડે…
કોની રે સગાયું આજ સાંભરે?
આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ,
અમને દાદા દેખાય પેલી ડેલીએ…
કોની રે સગાયું આજ સાંભરે?
માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે,
ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે;
ઊંચે મોભને મારગ કોણ ઊતરે…
કોની રે સગાયું આજ સાંભરે?
કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,
આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખજલીયું પડાવો;
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ…
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.
(ભોંયબદલો, પૃ. ૧૧૧)